Abtak Media Google News

વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મહિલાને પ્રોજેકટ કરાય તેવી ધારણા

આરએસએસના પીઠબળ સિવાયના ચેહરાને સ્વીકારવા કોંગ્રેસ તૈયાર

આગામી લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન મજબૂત બનાવવા કોંગ્રેસ ધમપછાડા કરી રહી છે. જે પક્ષ લોકસભામાં વધુ બેઠકો ઉપર વિજય મેળવશે તે પણના ઉમેદવારને વડાપ્રધાન બનાવવાની તૈયારી પણ કોંગ્રેસે દર્શાવી છે. માત્ર શરત એટલી જ છે કે, જે તે ઉમેદવાર આરએસએસને સંલગ્ન હોવો ન જોઈએ.

વર્ષ ૨૦૧૯ લોકસભામાં ભાજપને સત્તાી દૂર રાખવા કોંગ્રેસ હવે પરિવારવાદ ત્યજવા પણ તૈયાર છે. જો ગઠબંધની ચૂંટણી જીતાશે તો જે પણ સૌથી વધુ બેઠકો લાવ્યો હશે તે પક્ષના ઉમેદવારને વડાપ્રધાન બનાવવામાં આવશે. બીજી તરફ આગામી લોકસભા ચૂંટણીમાં વિરોધ પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મહિલા ઉમેદવારને પણ પ્રોજેકટ કરવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે.

વિપક્ષ છાવણી બહુજન સમાજવાદી પક્ષના માયાવતી અવા તૃણમુલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરે તેવી ધારણા છે. હાલ કોંગ્રેસનું માનવું છે કે, પીડીપી અને શિવસેના જેવા પક્ષો નાખુશ હોય ત્યારે જો ચૂંટણીમાં ભાજપને બહુમતી નહીં મળે તો સત્તા ઉપર આવવાની તક છે. વડાપ્રધાન મોદી એકલા હાથે ફરીથી ૨૮૦ જેટલી બેઠકો જીતી શકશે નહીં તેવો વિશ્ર્વાસ કોંગ્રેસને છે.

કોંગ્રેસની થિંક ટેન્કનું એવું પણ માનવું છે કે, જો ઉત્તરપ્રદેશ અને બિહારમાં મહાગઠબંધન કામ કરી જશે તો મોદીને સત્તા ઉપર ફરીથી આવવું ખૂબજ મુશ્કેલ બની જશે. ઉત્તરપ્રદેશમાં લોકસભાની ૮૦ જયારે બિહારમાં ૪૦ બેઠકો છે. આ બન્ને રાજયોની બેઠકોનો સરવાળો દેશની કુલ લોકસભાની ૨૨ ટકા બેઠકો જેટલો થાય છે. દેશમાં હાલ લોકસભાના સભ્યોની સંખ્યા કુલ ૫૪૩ છે. માટે મહાગઠબંધનનું સંપૂર્ણ ધ્યાન ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા રાજયો પર રહેશે. આ રાજયો જ લોકસભા ચૂંટણી જીતવાના તાળાના ચાવી છે તેવું દેશના તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશીક પક્ષો માને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.