Abtak Media Google News

કોંગ્રેસેનો એકડો દેશમાંથી, અનેક રાજ્યોમાંથી અને ગુજરાતમાંથી નીકળી ગયો છે: કોંગ્રેસે નહેરૂ ગાંધી પરિવારમાંથી મુક્ત ઈને નવસર્જન કરવાનો એકડે એકી પ્રયાસ કરવો જોઈએ

Advertisement

કોંગ્રેસના નેતાઓ સામે પ્રતિક્રિયા આપતાં પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર માંથી કોંગ્રેસ ગઈ, એક પછી એક રાજ્ય માંથી કોંગ્રેસ ગઈ, ગુજરાતમાં ૧૪ ધારાસભ્યો અને અનેક આગેવાનો, ચૂંટાયેલા સભ્યો કોંગ્રેસ મુક્ત બન્યાં. દરેક પેટાચૂંટણીમાં કોંગ્રેસની હાર થાય છે તેવાં સંજોગોમાં કોંગ્રેસેનો એકડો દેશ માંથી, અનેક રાજ્યો માંથી અને ગુજરાત માંથી નીકળી ગયો છે અને કોંગ્રેસ વિસર્જનની દિશામાં આગળ વધી રહી છે ત્યારે કોંગ્રેસે નહેરૂ ગાંધી પરિવાર માંથી મુક્ત ઈને નવી કોંગ્રેસનું નવસર્જન કરવાનો એકડે એકી પ્રયાસ કરવો જોઈએ. કોંગ્રેસના ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં ૫ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખો બનાવ્યાં છે.જમ્બો સંગઠન માળખાની જાહેરાત કર્યાં પછી પણ કોંગ્રેસની આંતરીક જૂબંધી અને ક્કળાટ એટલો વધ્યો છે.

ભાજપ સતત કાર્યક્રમો દ્વારા લોકોની સેવામાં લોકોની વચ્ચે જ હોય છે. ભાજપ સરકાર અને ભાજપ સંગઠન કૃષિ મહોત્સવમાં કિસાનોની વચ્ચે હોય છે. પ્રવેશોત્સવ અને ગુણોત્સવમાં બાળકો અને વાલીઓની વચ્ચે હોય છે. સેવા-સેતુ કાર્યક્રમમાં ૯૪,૪૮,૩૮૬ વ્યક્તિગત પ્રશ્નોનો ઉકેલમાં લોકોની મદદમાં હોય છે. કોંગ્રેસ પ્રજામાં જતી ની. લોકોની સેવા સો કોંગ્રેસનો  સ્નાનસૂતકનો સંબંધ પણ ની. જયારે ચૂંટણી આવે છે ત્યારે દેખાઈ છે અને ચૂંટણી પૂરી થાય એટલે જતી રહેશે. કોંગ્રેસને અમારે યાદ કરાવવું છે કે, જયારે અતિવૃષ્ટિમાં કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોરની ફાઈવસ્ટાર હોટેલમાં જલસા કરતાં હતાં ત્યારે ભાજપના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને મંત્રી, ધારાસભ્યો સળંગ ૫ દિવસનો કેમ્પ કરીને સરકારી તંત્રને લોકોની સેવામાં જોડ્યું હતું. ભાજપના હજારો કાર્યકર્તાઓએ જીવન જરૂરીયાતની ચીજોની લાખો કીટ્સ લઈને લોકોની સેવામાં રાતદિવસ પડખે ઊભા હતાં. ઘણાં વર્ષોી કોંગ્રેસ બેરોજગાર છે. ૨૦ વર્ષી સત્તા વગર તડફડે છે. પ્રજામાં કોઈ સેવાકીય કે રચનાત્મક કાર્યક્રમો આપતી ની.

કોંગ્રેસે કિસાનોની વાત કરતાં પહેલા ગુજરાતની જનતા અને કિસાનોની ભાગ્યરેખા એવી નર્મદાને અટકાવવીને કોંગ્રેસ જે પાપ કર્યું છે. તેની ગુજરાતની જનતાની માફી માંગે. કોંગ્રેસના સમયમાં ચાર-પાંચ કલાકે વિજળી મળી ન હતી. શહેર અને ગામડામાં અંઘારપટ રહેતો હતો. હવે, ૧૬ કલાક વિજળીની વાતો કરે છે. કોંગ્રેસના સમયમાં ૯ હજાર કરોડનું કૃષિ ઉત્પાદન હતું. આજે ભાજપનાં સમયમાં ૧ લાખ ૨૬ હજાર કરોડનું કૃષિ ઉત્પાદન છે. ખેડૂતોને માત્ર ૧ ટકાના વ્યાજે લોનધીરાણ આપવામાં આવે છે. નર્મદા યોજના દ્વારા સૂઝલામ સૂફલામ, સૌની યોજનાી લાખો હેકટર જમીનને સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવ્યું છે. કોંગ્રેસેના પાપે નર્મદા ડેમનું કામ મોડું પૂરું યું તેી બાકીના લાખો હેકટરમાં સિંચાઈનું પાણી હવે પહોંચવાનું છે.

આ પહેલા ૨૦ ટકા ઈ.બી.સી.ની વાત કરી. શું એકય રાજયમાં ૧ ટકા પણ બહાર પાડી ? ઉલ્ટુ ભાજપે ૧૦ ટકા ઈ.બી.સી.જાહેર કરી તેનો પણ વિરોધ કર્યો ઘરના ઘરની યોજનામાં જેમ મહિલાઓની મશ્કરી કરી તેમ બેરોજગારી ભથ્ુની છેતરામણી અને જૂઠ્ઠી જાહેરાત કરીને યુવાનોની મશ્કરી  કરી છે.કોંગ્રેસના રાજમાં મફત વિજળી આપવાની જાહેરાત કરે પણ ક્યારેય આપી ની. કોંગ્રેસને ખબર છે કે તે ક્યારેય સત્તામાં આવવાની ની તેી પ્રજાને ગેરમાર્ગે દોરવા જૂઠ્ઠી, છેતરામણી અને અવાસ્તવિક જાહેરાતો કરે છે પરંતુ ગુજરાતની જનતા કોંગ્રેસના આવા જૂઠ્ઠા નાટકોને ઓળખી ચૂકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.