Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી 19મી ઓકટોબરના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. પી.એમ. એરપોર્ટથી રેસકોર્સ સભા સ્થળ સુધી રોડ-શો યોજવાના છે.

પાંચ વર્ષના લાંબા અંતરાલ બાદ રાજકોટની મુલાકાતે આવી રહેલા નરેન્દ્રભાઇને ઉમળકા ભેર આવકરવા શહેરીજનોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે રોડ-શોમાં જંગી માનવ મેદની ઉમટી પડે તે માટે વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા વિવિધ સમાજના આગેવાનો, ડોકટરો, સંસ્થાઓ અને મંડળના અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.