Abtak Media Google News

વષોથી ઝુંપડીમાં રહેતા પરીવારોને પંડીત દિન દયાલ આવાસ યોજનાનો લાભ આપવાની માંગ

મુળી તાલુકાના દાણાવડા ગામે વિચરતી રઅને વિમુકત જાતીમાં આવતા ડફેર પરિવારોએ પ્લોટ ફાળવવાની માંગ સાથે સુરેન્દ્રનગર જીલ્લા કલેકટરને રજુઆત કરી હતી.

રજુઆતમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના દાણાવાડા ગામમાં વિચરતી અને વિમુકત જાતીઓ પૈકી ડફેર પરિવારો તદન અમાનવીય સ્થિતિમાં ઝુપડાઓ બાંધીને રહે છે. વરસાદ ઠંડી તેમજ ગરમીમાં સ્થિતિ અત્યંત દયનીય બની જાય છે. ઉ૫રાંત ઝુંપડામાં લુ લાગવાના અનેક બનાવો બન્યો છે.

ગુજરાતમાં વસતા વિચરતી અને વિમુકત જાતીઓના કેટલાય પરીવારોને પ્લોટ ફાળવ્યા છે. જો અમોને પ્લોટ મળે તો વિકસતી જાતી કલ્યાણ ખાતા તરફથી પંડીત દિન દયાળ આવાસ યોજનાનો લાભ મળી શકે. અમે જયાં રહીએ છીએ ત્યાં કોઇ પણ પ્રકારની પ્રાથમીક સુવિધા મળતી નથી. અમે સદીઓથી ભટકતું જીવન જીવતા હોવાથી અમારા બાળકો શિક્ષણ થી વંચીત રહી જાય તેવી સ્થીતી નિર્માણ થાય છે. અમને પ્લોટ મળે તે માટે અરજી પણ કરી છે અને દરખાસ્ત પણ મુળી મામલતદાર કચેરીમાં જમા કરાવી છે પરંતુ ર (બે) વર્ષ જેટલો સમય થવા છતાં અમને હજી પ્લોટ મળ્યા નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.