Abtak Media Google News

કોર્પોરેટર વિજય વાંકની આગેવાનીમાં અમરનાથ યાત્રિકો પર આતંકી હુમલાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન: પાકિસ્તાન હાયહાયના નારા લગાવ્યા: કેન્દ્ર સરકાર સામે બંગડીઓ ફેંકી

કરોડો હિંદુઓના આસ્થાના પ્રતિકસમા અમરનાથ યાત્રામાં જતા ગુજરાતી યાત્રીઓ પર ગઈકાલે સાંજે આતંકવાદીઓએ હુમલો કરતા ૭ નિર્દોષ ગુજરાતીઓના મોત નિપજયા છે. આ જતન્ય કૃત્ય બાદ રાજયભરમાં ભારે જનાક્રોશ ફાટી નિકળ્યો છે. આજે કોંગી કોર્પોરેટર વિજય વાંકની આગેવાનીમાં કોંગી કાર્યકરોએ મવડી ચોકડી ખાતે આ ઘટનાના વિરોધમાં આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપતા આતંકવાદીઓની નનામી કાઢી પુતળા દહન કર્યું હતું. પાકિસ્તાન હાય…હાય…ના ઉગ્ર નારા લગાવ્યા હતા અને કેન્દ્ર સરકાર સામે બંગડીઓ પણ ફેંકી હતી.

Dsc 1510અમરનાથ યાત્રિકો પર ગઈકાલે સાંજે થયેલા હુમલામાં ૭ ગુજરાતીઓના મોત નિપજતા રાજયમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. આતંકવાદીઓને સબબ શીખવાડવાની માંગ ઠેર-ઠેરથી ઉઠી રહી છે. આજે શહેરના મવડી ચોકડી વિસ્તારમાં કોંગી કોર્પોરેટર વિજય વાંક, વિધાનસભા-૭૦ના કોંગી અગ્રણી ગોપાલભાઈ અનડકટ અને ફરિયાદ નિવારણ સેલના પ્રમુખ રણજીતભાઈ મુંધવાની આગેવાનીમાં કોંગ્રેસે અમરનાથ યાત્રિકો પર થયેલા હુમલાના વિરોધમાં આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. કોંગી કોર્પોરેટરો અને કાર્યકરોએ આતંકવાદીઓનું પૂતળુ બનાવી તેની નનામી કાઢી હતી અને ત્યારબાદ મવડી ચોકડી ખાતે આ પુતળાનું દહન કયુર્ં હતું. અગાઉ જયારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે નરેન્દ્ર મોદી આતંકી હુમલા બાદ એવી દંફાસો હાંકતા હતા કે એક માથાના બદલામાં કેન્દ્ર સરકારે ૧૦ આતંકીઓના માથા વાઢી લાવવા જોઈએ. આજે જયારે કેન્દ્રમાં એનડીએની સરકાર છે કે અને છાશવારે આતંકી હુમલાઓ થઈ રહ્યા છે છતાં સરકાર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.

આજે મવડી ચોકડી ખાતે આશ્ર્ચર્યજનક કાર્યક્રમ દરમિયાન કોંગી કોર્પોરેટરોએ કાળા માટલા પર આતંકવાદીઓનો ચહેરો ચિતર્યો હતો અને તે માટલાને પુતળા પર બેસાડી તેનું માથુ વાઢી નાખ્યું હતું. કેન્દ્રની નમાલી સરકાર સામે તેઓએ બંગડી પણ ફેંકી હતી સાથો સાથ પાકિસ્તાન હાય…હાય…, પાકિસ્તાન મુર્દાબાદ જેવા નારા લગાવ્યા હતા. અમરનાથ યાત્રિકો પર આતંકી હુમલાના વિરોધમાં વિશ્ર્વ હિન્દુ પરીષદે પણ ત્રિકોણબાગ ખાતે આતંકીઓના પુતળાનું દહન કર્યું હતું. ગઈકાલની ઘટના બાદ ભારે આક્રોશ ફાટી નિકળ્યો છે અને હવે આતંકીઓને ઝેર કરવા માટે કેન્દ્ર સરકાર તાકીદે કોઈ કડક કાર્યવાહી કરે તેવી માંગ વધુ બુલંદ બની રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.