Abtak Media Google News

બીજી યાદીમાં કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની  બેઠકો માટે ઉમેદવારો  જાહેર કરાશે

ગુજરાતમાં  છેલ્લા 27 વર્ષથી સત્તાવિહોણી  કોંગ્રેસ દદ્વસારા  ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે   ગત 4 નવેમ્બરના રોજ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. દરમિયાન   આવતી કાલે  રાત સુધમાં  અથવા મોડામાં મોડુ શુક્રવારે સવારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી દેવામાં આવશે જેમાં 50  બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવે તેવી  સંભાવના  જણાય રહી છે.

કોંગ્રેસ દ્વારા   43 બેઠકો માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરાયાબાદ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર  દ્વારા એવું નિવેદન આપવામાં  આવ્યું હતુ કે હવે કોંગ્રેસ ભાજપના  ઉમેદવારોના નામ જાહેર થયા બાદ  બીજી યાદી જાહેર કરશે ભાજપ દ્વારા આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ  થયા બાદ   મોડી સાંજે  અથવા રાતે  ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવે તેવી સંભાવના હાલ જણાય રહી છે.  ત્યારે  કોંગ્રેસ દ્વારા  પણ આવતીકાલે અથવા શુક્રવારે સવારે ઉમેદવારોના નામની બીજી યાદી  જાહેર કરી દેવામાં આવે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસની પ્રથમ યાદીમા સૌરાષ્ટ્ર-કચ્છની 10 બેઠકો માટે ઉમેદવારો  જાહેર કરાયા છે. હજી 44  બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા નથી આ ઉપરાંત  દક્ષિણ ગુજરાતની બેઠકો માટે પણ નામો જાહેર કરવાનું બાકી હોય કોંગ્રેસ દ્વારા  બીજી યાદીમાં   સૌરાષ્ટ્ર-કચ્છની  46 સહિત દક્ષિણ ગુજરાતની બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોના નામની સતાવાર ઘોષણા કરવામાં આવશે   દરમિયાન  5 ડિેસેમ્બરે બીજા તબકકામાં જે  93 બેઠકો માટે મતદાન થવાનું છે. તે બેઠકો માટે આવતા સપ્તાહે અલગ અલગ  બેથી ત્રણ    યાદીમાં કોંગ્રેસ દ્વારા   ઉમેદવારોના નામની ઘોષણા  કરવામા આવશે.

ભાજપ દ્વારા  ઉમેદવારોના નામની સતાવાર યાદી જાહેર કરાયા બાદ  કોંગ્રેસ દ્વારા  જ્ઞાતિ  જાતીના સમીકરણો,  મહિલા અને પુરૂષ ઉમેદવારોનું સંતુલન, બક્ષીપંચ, પાટીદાર, સવર્ણો અને દલીત સમાજનું બેલેન્સ  કર્યા બાદ ઉમેદવારોની યાદી જાહેર  કરાશે બીજી તરફ  છોટા ઉદેપુરના ધારાસભ્ય   મોહનસિંંહ  રાઠવા  કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાય ગયા છે.   તાલાલાના  ધારાસભ્ય   ભગવાનજીભાઈ  બારડ પણ   કોંગ્રેસ છોડી  ભાજપનો  કેસરીયો ખેસ ધારણ   કરે તેવી અટકળો ચાલી રહી છે. આવામાં આ બંને બેઠકો માટે  ઉમેદવારો નકકી કરાયા કોંગ્રેસ નવેસરથી કસરત કરવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.