Abtak Media Google News

પોલીસ દ્વારા કંપનીના ચેરમેન, મેનેજીંગ ડાયરેકટર, ડાયરેકટર, જનરલ મેનેજર, એજન્ટ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

સેલવાસની એક હેલ્થકેર સર્વિસીસ કંપની દ્વારા સ્થાનિક ગ્રાહકને વર્ષ ૨૦૦૭થી અત્યાર સુધીમા પાકતી મુદતના પૈસા ના આપતા છેતરપીંડી કરી હોવા અંગેની ફરિયાદ કરી હતી,ફરિયાદી પ્રશાંત લક્ષમણ વાકચોડે રહેવાસી મસ્જીદ ફળિયા,સેલવાસ,જેઓએ ફિનોમિનલ હેલ્થકેર સર્વિસીસ લિમિટેડ કંપનીઓના સંચાલકો તેમજ એજન્ટો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમા જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૦૭મા અમરસીંગ રાઠોડ રહેવાસી દાન હોટલ પાછળ સેલવાસ જેઓ મારી પાસે આવેલ અને મને ફિનોમિનલ હેલ્થકેર સર્વિસીસ લિમિટેડ કંપની બાબતે જણાવેલ અને કહ્યુ હતુ કે હુ આ કંપનીનો એજન્ટ છુ,આ કંપનીમા અલગ અલગ સ્કીમ સમજાવી હતી જેમા એક સાથે રકમ ભરી શકાય છે અથવા તો ૫.૧૦,૨૦ તેમજ ૫૦ મહિનાના ઇન્સ્ટોલમેન્ટ રાખી પૈસા ભરી શકાય છે.

Advertisement

અને એક સ્કીમમા વર્ષમા ડબલ પૈસા મળે છે,અને મેડીકલ સારવાર તેમજ સ્પેશિયલ ડોક્ટર સાથે ક્ધસલ્ટેશન તેમજ એક્સિડેન્ટલ ડેથ ઇન્સ્યોરન્સ દસ લાખ તેમજ મેડીક્લેમ ૨૫હજાર સુધી તેમજ હાર્ટના ટ્રીટમેન્ટ માટે બે લાખ જેવી સુવિધા મળશેનુ જણાવી આ સેવાઓ ગુજરાત મહારાષ્ટ્ર તથા સેલવાસની હોસ્પિટલમાંથી મળશે એવુ જણાવેલ ફિનોમિનલ હેલ્થકેર સર્વિસીસ લિમિટેડ કંપનીના ચેરમેન એન.આર.સીંગ,મેનેજીંગ ડાયરેક્ટર પ્રભાકર મિશ્રા,ડાયરેક્ટર આર.એન.શુક્લા,અનિલ સીંગ,જનરલ મેનેજર સંજય પાંડે જેઓ હેડ ઓફીસ લિંકિંગ રોડ,મલાડ,વેસ્ટ મુંબઈમા આવેલ છે અને સેલવાસમા વાપી રોડ ઉપર સિદ્ધાર્થ કોમ્પ્લેક્ષમા આવેલ છે.

સેલવાસના બ્રાન્ચ મેનેજર ભદ્રા રાઠોડ એમના હાથ નીચે પુનમ ગુપ્તા સાથે બીજી લેડીસો એજન્ટ તરીકે છે જેઓએ મને વિશ્વાસમા લઇ ફેમિલી ઈકોનોમી પ્લાનમા પૈસા રોકવાનુ નક્કી કરેલ જેમા ૨૦મહિનામા ૫૦હજાર ભરવાના હતા,૨૩એપ્રિલ ૨૦૦૭થી દર મહિને ૨૫૦૦રૂપિયાનો હપ્તો ભરવાનુ ચાલુ કરેલ જે સેલવાસ ઓફિસના કેશિયર પાસે ૨૦મહિના ભરેલ જેના બદલામા મને રસીદ આપવામા આવતી હતી,મુદત પુરી થતા કંપની દ્વારા એક લાખ ચૂકવવાના હતા જે મારી સ્કીમની મેચ્યુરિટી ૨૨/૧૧/૨૦૧૭ના રોજ પુરી થયા બાદ મારા એજન્ટ અમરસીંગ રાઠોડ તેમજ ભદ્રા રાઠોડ અને પૂનમ ગુપ્તાને પાકતી મુદતના પૈસા માટે મળેલ પરંતુ તેઓ મને વાયદા કરતા રહેતા અને આજદીન સુધી મારા પૈસા મળેલ નથી.

મને મળેલ માહિતી મુજબ બીજા ત્રણેક હજાર જેટલા ગ્રાહકોના અંદાજે કરોડો રૂપિયાનુ એજન્ટો તેમજ ફિનોમિનલ હેલ્થકેર સર્વિસીસ લિમિટેડના સંચાલકો મને તથા બીજા લોકોને વિશ્વાસમા લઇ અલગ અલગ સ્કીમમા નાણાંનુ રોકાણ કરાવી મેચ્યુરિટી પુરી થઈ ગયી હોવા છતા કંપનીના સંચાલકો દ્વારા નાણા ના ચૂકવી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરેલ જેથી તેઓ વિરુદ્ધ ફરિયાદ કરવામા આવી છે આ ફરિયાદના આધારે સેલવાસ પોલીસ દ્વારા આઇપીસી ૪૦૬,૪૨૦,૩૪મુજબ ફિનોમિનલ હેલ્થકેર સર્વિસીસ લિમિટેડ કંપનીના ચેરમેન એન.આર.સીંગ,મેનેજીંગ ડાયરેક્ટર પ્રભાકર મિશ્રા,ડાયરેક્ટર આર.એન.શુક્લા,અનિલ સીંગ,જનરલ મેનેજર સંજય પાંડે,એજન્ટ અમરસીંગ રાઠોડ તેમજ ભદ્રા રાઠોડ અને પૂનમ ગુપ્તા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

૧૧/૨૧, ૧૮:૨૮ જવશદફ જશક્ષલવ: રખોલી કરાડ રોડ પર સર્કલ અને બ્યુટીફીકેશન કાર્યનુ ખાતમુહુર્ત કરાયુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.