Abtak Media Google News

Table of Contents

હાલારના  64 ગામોની સરસ્વતી સેવા માટે કાર્યરત સંસ્થા

આજથી 99 વર્ષ પહેલાં આગામી સદીના આયોજન અને શિક્ષણ અભ્યાસ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહનની જરૂરિયાતોને ધ્યાને લઈ ઉભી થયેલી સંસ્થા આજે સમાજ માટે બની રહી છે આશિર્વાદ

ધર્મ સેવા અને સામાજિક સંસ્કૃતિની સાથે સાથે સર્વ કલ્યાણની ભાવનાના મુદ્રા લેખ સાથે આજથી 99 વર્ષ પહેલાં હાલારના 64 ગામોની સરસ્વતી સાધના અને શિક્ષણના વિકાસ સાથે સમગ્ર પંથક અને સમાજના સર્વાંગી વિકાસ માટે ઉભી થયેલી ગૌડાશાહ વિશાશ્રીમાણી વણિક વિધોતેજક સંસ્થાનો ભવ્યાતિભવ્ય શતાબ્દી મહોત્સવની સામાજીક આગેવાનો, શ્રેષ્ઠીજનોની ઉપસ્થિતિમાં ઉજવણી થઇ રહી છે. સંસ્થાએ 99 વર્ષની મઝલ પૂરી કરીને 100માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને સંસ્થા દ્વારા શતાબ્દી મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે દેશમાં હજુ તો આઝાદીનો સૂરજ પણ ઉગ્યો ન હતો ત્યારે મહાજન સંસ્કારના પ્રણેતા ગોકળદાસ ડાયાભાઈ શાહ પરિવારે હાલાર પંથકના 64 ગામોના શૈક્ષણિક વિકાસનો વિચાર અમલમાં મૂકીને ગૌડાશાહ વિશાશ્રીમાળી વણિક વિધોતેજક સંસ્થાના પાયા નાખ્યા આજે આ સંસ્થા 100 વર્ષની ભવ્ય ઉજવણી કરી રહી છે.

Advertisement

જામનગરની ગૌડાશાહ વિશાશ્રીમાળી વણિક વિધોતેજક સંસ્થાએ 100 વર્ષ પૂરા થતા શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. દાતા મીનાબેન નિરંજનભાઇ, નિરંજનભાઈ ભાઇચંદભાઈ વોરા પરિવારના હસ્તે હર્ષવર્ધન અને આનંદભાઈ વોરા, જાલીયા દેવાણી વાળા હાલ રાજકોટ વાળાની વિશેષ ઉપસ્થિતિમાં અતિથિ વિશેષ ‘અબતક’ મીડિયા હાઉસના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતાની વિશેષ ઉપસ્થિતિમાં અશ્ર્વિનભાઈ શાહ, કુમુંદચંદ્ર દોશી, જયપ્રકાશ મહેતા, પંકજભાઈ સાવરીયા, વિઠ્ઠલભાઈ વઘાસીયા, રાજુભાઈ મહેતા, કિરણભાઈ મહેતા, જામનગરના મેયર બીનાબેન કોઠારીની વિશેષ ઉપસ્થિતમાં મહોત્સવ યોજાયો હતો. ગૌડાશાહ વિશાશ્રીમાળી વણિક વિધોતેજક સંસ્થાના 100 વર્ષ ના શતાબ્દી મહોત્સવમાં દીપ પ્રાગટ્ય અને સન્માન સમારોહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

ગૌડાશાહ વિશાશ્રીમાળી વણિક વિધોતેજક સંસ્થા સો વર્ષ પુરા થતા શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી રહી છે ત્યારે એક કરોડ રૂપિયા થી ઉપરનું ડોનેશન ઊભું થયું છે, તે મોટી વાત છે સમયને જરૂરિયાત ઘણી છે. આખી જ્ઞાતિને એકત્રિત કરીને ઘણા બધા લોકોને પ્રાથમિક શિક્ષણ હેલ્થ ઇન્સ્યોરન્સ સામાજિક રીતે જ્ઞાતિજનોને આગળ આવવા માટે એજ્યુકેશનની સાથે સાથે યુવાનોને આ એજ્યુકેશનની ઈચ્છા છે, તેને પૂરી કરવા માટે સસ્તા હવે કાર્યરત બનશે મોંઘવારી સામે અને જરૂરિયાતો પૂરી કરવા માટે સંસ્થાને ટકાવી રાખવી એ મોટી વાત છે.

મહિલાઓ અને ખાસ કરીને એ લોકોને આગળ લાવવા માટે જરૂરી છે કે જે લોકોને આર્થિક મદદની જરૂર હોય ભવિષ્યમાં જ્ઞાતિની સાથે જોડવાની જરૂર છે. સંસ્થા માટે હવે સમાજના આર્થિક ઉન્નતી ની સાથે સાથે મેડિકલ રીલીફ ઊભું કરવું પડશે. મહિલાઓના ઉત્કર્ષ માટે અને જેને વડીલ ન હોય તેવા લોકોને પીઠબળ માટે આગળ વધવું પડશે. જામનગરની ગૌડાશાહ વિશાશ્રીમાળી વણિક વિધોતેજક સંસ્થા હવે પછીના સો વર્ષના આયોજન સાથે આગળ વધી રહી છે અને શિક્ષણની સાથે સાથે સામાજિક એકતા ધર્મ પારાયણ દરિદ્ર નારાયણની સેવા અને રાષ્ટ્ર સેવામાં વધુ સુદ્રઢ સામાજિક વ્યવસ્થા ઉભી કરવા માટે તત્પર બની છે.

