Abtak Media Google News
  • દાહોદ લોકસભા અંતર્ગત 123 સંતરામપુર વિધાનસભા ક્ષેત્રના બૂથ નં. 220 પર ફરી મતદાન થશે
  • આવતી 11 તારીખે  ફરી મતદાન કરવા  ચૂંટણીપંચે કર્યો આદેશ

મહીસાગર ન્યૂઝ : ગુજરાતમાં સાતમી મેના રોજ લોકસભાની 25 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ વચ્ચે મહિસાગરમાં આવેલા સંતરામપુર તાલુકાના પરથમપુરા ગામમાં બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી. જેમા કેન્દ્રીય ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. આ ઘટના સામે આવતા રીપોલિંગનો આદેશ આપવામાં આવ્યો છે.

Advertisement

ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય

ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતી માહિતી પ્રમાણે, 11 મેના રોજ સવારે 7.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધી પરથમપુરા બૂથ પર ફેર મતદાન કરવામાં આવશે. બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ ફેર મતદાનના આદેશ આપવામાં આવ્યા છે.આ મામલે પોલીસ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફરજ પરના કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. પ્રિસાઈડિંગ ઓફિસર, આસિ.પ્રિસાઈડિંગ ઓફિસર, બે પોલિંગ ઓફિસરોને નોટિસ આપવામાં આવી છે.

અમીન કોઠારી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.