Abtak Media Google News

ખોટા સાટાખત તૈયાર કરીને આચરવામાં આવેલા જમીન કૌભાંડમાં ૩ એડવોકેટ સહિત ૮ સામે નોંધાઇ હતી ફરીયાદ

વાંકાનેરના માધાપર  ગામની ખેતીની જમીનના ખાતેદાર મલાભાઇ અજાભાઇ ઉર્ફે અરજણભાઇ હડિયલ મોબરી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા. ૧-૧૦-૧૮ ના રોજ અરજી કરતા મોરબી સીટીએ ડિવીઝન  પોલીસ સ્ટેશનના ગુન્હા રજી. નં. ૧૧૭/૧૮ થી એફઆઇઆર દાખલ કરી એલ.સી.બી. મોરબીને તપાસ સોંપવામાં આવેલ એફઆઇઆર દાખલ થયા પહેલા સંભવિત ધરપકડને કારણે વિજયસિંહ પ્રભાતસિંહ ડાભી, વનરાજભાઇ જેસાભાઇ સિતાપરા, જગદીશભાઇ બેચરભાઇ ઉકેડીયાએ મોરબીના નામદાર એડી. સેસન્સ જજ સાહેબની કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ જેમાં ફરીયાદ પક્ષે એવી અરજી રજુઆત કરવામાં આવેલ કે મિલ્કત વેચાણ અંગે છાપામાં જાહેરાત નોટીસ આપવામા ખેડુતોએ સહી કરી આપેલ જેના પરથી ખોટી બનાવટી અને ઉપજાવી કાઢેલ સહી કરી સાટાખત બનાવવા ખોટા ચુંટણી કાર્ડ બનાવી ખોટા ડોકયુમેન્ટઠનો ખરા તરીકે ઉપયોગ કરી ગુન્હો આચરેલ છે.

Advertisement

તેમજ આરોપી- અરજદાર પક્ષે રજુઆત કરવામાં આવેલ મેલાભાઇ અજાભાઇ વિગેરે ખેડુતો જાતે હાજર રહી નોટરી સમક્ષ જાતે સહી કરી તા. ૧૨-૯-૨૦૧૮ ના રોજ સાટાખત કરાર કરી આપેલ અને સોદા પેટે રૂપિયા ત્રણ લાખ ચેકથી પેમેન્ટ કરેલ જે ખેડુતોના ખાતામાં જમા થઇ ગયેલ હોય આ કામે એફઆઇઆર દાખલ થાય તે સમયે અરજદાર વિજયસિંહ પ્રભાતસિંહ ડાભી વનરાજ જેસાભાઇ સિતાપર અને જગદીશભાઇ બેચરભાઇ ઉકેડીયા આમ આ ત્રણેને રૂપિયા પચીસ હજાર ના જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે. આ કામે અરજદારના એડવોકેટ તરીકે સમીર કે. છાયા રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.