Abtak Media Google News

આરોગ્યની ટુકડી ખડે પગે: પરિસ્થિતિ કાબુમાં લેવા પ્રયાસો: ‘અબતક’ સાથે કલેકટરની ખાસ વાતચીત

નવસારીમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ૮૦૦ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ‘અબતક’ દ્વારા નવસારીની પરિસ્થિતિનું ખાસ રિપોટીંગ થઈ રહ્યું છે. આજરોજ નવસારી કલેકટર રવિ કુમારે ‘અબતક’ સાથેની વાતચીતમાં નવસારીની પરિસ્થિતિનું વર્ણન કર્યું હતુ.રાત્રે ૩ વાગ્યે સુધી ૨૩.૫ ફૂટ જેટલુ પાણી પહોચી ગયું હતુ જે નિચાણ વાળા વિસ્તાર જેવા કે નવસારી નગરપાલીકામાં પાણી પહોચી ગયું હતુ જેનાં સંદર્ભે ૮૦૦ જેટલા લોકો એટલે કે ૧૬૦થી ૧૬૫ જેટલા પરિવારોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા હાલ પાણી નીચે ઉતરી રહ્યું છે. હાલની રીડીંગ ૨૨.૫ ફૂટ છે. આરોગ્યની ટીમ ખડે પગે કાર્ય કરી રહી છે. આરોગ્યની ટીમ ખડે પગે કાર્ય કરી રહી છે. જેમાં આજ વહેલી સવારે એક સગર્ભા મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી હાલ વરસાદ બંધ છે. અને બપોરે ૩ વાગ્યા સુધી સ્થિતિ કંટ્રોલમાં આવી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.