Abtak Media Google News

ભાવનગર જિલ્લા પોલીસ વડાએ ત્રીજુ નેત્ર ખોલ્યું: પોલીસ બેડામાં ફફડાટ

ભાવનગર જીલ્લાનાં મહુવા ખાતે સર્જાયેલી તંગદિલ વાતાવરણ સમયે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ રેન્જ આઈ.જી.પી.નરસિંમ્હા કોમર તથા જીલ્લા પોલીસ વડા પી.એમ.માલે મહુવા ખાતે રોકાણ કરી પરિસ્થિતિ નિયંત્રિત કરવા સફળ પ્રયાસ કરેલ તે સમયે મહુવા ખાતે ભાવનગર ઉપરાંત અમરેલી તથા બોટાદ જીલ્લામાંથી પોલીસ સ્ટાફ અને હોમગાર્ડના જવાનોને બંદોબસ્ત માટે ખાસ ફરજ પર નિયુકત કરાયેલ તે સમયે ઉચ્ચ અમલદારોએ સ્થળ તપાસણી કરતા કુલ ૨૧ પોલીસ કર્મચારી તથા ૧૦ હોમગાર્ડ જવાન ગેરહાજર જણાતા ગેરહાજર કર્મચારીઓ વિરુઘ્ધ જીલ્લા પોલીસ વડા દ્વારા આકરા પગલા ભરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ભાવનગર જીલ્લાનાં ૧૨ પોલીસ જવાનોને ભાવનગર જીલ્લા પોલીસ વડા દ્વારા પાણીચું પકડાવી અમરેલી તથા બોટાદ જીલ્લા પોલીસ વડા તેમજ હોમગાર્ડનાં કમાન્ડન્ટ (સેનાપીત)ને ઘટના સંદર્ભે પગલા ભરવા ભલામણ કરેલ છે.

મહુવા ખાતે તા.૨૩ના રોજ સર્જાયેલ તોફાન-આગચંપીની ઘટના બાદ મહુવા શહેરમાં સ્થિતિ નિયંત્રીત કરવા અને લોકોની સુરક્ષા જાળવવા જીલ્લા બહારની પોલીસની પણ મદદ લેવામાં આવેલ અને મહુવા ખાતે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેમાં રેન્જ આઈ.જી.નરસિમ્હા કોમર તથા જીલ્લા પોલીસ વડા પી.એમ.માલ તેમજ ઉચ્ચ અમલદારો મહુવા ખાતે રોકાયેલ હતા.

તંગદિલીના વાતાવરણ સમયે પોલીસ જવાનોને ફાળવાયેલ બંદોબસ્તનાં સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવતા ભાવનગર જીલ્લાના જુદા-જુદા પોલીસ મથક કવાર્ટસમાં ફરજ બજાવતા ૧૨ પોલીસ જવાન સંવેદનશીલ સમયે ફરજમાં ગેરહાજર જણાતા તેના વિરુઘ્ધ ખાતાકીય કડક કાર્યવાહી હાથ ધરવાના ભાગરૂપે ૧૨ પોલીસ જવાનને જીલ્લા પોલીસ વડાએ પાણીચુ પકડાવેલ.

ભાવનગર ઉપરાંત અમરેલી જીલ્લામાં આવેલા પૈકી ૭ અને બોટાદ જીલ્લામાંથી બંદોબસ્તમાં આવેલ પૈકી ૨ જવાનો ફરજના સ્થળે ગેરહાજર જણાયેલ તે બાબત અમરેલી તથા બોટાદ જીલ્લા પોલીસ વડાને અહેવાલ રજુ કરાયેલ છે. તદઉપરાંત ફાળવાયેલ બંદોબસ્તનાં સ્થળે ગેરહાજર જણાયે હોમગાર્ડના ૧૦ જવાન વિરુઘ્ધ ફરજ બેદરકારી દાખવવા સબબ રીપોર્ટ કરવા ગેરહાજર રહેલા જવાનો સામે પગલા ભરવા જીલ્લા પોલીસ વડા દ્વારા ભલામણ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.