Abtak Media Google News

કોંગ્રેસનું સુત્ર કોંગ્રેસ આવે છે તેને બદલે કોંગ્રેસ જાય છે એ યોગ્ય ગણાશે

ગુજરાત ભાજપ પ્રવકતા ભરત પંડયાએ કોંગ્રેસના કાર્યક્રમ સામે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પોતે જ વિસર્જનની દિશામાં હોય ત્યારે કોંગ્રેસના નવસર્જનની વાત એ હાસ્યાસ્પદ છે. કોંગ્રેસે પહેલા પોતાની પાર્ટીનું નવસર્જન કરવું જોઈએ પછી ગુજરાતના નવસર્જનની વાત કરવી જોઈએ. એક પછી એક રાજયોમાં કોંગ્રેસનું વિસર્જન તું જાય છે, કોંગ્રેસ હારતી જાય છે. ગુજરાતમાં પણ એક રાજ્યસભાની ચૂંટણી પછી અલગ અલગ સમાજના અનેક આગેવાનો, ધારાસભ્યો કોંગ્રેસ મુકત બન્યાં છે. કોંગ્રેસના નેતૃત્વને અને કોંગ્રેસના ધારાસભ્યોને એકબીજા ઉપર ભરોસો ની એવા સંજોગોમાં ગુજરાતમાં પણ કોંગ્રેસ ૨૫ ટકા તુટી છે ત્યારે કોંગ્રેસનું સુત્ર કોંગ્રેસ આવે છે તેને બદલે કોંગ્રેસ જાય છે એ સુત્ર યોગ્ય ગણાશે.

કોંગ્રેસના સમયમાં સાબરમતીની રેતીમાં બારે મહિના સરકસના તંબુ લગાવવામાં આવતાં હતાં. ભાજપ સરકારમાં રીવરફન્ટ સમગ્ર વિશ્વમાં ગુજરાતના વિકાસનાં મોડેલના પ્રતિક તરીકે જાણીતો બન્યો છે.

રાહુલ ગાંધી આ રીવરફ્રન્ટ ઉપર કાર્યક્રમ કરી રહ્યાં છે એમને જણાવાનું કે, ગુજરાતની જનતાને જવાબ આપતાં જાય કે, આ રીવરફ્રન્ટ એમને કેવો લાગ્યો ? અને પછી વિકાસના સંદર્ભમાં ભાજપ ઉપર આક્ષેપ કરે. રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાત હંમેશા હાસ્યાસ્પદ અને નાટયાત્મક રહી છે. પોતાની નિષ્ક્રીર્યતા, નિષ્ફળતા અને નકારાત્મકતાને છૂપાવવા માટે એ મીડિયા ઉપર, ભાજપ  ઉપર અને ગુજરાત અને ગુજરાતીઓ ઉપર આક્ષેપ કરે છે.

નરેન્દ્રભાઈ મોદીની એક વિશ્વસ્તરીય પ્રતિષ્ઠા અને પ્રતિભાની ઈર્ષ્યામાં માત્ર ગુજરાતને ટાર્ગેટ બનાવવા માટે એમનો પ્રવાસ ાય છે. રાહુલ ગાંધીના યુ.પી.એ.ના ૧૦ વર્ષના શાસનનોહિસાબ આપતાં જાય કે, ગુજરાતને હળાહળ અન્યાય કેમ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં, નર્મદા યોજનામાં જે તે સમયે કોંગ્રેસની રાજય સરકારોએ એને અટકાવવા માટે પ્રયત્ન કર્યો હતો તેનો જવાબ આપતા જાય. કોંગ્રેસની યુ.પી.એ. સરકારમાં નર્મદાને અવરોધવાનું પાપ કર્યું હતું. દસ વર્ષમાં નર્મદા ડેમની મંજૂરી કેમ નહીં આપી ?તેનો જવાબ આપતાં જાય. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૭ દિવસમાં ડેમના દરવાજાની મંજૂરી આપી એ ઈર્ષ્યા તેમને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.