Abtak Media Google News

2022-2023 ના સભ્યો માટે નાટક, ચિલ્ડ્રન કલબના સભ્યો માટે ફિલ્મ શો, ઇવનીંગ પોસ્ટના સભ્યો માટે હસાયરો અને સંગીત સંઘ્યાનું આયોજન: નવા વર્ષની નોંધણી 1 માર્ચથી થશે: આ વર્ષે પણ સભ્ય ફીમાં કોઇ વધારો નહીં કરાઇ

છેલ્લાં 42 વર્ષથી વિવિધ ક્ષેત્રે અનેક સેવાકાર્યો કરતી સરગમ કલબમાં સભ્ય થવાની સોનેરી તક ફરી આવી છે. આગામી 1લી એપ્રિલથી નવું વર્ષ શરુ થશે અન મનોરંજક કાર્યક્રમોની હારમાળા શરુ થશે. આ માટેની સભ્ય નોંધણી પ્રક્રિયા પહેલી માર્ચથી શરુ થઇ હશે. દરમિયાન હાલના એટલે કે 2022-23 નાં વર્ષના સભ્યો માટે છેલ્લાં કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે.  ચાલુ વર્ષના સભ્યો માટે મુંબઈના પ્રખ્યાત નાટક નું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય ચિલ્ડ્રન કલબના સભ્યો માટે ફિલ્મ શો અને ઇવનિંગ પોસ્ટના સભ્યો માટે સંગીત સંધ્યા અને હસાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્યારે આજે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા સરગમ કલબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, સરગમ કલબ વર્ષના બારેય માસ અને અને મહિનામાં ત્રીસેય દિવસ સેવાકીય પ્રવૃત્તિ કરતી સેવાભાવી સંસ્થા છે. સરગમ કલબ નાના બાળકોથી લઈને વડીલો સુધીના લોકોને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તે પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન સરગમ પરિવારના સભ્યોને 10 શ્રેષ્ઠ કાર્યક્રમો આપવામાં આવે છે.

Saragam Club

આ સાથે જ નવા 2023-24ના વર્ષ માટેના સભ્યપદ માટેની તૈયારી ચાલી રહી છે. તા. 1/3/23 થી 25/3/23 સુધી નવા વર્ષના સભ્ય માટેના ફોર્મ ભરી શકાશે. આ જ તારીખમાં ફોર્મ ભરીને યાજ્ઞિક રોડ ઉપર જાગનાથ મંદિરની બાજુમાં ગુણવંતભાઈ ડેલાવાળાની ઓફિસે આપવાનું રહેશે.સરગમ ચિલ્ડ્રન કલબની વાર્ષિક ફી માત્ર 500 રૂપિયા છે. લેડીઝ કલબની વાર્ષિક ફી 600 રૂપિયા, સીનીયર સીટીઝન કલબની સભ્ય ફી 700 રૂપિયા ( દંપતિ હોય તો 1400 રૂપિયા ) કપલ કલબની ફી 1400 રૂપિયા, જેન્ટ્સ કલબની ફી 700 રૂપિયા અને સીનીયર સીટીઝન પાર્ક ( ઇવનિંગ પોસ્ટ )ની ફી માત્ર 200 રૂપિયા રહેશે. આ વાર્ષિક ફી છે અને આટલી ટોકન ફીમાં શ્રેષ્ઠ નાટક, મ્યુઝીકલ નાઈટ, હસાયરો જેવા કાર્યક્રમો માણવા મળશે. નવું વર્ષ 1/4/23 થી 31/3/24 સુધીનું રહેશે અને 20મી એપ્રિલ થી નવા વર્ષના કાર્યક્રમોની શરૂઆત થશે.સરગમ કલબ સંચાલિત સીનીયર સિટીઝન માટેના ઇવનિંગ પોસ્ટના સભ્ય સંખ્યા નંબર 1 થી 1100 માટે તા. 2/3/23 ને મંગળવારે હેમુગઢવી નાટ્યગૃહ માં સાંજે 5-30 થી 8-30 દરમિયાન મ્યુઝીકલ પાર્ટી અને હસાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા સરગમ કલબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, સરગમ કલબ વર્ષના બારેય માસ અને અને મહિનામાં ત્રીસેય દિવસ સેવાકીય પ્રવૃત્તિ કરતી સેવાભાવી સંસ્થા છે. સરગમ કલબ નાના બાળકોથી લઈને વડીલો સુધીના લોકોને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તે પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન સરગમ પરિવારના સભ્યોને 10 શ્રેષ્ઠ કાર્યક્રમો આપવામાં આવે છે.હાલમાં 2023નું વર્ષ ચાલી રહ્યું છે અને તેનું સભ્યપદ માર્ચના અંતમાં પૂરું થવામાં છે ત્યારે વર્ષના છેલ્લા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે જ નવા 2023-24ના વર્ષ માટેના સભ્યપદ માટેની તૈયારી ચાલી રહી છે.

