Abtak Media Google News

જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહેલું હોઈ કલેક્ટર રવિશંકરે નગરજનોને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અને ભૂલ્યા વગર માસ્ક પહેરીને જ બહાર નીકળવા અનુરોધ સો કેટલાક સૂચનો કર્યા છે.

જામનગરમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણનો પગપેસારો વધી રહ્યો છે. એક સમયે જ્યારે જામનગરમાં માત્ર એક થી બે કેસની પરિસ્િિત જોવા મળી હતી ત્યારે આજે કોરોના સંક્રમણની બીમારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે આજે લગભગ રોજના ૧૦ થી ૨૦ જેટલા સંક્રમિત દર્દીઓના કેસ ધ્યાનમાં આવી રહ્યા છે. હાલમાં જામનગરમાં કોરોના કેસોની કુલ સંખ્યા ૪૮૦ એટલે કે ૫૦૦ની નજીક પહોંચી છે. તો હાલમાં જામનગરમાં કુલ એક્ટિવ કેસો ૧૪૫ છે ત્યારે કલેકટરશ્રી રવિશંકરે કહ્યું હતું કે, જો લોકો હજુ પણ સાવધાની નહીં રાખે તો ધીમે ધીમે પરિસ્થિતી ખૂબ ગંભીર અવસમાં પહોંચી જશે. કોરોના સંક્રમણના દર્દીઓની વધતી સંખ્યાના કારણે ટૂંક સમયમાં ક દાચ હોટેલોને પણ કોવિડ હોસ્પિટલ તરીકે રૂપાંતરિત કરવાની જરૂર પડી શકે છે.

લોકો શરદી, તાવ, ઉધરસ જેવી બીમારીઓમાં ૧૦૪ની સેવા લઈ ઘરબેઠાં નિદાન જાણી શકે છે, પરંતુ હાલમાં લોકો શરદી, ઉધરસ, તાવ જેવી બીમારીઓમાં મેડિકલ સ્ટોર્સ પરી દવાઓ લે છે. જેના કારણે દર્દીની સાચી પરિસ્િિત વિશે જાણી શકાતું ની. આ સમયે લોકો તબીબી સારવાર લે જેી પ્રારંભિક તબક્કામાં જ જો સંક્રમિત વ્યક્તિને જાણી શકાશે તો તે વ્યક્તિ તાત્કાલિક સારવાર મેળવી ગંભીર અવસમાં પહોંચતા અટકી જશે. કલેકટરે ઉમેર્યુ હતું કે, જામનગરમાં મૃત્યુદર પણ ખૂબ વધ્યો છે તેનું કારણ માત્ર છે કે લોકો આવી બીમારીઓમાં તબીબી સારવાર ન લેતા માત્ર મેડિકલ સ્ટોર્સ પરી દવાઓ લે છે અને ખૂબ ગંભીર પરિસ્થિતી સમયે હોસ્પિટલમાં આવે છે ત્યારે આ રોગી બચી શકવાની અવસનો સમય ગુમાવી ચૂક્યા હોય છે. આી આ સમયે મેડિકલ સ્ટોર્સ/ફાર્મસીઓ પણ આવા કોઈ પણ દર્દીને તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર દવા ન આપે તેવો અનુરોધ છે. સો જ લોકો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરે અને તેમાં તેમની આરોગ્ય ની માહિતી ચોકસાઈપૂર્વક ભરે અને સતત તેની માહિતી અપડેટ કરતા રહે તો એપમાં રહેલ સર્વેની માહિતીના આધારે તંત્રને પણ આ વિશે જાણ શે અને તંત્રને જાણ તાં જિલ્લામાં રહેલ ધન્વંતરિ રથ દ્વારા આપને આપના દ્વારે જ આરોગ્યની સુવિધાઓ મળશે અને લોકોને ખૂબ ગંભીર પરિસ્થિતી પહેલા જ જાણીને તાત્કાલિક સારવાર આપી શકાશે. કલેકટરે જણાવ્યું હતું કે, જામનગરમાં હાલમાં ચા અને પાનની લારીઓ, ગલ્લા બંધ કરવામાં આવ્યા છે. આમ છતાં પણ લોકો હજુ પણ બેદરકાર બનીને રસ્તા પર ટોળા વળીને એકઠા થઈ રહ્યા છે.

લોકો ચોક, શેરીમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવતા ની જેના કારણે સંક્રમણ વધી રહ્યું છે. આ બેદરકારીના કારણે જામનગરમાં ખૂબ મોટા પાયે સંક્રમણ વધ્યું છે. ત્યારે લોકો ઘરમાં રહે અને સંપૂર્ણ તકેદારી રાખે.

આ સમયે જો કદાચ આજુબાજુમાં રહેલ કોઇ વ્યક્તિ પણ ધ્યાન રાખીને પડોશીઓ પણ આવી તકેદારીઓ ન રાખતા હોય તો તેવા લોકોનો બહિષ્કાર કરી તેમને પોતાનાી દુર રાખી પોતે સ્વસ્ રહે અને તેમને સમજ આપે. જેનાી બેદરકારી દૂર રહી સંક્રમણને અટકાવી શકાય. આ રોગમાં સામાન્યત: જોવા મળ્યું છે કે, અચાનક જ લોકોના શરીરમાં ઓક્સિજનનું લેવલ ખૂબ નીચું ચાલ્યું જાય છે જેના કારણે લોકોને ગંભીર શારીરિક તકલીફો ઉત્પન્ન  થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.