Abtak Media Google News
  •  મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પુનમબેન માડમે કોંગી કાર્યકરોને ખેસ પહેરાવી આવકાર્યા
  •  જામજોધપુર તાલુકાના કોંગી આગેવાનો પણ ભાજપમાં જોડાયા

Whatsapp Image 2024 03 29 At 11.51.28 F60891E8

ભારત વિશ્વ સ્તરે અગ્રેસર બન્યું છે, વિકાસશીલ બન્યું છે, દેશનું અર્થતંત્ર મજબૂત બન્યું છે ત્યારે 800 જેટલાં કોંગ્રેસનાં કાર્યકરોએ   વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદી ની કાર્યશૈલીથી પ્રભાવિત થઈ કોંગ્રેસ સાથે છેડો ફાડી, લોકલાડીલા સાંસદ   પૂનમબેન માડમ, મંત્રી   મુળુ ભાઈ બેરા, જીલ્લા ભાજપ પ્રમુખ   મયુર ભાઈ ગઢવીની ઉપસ્થિતિ માં ભારતીય જનતા પાર્ટી માં જોડાયા.

દ્વારકા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને જિલ્લા પંચાયત સદસ્ય એભાભાઈ કરમુર, વિરોધ પક્ષ નેતા અને તાલુકા પંચાયત સદસ્ય  યોગેશભાઈ નંદાણીયા, તાલુકા પંચાયત સદસ્ય   લક્ષ્મણભાઈ ચાવડા, દ્વારકા કોંગ્રેસ બક્ષીપંચ સેલ પ્રમુખ   કિશનભાઈ ભાટિયા, તાલુકા પંચાયત સદસ્ય વાડીનાર માલસીભાઈ ડાહિયા, દ્વારકા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ   સાવન કરમુર,  એપીએમસી ડિરેક્ટર ખંભાળિયા  બાબુભાઈ ગોજિયા, સહિત 14 જેટલા સરપંચઓ તેમજ પૂર્વ સરપંચઓ સહિત 800 કાર્યકર્તાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટી માં જોડાયા.

તબક્કે સાંસદ  પૂનમબેન માડમ, મંત્રી  મુળુ ભાઈ બેરા, જીલ્લા ભાજપ પ્રમુખ  મયુર ભાઈ ગઢવી તેઓને ભાજપ નો ખેસ પહેરાવી આવકાર્ય.

સતત બે ટર્મ સુધી સાંસદ તરીકે રહી પ્રજાનો વિશ્વાસ સંપાદીત કરનારા   નેતા  પૂનમબેન માડમની નિયમીત તાલુકા તથા શહેરી મંડલોની મુલાકાત સમયે કાર્યકરો અને પ્રજાજનોમાં અનેરો ઉત્સાહ અને આનંદનો સ્વયંભુ લાગણી જોવા મળી રહી છે. ઠેરઠેર સ્વાગત અને સન્માન સાથે પૂનમબેનની કામગીરી ને બિરદાવમાં આવી રહી છે. વિશેષમાં ગુજરાતના પનોતા પુત્ર   નરેન્દ્રભાઈ મોદી દ્વારા આગામી સમયમાં વિકસીત ભારત ની ગેરંટી પર સમગ્ર દેશને વિશ્વાસ હોવાથી સમગ્ર દેશની સાથો સાથે જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભા વિસ્તારના તમામ સમાજના અને રાજકીય અગ્રણીઓ ભાજપ સાથે જોડાઈને વિકાસયાત્રામાં જોડાઈ રહેલ છે.

Whatsapp Image 2024 03 29 At 11.51.35 D465610A

લોકસભાની ચૂંટણી પહેલા સમગ્ર હાલારમાં એક પ્રકારનું સકારાત્મક પરિવર્તનની લહેર ઉઠી છે. તાજેતરમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓ કાર્યકરો સહિત ભાજપની વિચારધારાને સ્વીકારી રાષ્ટ્રહિતમાં ભાજપ સાથે જોડાવાનો નિર્ણય કરેલ છે જે સાંસદ પૂનમબેન માડમ અને ભાજપ પ્રત્યેની અતુટ સમર્થનનું પ્રતિક છે તે કહી શકાય.

ભાજપમાં જોડાનાર આગેવાનોમાં રાજેશભાઈ કાલરીયા (ટપુભાઈ) કોર્પોરેટર, જામજોધપુર નગરપાલિકા, રામશીભાઈ મૈયાભાઈ બેરા જિલ્લા પંચાયત, વડવાળાના માજી સભ્ય, દાનાભાઈ બુટાવદરમાં દલિત સમાજનું પ્રતિનિધિત્વ ધરાવતા હીરાભાઈ મકવાણા તાલુકા તાલુકા પંચાયતના સભ્ય, જામ જોધપુર, હમરભાઈ જલુ બુટાવદરના સરપંચ, જીવાભાઈ ગોજીયા બુટાવદરના માજી સરપંચ, જીવરામભાઈ ભરાડ આંબરડી મેવાસા, શૈલેષભાઈ દવેધ્રાફાથી ગ્રામ પંચાયત સભ્ય, કિશોરભાઈ દવે યુવા રાજગોર બ્રાહ્મણ મહામંત્રી, જામ જોધપુર, જયેશભાઈ શીલુ રાજગોર બ્રાહ્મણ પ્રમુખ, બગધરા, દયારામભાઈ દવેગ્રામ પંચાયત સામ્ય, બગધરા, અશ્વિનભાઈ મકવાણા (કડવા પટેલ) તાલુકા પંચાયતના સભ્ય, જામજોધપુર, રતિલાલ મોડિયા કડવા પટેલ અગ્રણી, મયુરભાઈ ધાનિયા તાલુકા પંચાયતથી વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા તથા કિશાન કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ, જામ જોધપુર, ગોવિંદ દધાણીયા કડવા પટેલ સમાજના પ્રમુખ, અને શેઠવડાળા ગ્રામ પંચાયતના માજી સરપંચ, જગદીશ સોરઠીયા (લેઉવા પટેલ) ગ્રામ પંચાયતના સરપંચ, જશાપર, જમનભાઈ માલવિયા (લેઉવા પટેલ)-ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, સડોદર, જયદિપભાઈ વડોદરા (લેઉવા પટેલ)- કલ્યાણપુરના યુવા અગ્રણી, અમીશભાઈ હર્ષોલા (લેઉવા પટેલ) ગ્રામ પંચાયતના સભ્ય, કલ્યાણપુર, ભુરાભાઈ મકવાણા   દલિત સમાજના યુવા પ્રમુખ, જામ જોધપુર, માંજાભાઈ મેર, પાટર ગ્રામ પંચાયતના માજી સરપંચ અરવિંદભાઈ નાગરીયા (કડવા પટેલ) ગ્રામ પંચાયત માં સરપંચ, કોટડા બાવીસી, હિરેનભાઈ દધણીયા, ગ્રામ પંચાયતના સભ્ય, શેઠવડાળા કાર્યકર સહિત જોડાયેલ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.