Abtak Media Google News

 

 40 ટકા જેટલા વિધાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપશે

અબતક, અમદાવાદ

ગુજરાત યુનિવર્સીટી દ્વારા આગામી 28મી ફેબુ્રઆરીથી UG-PG સેમેસ્ટર-1ની ઓનલાઈન પરીક્ષાઓ શરૂ થનાર છે. ગુજરાત યુનિ.દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને આપાવમા આવ્યા છે. કોરોનાને લીધે ગુજરાત યુનિવસટી દ્વારા બીએ,બીકોમ,બીબીએ-બીસીએ અને બીએસસી સહિતના યુજી અને એમએ,એમ.કોમ અને એમ.એડ સહિતના પીજી કોર્સીસમાં સેમેસ્ટર-1ની પરીક્ષાઓ જાન્યુઆરીમાં લઈ શકાઈ ન હતી.

યુનિવસટી દ્વારા વિદ્યાર્થીઓની સરળતા માટે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને મોડમાં પરીક્ષા લેવાનો નિર્ણય કરીને ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ અપાયો હતો.યુનિ.એ ઓનલાઈન પરીક્ષા માટે વિકલ્પ પસંદગી કરવા ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યુ હતુ.જેમાં સેમેસ્ટર -1 માટે રેગ્યુલર અને રિપિટર એમ બંને કેટેગરીમાં ફોર્મ ભરનારા 96 હજારથી વધુ વિદ્યાર્થીઓમાંથી લગભગ 38 હજારથી વધુ વિદ્યાર્થીએ ઓનલાઈન પરીક્ષા માટે વિકલ્પ પસંદગી આપી છે.

આમ, લગભગ 40 ટકા જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે. ઓનલાઈન પરીક્ષા માટેનો વિગતવાર કાર્યક્રમ યુનિ. દ્વારા આજે જાહેર કરી દેવાયો છે. જે મુજબ 28મી ફેબુ્રઆરીથી ઓનલાઈન પરીક્ષાઓ શરૂ થશે.દિવસ દરમિયાન ત્રણથી ચાર સેશનમાં ઓનલાઈન પરીક્ષા લેવાશે અને જે 50-50 માર્કસની એમસીક્યુ આધારીત એક-એક કલાકની પરીક્ષા હશે. ઓનલાઈન પરીક્ષાઓ બાદ ઓફલાઈન પરીક્ષાઓ લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.