Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ ૨૦૧૦થી ૨૦૧૬ દરમ્યાન થયેલ જિલ્લાની ૧,૭૭,૦૦૦થી વધુ સર્વે નંબરની કરવામાં આવેલ જમીન માપણીમાં નિયમોનું પાલન ન કરી આડેધડ માપણી કરી નાખવામાં આવી હોવાની વ્યાપક ફરિયાદો બાદ સરકાર દ્વારા આ અંગે આખરે નિર્ણય લેવાતા જિલ્લાના એક ગામ સામોરને પસંદ કરી તેની પૂન: માપણી કર્યા બાદ બંને માપણીના તફાવતને ધ્યાને લઈ કાર્યવાહી કરવાનું નકકી કરાયુંં છે.

Advertisement

ખેડુત હિતરક્ષક સમિતિની સતત લડત બાદ સરકાર દ્વારા લેવાયેલ આ નિર્ણય અંગે આ વખતે ફેરમાપણી વખતે નિયમોનું પાલન થાય અને ભૂલરહિત ૧૦૦ ટકા યોગ્ય પ્રક્રિયા મુજબ કામો થાય તેમજ અન્ય માંગો સાથેસામોર ગામના ખેડુતો દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ઈનચાર્જ કલેકટર આર.આર.રાવલને આવેદનપત્ર પાઠવી તેમની માંગો જણાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.