Abtak Media Google News

મોજડી હેન્ડમેડ છે. મોજડી ખાસ કરીને જયપુરની વખણાય છે અને  એમાં ઘણીબધી વરાઇટી આવે છે

મોજડી પહેરવાથી એક અલગ લુક આવે છે. એ બધાં આઉટફિટ સાથે સૂટ થતી નથી. મોજડી પહેરવી હોય તો એક ચોક્કસ આઉટફિટની જરૂર પડે, જેમ કે પટિયાલા સલવાર સાથે કે ચૂડીદાર સાથે અથવા સ્કર્ટ સાથે. મોજડી આમ તો બે પ્રકારની હોય છે, જેમ કે ફુલ કવર્ડ અને હાફ કવર્ડ. જો પ્રોપર લુક જોઈતો હોય તો લેધરની પહેરવી અને જો આઉટફિટ સાથે મિક્સ ઍન્ડ મેચ કરવું હોય તો ઘણા ઑપ્શન છે; જેમ કે એમ્બ્રોઇડરીવાળી અથવા મિરર, ઘૂંઘરૂ, ક્રોશિયો વગેરે.

લેધરની મોજડી

આ સૌથી જૂની અને જાણીતી છે. એ ફુલ કવર્ડ પણ આવે અને હાફ કવર્ડ પણ આવે. આ મોજડી ખાસ કરીને ચૂડીદાર સાથે સારી લાગે. લેધરની મોજડી પુરુષોને વધારે સારી લાગે છે. લિનનના કુરતા-પાયજામા સાથે લેધરની મોજડી બેસ્ટ લુક આપી શકે. લેધરની મોજડી ખૂબ સાચવણ માગી લે છે.

વરસાદમાં ખાસ કરીને એના પર ફૂગ ચડી જાય છે. અને જો શૂ-બાઇટ થવાનો ડર હોય તો અંદરની સાઇડ થોડું તેલ લગાડી  પહેરવી.

એમ્બ્રોઇડરીવાળી મોજડી એના પર મશીનવર્ક કરવામાં આવેલું હોય છે. અલગ-અલગ કલરમાં હોય છે. જો મલ્ટિપર્પઝ વેઅર માટે જોઈતી હોય તો મલ્ટિકલર વર્કવાળી મોજડી  સિલેક્ટ કરી શકો અથવા ગોલ્ડન કે સિલ્વર વર્કવાળી પણ સારી લાગી શકે. ડ્રેસ સાથે મેચિંગ પહેરવી અથવા ડ્રેસ કરતાં કોન્ટ્રાસ્ટ કલરની પહેરવી. જેમ કે જો તમે ફ્લોરલ પટિયાલા સાથે પહેરવા માગતા હો તો મલ્ટિકલર વર્કવાળી મોજડી પહેરી શકો. અને જો વાઇટ ડ્રેસ સાથે પહેરવા માગતા હો તો સિલ્વર વર્કવાળી પહેરી શકાય.

ઘૂંઘરૂ

આ મોજડીમાં વર્ક સાથે ઘૂંઘરૂ લગાડવામાં આવેલાં હોય છે. આવી મોજડી  થોડો ટ્રેડિશનલ લુક આપે છે. કંઈક અલગ ટ્રાય કરવું હોય તો લોન્ગ સ્કર્ટ સાથે ઘૂંઘરૂં મોજડી પહેરી શકાય. અથવા તો ઇન્ડો-વેસ્ટર્ન લુક માટે ઍન્કલ જીન્સ સાથે કોઈ પણ પ્લેન કલરનું પહેરવું અને એની સાથે સ્ટોલ લેવો. હેરમાં સોફ્ટ કર્લ લુક આપવો અને ઝોલા બેગ લેવી.

ક્રોશિયો મોજડી

આમાં ક્રોશિયો એટલે કે ઊનનું વર્ક કરવામાં આવેલું હોય છે. આ  વર્ક થોડું એમ્બોસ્ડ એટલે કે ઊપસેલું લાગે છે.

ક્રોશિયો મોટે ભાગે બ્રાઇટ કલરમાં જ સારા લાગે છે. એ માટે મોજડી પર પણ બ્રાઇટ કલરનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. એની સાથે ટીકી અથવા મિરરનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.