Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જૈન વિઝન સયોંજક મિલન કોઠારી અને તેમની ટીમને સુંદર આયોજન બદલ ગુજરાત સરકાર વતી અભિનંદન આપ્યા

અનંત ઉપકારી શ્રમણ ભગવંત મહાવીર પ્રભુના જન્મ કલ્યાણક મહોત્સવનું સતત પાંચમા વર્ષે રાજકોટની સુવિખ્યાત સંસ જૈન વિઝન દ્વારા સતત એક માસ સુધી સમાજ ઉપયોગી અનેકવિધ સદ્કાર્યોની હારમાળા સર્જી દીધેલ “મહાવીર પટાંગણ માં આવો રે આવો મહાવીર નામ લઈએ ભક્તિ સંગીતનું સુંદર આયોજન ભારતના સુપ્રસિદ્ધ કલાકાર મનહર ઉધાસ,મીરાંદે શાહ, દીપક જોષી, ગાર્ગી વોરા, ભાસ્કર શુક્લ તા તેની ટીમ દ્વારા ભક્તિસભર આયોજન કરેલૂ. આ કાર્યક્રમ હજારો ભાવિકોએ દિલ દઈને માણ્યો હતો. મનહર ઉધાસે જયારે  મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહયાં કરે અને આપણે સૌપ્રમ ભારતીયછીએ ત્યારે દેશ ભક્તિનું કર્મા ફિલ્મનું ગીત પ્રસ્તુત કર્યું ત્યારે ઉપસ્તિ હજારો ભાવિકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપેલ અને ભક્તિ સંગીત સંધ્યામાં પણ દેશ ભક્તિનો અનેરો માહોલ ઊભો યેલ.

આ તકે જૈન વિઝન દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણીના વરદ હસ્તે મુમુક્ષ સૌરવકુમાર નિલેશભાઇ શાહનું જૈન વિઝન પરિવરવતી સાલ અને મોતીની માળાી સન્માન કરેલ.

ગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભક્તિ સંગીતના કાર્યક્રમમાં પૂરતો સમય આપી કાર્યકરોના ઉત્સાહમાં વધારો કરેલ. કાર્યક્રમની શરુઆતમાં સ્વાગત પ્રવચન મિલન કોઠારીએ કરેલ મુખ્યમંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતું કે અત્યાર સુધી રાજકોટમાં મહાવીર જન્મ કલ્યાણકના અનેક પ્રસંગો ઉજવાયા પણ આજે ક્લાસ કાર્યક્રમ યોજવા બદલ અને જૈન વિઝનની ટીમને તા મિલન કોઠારીને ગુજરાત સરકાર વતી ધાર્મિક, સમાજલક્ષી અને ભક્તિસભર સદ્કાર્યો કરવા બદલ અભિનંદન પાઠવેલ.

રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતિ અંજલિબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય,ધનસુખભાઈ ભંડેરી, રાજુભાઇ ધ્રુવ સહિતનાએ સદકાર્યોની સરાહના કરી હતી.

ટીમ જૈન વિઝન દ્વારા મુખ્ય મંત્રીનું જાજરમાન અભિવાદ કરવામાં આવેલ જૈન વિઝનની વિવિધ કમીટી મેમ્બરો દ્વારા મુખ્યમંત્રી ફ્રૂટની ટોપલી અર્પણ કરી સન્માનીત કરવામાં આવેલ આ ફ્રૂટ વિવિધ હોસ્પિટલ તા જરૂરીયાતમંદ પરિવારોને વિતરણ કરી દેવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ કમિયિ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

ભગવાન  મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવના પાવન અવસરે જૈન વિઝન ટીમ દ્વારા છેલ્લા એકાદ મહિનામાં અનેક વિધ કાર્યક્રમો આપેલ.

જૈન વિઝન આયોજીત દરેક કાર્યક્રમોમાં ઉદારદીલા દાનવીરોએ દાનનો ધોધ વરસાવેલ, રાજકોટના તમામ પ્રિન્ટ મીડિયા અને ઇ-મીડિયા જગતે ખુબજ સારું કવરેજ આપી અમારા ઉત્સાહમાં વધારો કરેલ રાજકોટની ધર્મ પ્રેમી જનતા તેમજ જૈન-જૈનેતર સહિત ભાવિકોએ અભૂતપૂર્વ સા-સહકાર આપેલ છે તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ પોલીસ પરિવાર તા દરેક મહાવીર પ્રેમીઓનો જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી દ્વારા ખરા અંત:કરણપૂર્વક આભાર સો ઋણ સ્વીકાર કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.