Abtak Media Google News

સિંગાપોર  ફાઇનસિયલ હબ હોવાના પગલે  ગુજરાત સહિત દેશના તમામ રોકાણકારોને ફાયદો મળશે .

વૈશ્વિક કક્ષાએ સિંગાપુર , મલેશિયા અને હોંગકોંગ ફાઇનાન્સિયલ હબ તરીકે પ્રસ્થાપિત થયા છે. જેથી સ્ટોક એક્સચેન્જ અને શેરબજારમાં સિંગાપુર નું મહત્વ અનેરું છે. ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટીમાં સાપડશે. એટલું જ નહીં ગિફ્ટ સિટી ખાતે સિંગાપોર સ્ટોક એકસચેન્જમાં રોકાણકારો ફોરવર્ડ ટ્રેકીંગ સહિત તમામ કામગીરી પણ કરી શકશે. ગિફ્ટ સિટી ખાતે સિંગાપોર એક્સચેન્જ આવતા રોકાણકારો વહેલી સવારથી મોડી રાત્રી સુધી ટ્રેડિંગ કરી શકશે જેમાં સિંગાપુર અને અમેરિકા ના ટ્રેડિંગમાં પણ લોકોને લાભ મળતો થશે.

ગિફ્ટ સિટી ખાતે સિંગાપુર સ્ટોક એક્સચેન્જ ની ઓફિસ શરૂ થતા એસજીએક્સ દ્વારા ગિફ્ટ ડેટા સહિતના અનેક ડેટાનો સંગ્રહ કરશે પરિણામે જે વૈશ્વિક રોકાણકારો છે તેઓને નિફ્ટીના તમામ ટ્રેડિંગ ડેટા અંગે માહિતી મળી રહેશે જે મુજબ જ રોકાણકારો જોકે ટ્રેનમાં રોકાણ કરતા થશે.

ભારતીય રોકાણકારોને ટૂંક સમયમાં સિંગાપોર શેરબજારમાં લિસ્ટેડ સ્ટોક્સમાં ટ્રેડિંગ કરવાની વધુ એક સરળ સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહી છે.એનએસઇ ઇન્ટરનેશનલ એક્સચેન્જ જે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)ની સબસિડિયરી છે, અને તે  ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટી સિટી સ્થિત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઇએફએસસી) ખાતે સિંગાપોર સ્ટોક્સમાં ટ્રેડિંગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.

આમ ગુજરાત સ્થિત ગિફ્ટ સિટી હવે વિદેશી સ્ટોકના ટ્રેડિંગનું હબ બનવા જઇ રહ્યુ છે. આ પ્લેટફોર્મ હેઠળ સિંગાપોર સ્ટોકમાં સંપૂર્ણ ટ્રેડિંગ, ક્લિયરિંગ અને હોલ્ડિંગની પ્રક્રિયા આઇએફએસસી ઓથોરિટીના રેગ્યુલેટરી ફ્રેમવર્કના નિયમો હેઠળ કરવામાં આવશે. રોકાણકારોને પ્રસ્તાવિત પ્લેટફોર્મ પર લેવડ-દેવડ કરી શકશે, જેને ધ્યાને લઇ સ્ટોક એક્સચેન્જે જણાવ્યું હતું કે ડિપોઝિટરીઝ, બેન્કો અને બ્રોકરોએ પ્રસ્તાવિત પ્લેટફોર્મ પર કામગીરી શરૂ કરી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.