Abtak Media Google News

ભારતીય સંસ્કૃતિમાં શરીર પૂરેપૂરું ઢંકાય અને ીની શોભા જળવાય એવાં જ વોને પ્રાધાન્ય અપાયું છે. એટલે જ દુપટ્ટા-ચૂંદડી આપણે ત્યાં સદીઓી પહેરાતાં આવ્યાં છે. જોકે આ જ દુપટ્ટા, ચૂંદડી કે સ્ટોલનું આધુનિક વર્ઝન એટલે સ્કાર્ફ. વેસ્ટર્ન સ્ટાઇલિંગનાં કપડાંમાં સ્કાર્ફ ઘણી ીઓ માટે વરદાન બનીને આવ્યા છે; કારણ કે એના માધ્યમી જરૂર હોય ત્યાં પોતાના ડ્રેસિંગને ઢાંકી શકે છે, વધુ કમ્ફર્ટેબલ રહી શકે છે અને સ્ટાઇલિશ પણ દેખાઈ શકે છે. સ્કાર્ફનો ઇતિહાસ પણ રસપ્રદ છે. કહેવાય છે કે સ્કાર્ફના ક્ધસેપ્ટનો જન્મ જૂના રોમમાં યો હતો. ત્યાંના લોકો સ્વચ્છતામાં બહુ માનતા એટલે ગળાના ભાગમાં તા પસીનાની દુર્ગંધ ન આવે અને શરીરની સ્વચ્છતા જળવાય એ માટે ગળાની ફરતે સ્કાર્ફ વીંટાળવાની પરંપરા શરૂ ઈ હતી. સાઇઝમાં દુપટ્ટા કરતાં નાના અને રૂમાલ કરતાં મોટા, આકારમાં પણ વૈવિધ્ય એ એની મુખ્ય ખૂબી હતી. એી ગળાની ફરતે વીંટાળવામાં બહુ પસારો નહોતો તો. એક જમાનામાં ચીનાઓ પોતાના શદળનું વર્ગીકરણ કરવા માટે સિપાહીઓને તેમના હોદ્દા મુજબના જુદા રંગના સ્કાર્ફ પહેરાવતા. બ્રિટનમાં તો આજે પણ સ્કૂલ અને યુનિવિર્સટીના વિર્દ્યાીઓ પોતાના ક્લાસ અને કેટેગરી પ્રમાણે જુદા-જુદા રંગના સ્કાર્ફ પહેરે છે. જોકે છેલ્લાં ોડાંક વષોર્માં તો દરેક દેશના નહીં, પણ દરેક સ્તરના અને દરેક ઉંમરના લોકો માટે સ્કાર્ફ મસ્ટ બનતા જાય છે. એની વિવિધ સ્ટાઇલ, પેટર્ન અને પ્રકાર વિશે આજે જાણીએ.

હર મર્ઝ કી દવા

સ્કાર્ફની ખૂબી એ છે કે દરેક સીઝનમાં એનો ઉપયોગ ઈ શકે છે અને દરેક ડ્રેસિંગ પર એનો ઉપયોગ ઈ શકે છે. એ વિશે સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ તરીકે સક્રિય અંકિતા પટેલ કહે છે, ઉનાળામાં તમે સ્કાર્ફ પહેરો તો સન એક્સપોઝરી સ્કિનને બચાવે, ચોમાસામાં પહેરો તો વરસાદમાં તમારા વાળ સૂકવવા કે શરીર લૂછવા માટે કામ લાગી જાય અને શિયાળામાં ઠંડીી રક્ષણ આપે. ઑલ સીઝન ઍક્સેસરી હોવાની સો ઑલ ટાઇપના આઉટફિટ પર એ મેચ ાય છે. તમે જો ફોર્મલ શર્ટ પહેયુંર્ હોય તો એમાં પણ નેકની ફરતે સ્કાર્ફને મફલરની જેમ વીંટાળી દો તો પ્રોફેશનલ લુકમાં સ્ટાઇલ ભળી જશે. એટલે જ એની આ ખૂબીઓને કારણે સ્કાર્ફની ડિમાન્ડ વધી છે.

કલર અને પેટર્ન

સ્કાર્ફ પહેરવામાં પણ જોકે ોડીક સેન્સ હોવી જરૂરી છે. જેમ કે જો તમારું ટોપ પ્લેન હોય તો સ્કાર્ફ પ્રિન્ટેડ સારા લાગશે. પ્રિન્ટેડ સ્કાર્ફ સો પ્લેન આઉટફિટ જાય. અંકિતા પટેલ ઉમેરે છે, કેટલાક લોકોને લાઉડ કલર રેગ્યુલરલી પહેરવામાં સંકોચ હોય અવા તો એકસો બે-ત્રણ કામ પતાવવાનાં હોય અને કપડાં બદલવાની સગવડ ન મળવાની હોય ત્યારે માત્ર સ્કાર્ફ સો તમે તમારા લુકને બદલી શકો છો. જ્યાં સોબર લુક જોઈતો હોય ત્યાં લાઇટ કલરનો સ્કાર્ફ પહેરો, પણ જ્યાં ોડોક લાઉડ અને સ્ટાઇલિશ લુક જોઈતો હોય ત્યાં સહેજ નિયોન શેડના સ્કાર્ફ પહેરો તો એ બહેતરીન લુક આપે છે. તેમ જ સ્કાર્ફ રેપ કરવાની સ્ટાઇલી પણ લુકની અદલાબદલી ઈઝીલી કરી શકાય છે. સિમ્પલ રીતમાં પાછળી ટ્વિસ્ટ કરીને આગળની બાજુએ સ્કાર્ફના બે છેડાઓ રાખવામાં આવે છે. ચોરસ, લંબચોરસ, ગોળ એમ જુદા-જુદા શેપના સ્કાર્ફને અઢળક રીતે બાંધી શકાય છે.

બેગમાં ને હેરસ્ટાઇલમાં

સ્કાર્ફને માત્ર સ્ટાઇલ-સ્ટેટમેન્ટ તરીકે ગળા પર વીંટાળવાનું જ ચલણ ની, એને ફોર્મલવેઅરમાં બેગ પર બાંધી દો તો પણ સરસ લાગે. માા પર બન્ડાનાની જેમ પણ સ્કાર્ફને બાંધો તો મસ્ત લુક આપે છે. ઘણા લોકો સ્કાર્ફને બેલ્ટની જેમ બાંધીને પણ જુદો જ લુક આપે છે. ફેબ્રિકમાં પણ અઢળક વરાઇટી છે. કોટન, શિફોન, સેમી કોટન, વુલન જેવા સીઝન અને આઉટફિટ પ્રમાણે ડિફરન્ટ મટીરિયલમાં સ્કાર્ફ મળતા હોય છે. આજકાલ પ્રિન્ટમાં પણ અઢળક વરાઇટી છે. બ્રેન્ડેડ કંપનીઓી લઈને બાંદરાની હિલ રોડ માર્કેટ, લિન્કિંગ રોડ, ફેશન-સ્ટ્રીટ, ભુલેશ્વર અને કોલાબામાં સ્ટ્રીટ-શોપિંગ માટે નીકળશો તો પણ વરાઇટીના અઢળક સ્કાર્ફ મળી રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.