Abtak Media Google News

રૂ.૧૭ લાખનો ચેક રિટર્ન થયા બાદ કેસની તારીખ સમયે હાજર ન રહ્યાં

સુરેન્દ્રનગર જીલ્લાના સાંસદ દેવજીભાઇ ફતેપરા વિરુધ્ધ કોટઁના આદેશનો અનાદર કરી હાજર નહિ રહેતા ન્યાયાલય દ્વારા તેઓના વિરુધ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ કરાયુ હતુ તેવામા વધુ એક ભાજપના પાટીદાર નેતા દ્વારા ખોટા ચેક આપી બાદમા ચેક રીટઁનની ફરીયાદ તથા કેસની તારીખ સમયે હાજર નહિ રહેતા આ નેતા વિરુધ્ધ પણ ધરપકડ વોરંટ કઢાયુ હતુ. જે બાબતે સંપુણઁ વિગત જાણતા ધ્રાગધ્રા અઙખઈના ચેરમેન મહેશભાઇ પટેલ દહેગામવાળા દ્વારા તેઓના જ અઙખઈના ડીરેક્ટર વાઘજીભાઇ પટેલને જમીન લે-વેચ મામલે ૧૭ લાખનો ચેક આપવામા આવ્યો હતો. જે ચેક વિજયા બેંકનો હોય અને ગત તા:- ૧૭/૩/૨૦૧૬ના રોજ આપેલ હોય પરંતુ આ ચેક વટાવતા ચેક રીટઁનની ફરીયાદ દાખલ થઇ હતી. જે ચેક રીટઁનના કેસમા તારીખ સમયે મહેશ પટેલ હાજર નહિ રહેતા ન્યાયાલય દ્વારા તેઓના વિરુધ્ધ ધરપકડનુ વોરંટ ઇશ્યુ કરવામા આવ્યુ હતુ જોકે અઙખઈના ચેરમેન મહેશ પટેલ વિરુધ્ધ ધરપકડ વોરંટ નિકળતા સમગ્ર જીલ્લાના રાજકારણમા ચચાઁનો વિષય શરુ થયો છે જ્યારે હાલ તો ધરપકડ વોરંટ ઇશ્યુના મામલે અઙખઈના ચેરમેન મહેશ પટેલ કઇ પણ કહેવાનુ ટાળતા પોતે ભુગઁભમા ઉતરી ગયા હોય તેવુ જણાઇ આવ્યુ છે. ત્યારે મહેશ પટેલ અઙખઈના ચેરમેનની સાથે ધ્રાગધ્રા સદાર ગ્રુપમા સારો હોદ્દો પણ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.