તા. 1/3/23 થી 25/3/23 સુધી નવા વર્ષના સભ્ય માટેના ફોર્મ ભરી શકાશે. આ જ તારીખમાં ફોર્મ ભરીને યાજ્ઞિક રોડ ઉપર જાગનાથ મંદિરની બાજુમાં ગુણવંતભાઈ ડેલાવાળાની ઓફિસે આપવાનું રહેશે. ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું છે કે, સરગમ પરિવારના સભ્ય થવા માટે ટોકન ફી લેવામાં આવે છે. આ વરસે પણ ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સરગમ ચિલ્ડ્રન કલબની વાર્ષિક ફી માત્ર 500 રૂપિયા છે. લેડીઝ કલબની વાર્ષિક ફી 600 રૂપિયા, સીનીયર સીટીઝન કલબની સભ્ય ફી 700 રૂપિયા ( દંપતિ હોય તો 1400 રૂપિયા) કપલ કલબનીફી 1400 રૂપિયા, જેન્ટ્સ કલબનીફી 700રૂપિયા અને સીનીયર સીટીઝન પાર્ક ( ઇવનિંગ પોસ્ટ )ની ફી માત્ર 200રૂપિયા રહેશે. આ વાર્ષિક ફી છે અને આટલી ટોકન ફીમાં શ્રેષ્ઠ નાટક, મ્યુઝીકલ નાઈટ, હસાયરો જેવા કાર્યક્રમો માણવા મળશે.

નવું વર્ષ 1/4/23 થી 31/3/24 સુધીનું રહેશે અને 20મી એપ્રિલ થી નવા વર્ષના કાર્યક્રમોની શરૂઆત થશે.

આ પત્રકાર પરિષદમાં ગુણવંતભાઈ ડેલાવાળા, વજુભાઈ વાળા, મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા, સ્મિતભાઈ પટેલ, કિરીટભાઈ આદ્રોજા, એમ.જે.સોલંકી, રાકેશભાઈ પોપટ, ખોડીદાસભાઈ પટેલ, સહિતના મહાનુભાવો  ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમોની વણઝાર

  • 17/4/2023 એ તારક તોફાને ચડયો
  • 23/4/2023 થી 30/4/2023 આઠ દિવસ ઉજજૈન- ઓમકાલેશ્વર, મહાલેશ્વર – વારાણસી – અયોઘ્યા – પ્રયાગરાજ પ્રવાસ
  • 4/5/2023 થી 15/5/2023 11 દિવસ બહેનો માટે સમર ટ્રેનીંગ
  • 16/4/2023 સાધારણ સભા (જેન્ટસ કલબ)
  • 2/5/2023 ક્રિષ્ના વોટસ પાર્ક પિકનીક
  • 4/5/2023 પિકચર શો
  • 28/5/2023 થી 1/6/2023 જાદુગર મંગલ કાર્યક્રમ
  • સરગમ પરિવારના સભ્યો માટે 17 દિવસ માટે લંડન અને યુરોપની ટુર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.