99 વર્ષ પહેલા સ્થપાયેલી આ સંસ્થાના સ્થાપકોની દિર્ઘદ્રષ્ટીને સલામ : સતીશ કુમાર મહેતા અબતક મેનેજિંગ એડિટર

હાલાર પંથકની સરસ્વતી સાધના માટે 99 વર્ષ પહેલાં સ્થપાયેલી આ સંસ્થાનું 100માં વર્ષમાં મંગલ પ્રવેશ છે, તે જ સંસ્થાની મોટી ઉપલબ્ધિ છે સંસ્થાની સફળતા માટે પડદા પાછળની વ્યક્તિ કહેવાય એવા આપણા સીએમનો ફાળો ક્યારેય નહિ ભુલાય હું એડિટર છું, હું કોઈ વક્તા નથી આપણા વડવાઓની દ્રષ્ટિ કેવી હતી. 99 વર્ષ પહેલાં એ લોકોને 64 ગામને હાલાર પંથકને કેવી રીતે જોડવું સાધનો સગવડ ન હતી એ સમયે 894 ભેગા કર્યા આજે આપણે સોમા વર્ષમાં ભેગા થયા આજનો કાર્યક્રમ ખરેખર શતાબ્દી મહોત્સવ જેવો હવે પછી નવા મુકામ તરફ જવાનું છે નવી પેઢીને વધુ જવાબદારી આપવાની છે આવતા દિવસોમાં આપણે ઘણું બધું કરવાની જરૂર છે હવે પછીના દિવસો આ સંસ્થા અને સમગ્ર પંથક માટે સોનેરી હશે તેવો મને વિશ્વાસ છે.

સંસ્થાની સેવામાં તમામ જરૂરિયાત પૂરી કરવા હું પ્રતિબધ્ધ છું: બીનાબેન કોઠારી (મેયર)

ગૌડાશાહ વિશાશ્રીમાળી વણિક વિધોતેજક સંસ્થાના શતાબ્દી મહોત્સવમાં જામનગરના મેયર બિનાબેન કોઠારીએ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે સંસ્થાની સમાજ પ્રત્યેની પ્રતિબધ્ધતા 100 વર્ષ પહેલાની જરૂરિયાતનું આગોતરૂં આયોજન અને હજુ 100 વર્ષ સુધીના આયોજનના અભિગમને ખરેખર પ્રણામ કરવાનું મન થાય છે. આ સંસ્થાના વિકાસ માટે જ્યાં મારી જરૂર પડે હું મારી ટીમ સાથે સંસ્થાની સેવા માટે તત્પર રહીશ.

100 વર્ષના ઉત્સવમાં આપણે ડોનેશન ઊભું કરવામાં રેકોર્ડના નિમિત બન્યા છીએ: કિરણભાઈ મહેતા

99 વર્ષ પહેલાં વવાયેલા સંસ્થાના બીજ આજે વટ વૃક્ષ બન્યા છે. સંસ્થાના શોમાં વર્ષની ઉજવણી નિમિત્તે સારા ત્રણ મહિનામાં જ રાજુભાઈ અને ચંદ્રકાંતભાઈ મહેતાની મહેનતથી કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું થયું છે. જે જે વર્ગમાંથી ડોનેશન આવ્યું છે તે તમામ વર્ગની અપેક્ષા પૂરી કરવી એ આપણી પ્રતિબંધ છે. ટૂંકા ગાળામાં એક કરોડથી વધુનું ડોનેશન ઊભું કર્યું એ મોટી વાત છે સમયની જરૂરિયાત ઘણી છે, જે આખી જ્ઞાતિને એકત્રિત કરે છે. આ સંસ્થા સમાજ માટે એક દિશા સૂચક બની રહેશે.

સોનાનો ભાવ રૂ.20 તોલા હતા ત્યારે 894 ના અનુદાન સાથે શરૂ થયેલી સસ્તા આજે કરોડોનું આયોજન કરી રહી છે

હાલાર પંથકના 64 ગામોમાં સમાજ સેવાની ખરી મિસાલ ઉભી કરવા માટે અને સરસ્વતી સાધનામાં ક્યારેય કોઈ વિદ્યાર્થીને નાણાંના અભાવે જીવનના સપના અધૂરા ન મુકવા પડે તે માટે ગૌડાશાહ વિશાશ્રીમાળી વણિક વિધોતેજક સંસ્થાનો પાયો નખાયો હતો. 99 વર્ષ પહેલાં જ્યારે સોનાનો એક તોલાનો ભાવ રૂ.20 હતા ત્યારે સરસ્વતી સાધના માટે રૂપિયા 894નું ફંડ ઊભું કરીને હોશિયાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સહિતની પ્રોત્સાહક સેવાનો યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. આજે આ સંસ્થા વટ વૃક્ષ બનીને સેંકડો પરિવારના કુલદીપક વિદ્યાર્થી ભાઈ-બહેનોના જીવનમાં ઉજાસ પાસ કરી રહી છે. આઝાદીની પૂર્વ સંધ્યાએ હાલાર પંથકના 64 ગામોના કાયાપલટ માટેનું સપનું જોઈને ગોકુળદાસ ડાયાભાઈ શાહ વિશા શ્રીમાળી વણિક વિધોતેજક સંસ્થાનો પાયો નાખવામાં આવ્યો હતો. આ સંસ્થા આજે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે ત્યારે મુખ્ય દાતા મીનાબેન નિરંજનભાઈ ભાઈચંદભાઈ વોરા પરિવારના હસ્તે હર્ષવર્ધન અને આનંદભાઈ વોરા, જાલીયા દેવાણી વાળા અને રાજકોટ નિવાસી જનના ઉપક્રમે મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.