Abtak Media Google News
  • ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર
  • ભાવનગર જિલ્લાની સાત બેઠકો પર સૌથી વધુ 66 ઉમેદવારો જ્યારે બોટાદ જિલ્લાની બે બેઠકો માટે સૌથી ઓછા 19 ઉમેદવારો: ગોંડલ બેઠક પર માત્ર ચાર અને મોરબી બેઠક પર સૌથી વધુ 17 મૂરતીયાઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં આગામી 1 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે મતદાન થવાનું છે. તેના માટે ગઇકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. 89 બેઠકો માટે 788 ઉમેદવારો મેદાનમાં છે. સૌરાષ્ટ્રની 48 બેઠકો પર મોટાભાગે ત્રિકોણીયો જંગ જામશે. કુલ 452 ઉમેદવારો મેદાનમાં છે. સૌથી ઓછા ઉમેદવાર ગોંડલ વિધાનસભા બેઠક પર માત્ર ચાર ઉમેદવાર છે. જ્યારે મોરબી બેઠક પર સૌથી વધુ 17 ઉમેદવારો મેદાનમાં છે.

રાજકોટ જિલ્લામાં 68- રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 8 ઉમેદવારો, 69 રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભામાં કુલ 13 ઉમેદવારો, 70 – રાજકોટ દક્ષિણ વિધાનસભામાં કુલ 8 ઉમેદવારો, 71 – રાજકોટ ગ્રામ્ય (અ.જા) વિધાનસભામાં કુલ 11 ઉમેદવારો અને 72-જસદણ વિધાનસભામાં કુલ 6 ઉમેદવારો, 73 ગોંડલ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 4 ઉમેદવારો, 74 – જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં કુલ 8 ઉમેદવારો, 75 – ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં કુલ 7 ઉમેદવારો ચુંટણીમાં ભાગ લેશે. રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા માટે કુલ જિલ્લામાં 65 ઉમેદવારો ચૂંટણી લડશે.

જામનગર જિલ્લાની પાંચ બેઠકો માટે 45 ઉમેદવારો મેદાનમાં છે. કાલાવડ બેઠક પર પાંચ, જામનગર ગ્રામ્ય બેઠક પર 6, જામનગર ઉત્તર બેઠક પર 11, જામનગર દક્ષિણ બેઠક પર 14 અને જામજોધપુર બેઠક પર 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકો પર 34 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં માણાવદર બેઠક પર 7 ઉમેદવારો, વિસાવદર બેઠક પર 9 ઉમેદવારો, કેશોદ બેઠક પર પાંચ ઉમેદવારો, માંગરોળ બેઠક પર 7 ઉમેદવારો અને જૂનાગઢ બેઠક પર 6 ઉમેદવારો મેદાનમાં છે.

જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ બેઠકો પર 57 ઉમેદવારો મેદાનમાં છે. દસાડા બેઠક પર 9 ઉમેદવારો, લીંબડી બેઠક પર 15 ઉમેદવારો, વઢવાણ બેઠક પર 11 ઉમેદવાર, ચોટીલા બેઠક પર 9 ઉમેદવારો અને ધ્રાંગધ્રા બેઠક પર 13 ઉમેદવારો મેદાનમાં છે. ગીર સોમનાથ જિલ્લાની ચાર બેઠકો માટે 34 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં વેરાવળ બેઠક માટે 9 ઉમેદવાર, તાલાલા બેઠક માટે 10 ઉમેદવાર, કોડીનાર બેઠક માટે પાંચ ઉમેદવાર, ઉના બેઠક માટે 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે બેઠકો માટે 24 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં દ્વારકા બેઠક માટે 13 અને ખંભાળિયા બેઠક માટે 11 ઉમેદવાર ચૂંટણી લડશે. બોટાદ જિલ્લાની બે બેઠકો માટે 19 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં ગઢડા બેઠક માટે પાંચ અને બોટાદ બેઠક માટે 14 ઉમેદવારો મેદાનમાં છે.

અમરેલી જિલ્લાની પાંચ બેઠકો માટે 49 ઉમેદવારો છે. જેમાં સાવરકુંડલા બેઠક માટે 11 ઉમેદવાર, રાજુલા બેઠક માટે 15 ઉમેદવાર, અમરેલી બેઠક માટે પાંચ ઉમેદવાર, ધારી બેઠક માટે 11 ઉમેદવાર અને લાઠી બેઠક પર 7 ઉમેદવારો મેદાનમાં છે. પોરબંદર જિલ્લાની બે બેઠકો માટે 24 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં પોરબંદર બેઠક પરથી 11 અને કુતિયાણા બેઠક પર 13 ઉમેદવાર હાલ ચૂંટણીમાં મેદાનમાં છે.

મોરબી જિલ્લાની 3 બેઠકો પર 35 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સૌરાષ્ટ્રભરમાં મોરબી બેઠક પર સૌથી વધુ 17 ઉમેદવારો છે. અહીં બે ઇવીએમ મૂકવા પડે તેવી સ્થિતિ સર્જાય છે. વાંકાનેર બેઠક પર 13 ઉમેદવાર અને ટંકારા બેઠક પરથી પાંચ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. ભાવનગર જિલ્લાની 7 બેઠકો પર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 66 ઉમેદવારો છે. જેમાં મહુવામાં 11 ઉમેદવારો, તળાજા બેઠક પર 10 ઉમેદવાર, ગારિયાધાર બેઠક પર 10 ઉમેદવાર, પાલીતાણા બેઠક પર 7 ઉમેદવાર, ભાવનગર ગ્રામ્ય બેઠક પર 6 ઉમેદવાર, ભાવનગર પૂર્વ બેઠક પર 8 ઉમેદવાર અને ભાવનગર પશ્ર્ચિમ બેઠક પર 15 ઉમેદવારો મેદાનમાં છે. 89 બેઠકો માટે કુલ 788 ઉમેદવારોના રાજકીય ભાવિ 1 ડિસેમ્બરે મતદારો ઇવીએમમાં સીલ કરશે.

બીજા તબકકાની 93 બેઠકો માટે 1પ1પ ફોર્મ ભરાયા 21મી સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે

ગુજરાત વિધાનસભાની 93 બેઠકો માટે બીજા તબકકામાં આગામી પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે જેના માટે ગઇકાલે ગુરુવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. 93 બેઠકો માટે 1પ1પ ફોર્મ ભરાયા છે. દરમિયાન આગામી ર1મી નવેમ્બર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અંતમિ ઘડી સુધી ભારે ધસારો જોવા મળ્યો હતો. ઉતર ગુજરાત અને મઘ્ય ગુજરાતની 93 બેઠકો માટે 1પ1પ ઉમેદવારોએ ચુંટણી લડવા માટેની દાવેદારી રજુ કરીને આજથી ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરાશે ર1મી બપોર સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચાશે. સોમવારે સાંજ  ચુંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.