Abtak Media Google News
સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લા અને મહાનગરોનો વારો કાલે પ્રથમ દિવસે જ આવી જશે: પેનલો સાથે સેન્સ દરમિયાન નિરિક્ષકો સમક્ષ આવેલા તમામ નામો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરી દેવાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવા માટે આવતીકાલથી ત્રણ દિવસ સુધી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં જિલ્લા તથા મહાનગરોના હોદ્ેદારો દ્વારા બેઠક વાઇઝ ત્રણ-ત્રણ નામોની પેનલ બનાવી બોર્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત સેન્સ દરમિયાન આવેલા તમામ નામો પણ નિરિક્ષકો દ્વારા બોર્ડમાં મૂકી દેવામાં આવશે. પેનલો લઇ પ્રદેશના નેતાઓ દિલ્હી દરબારમાં જશે.

Advertisement

ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો માટે કમળના પ્રતિક પરથી ચૂંટણી લડવા ઇચ્છુક કાર્યકરો તથા અપેક્ષીતોને સાંભળવા માટે પ્રદેશ ભાજપ દ્વારા ગત 27મી 29 ઓક્ટોબર દરમિયાન તમામ જિલ્લા અને મહાનગરોમાં નિરિક્ષકોને મોકલવામાં આવ્યા હતા. ભાજપ માટે વાતાવરણ ખૂબ જ સારૂ હોવાના કારણે આ વખતે કમળના પ્રતિક પરથી વિધાનસભાની ચૂંટણી લડીને ધારાસભ્યો બનવા માટે કાર્યકરોમાં ભારે અભરખો જોવા મળી રહ્યો છે. 182 બેઠકો માટે ચાર હજારથી પણ વધુ આગેવાનો અને કાર્યકરોએ દાવેદારી રજૂ કરી છે.

નિરિક્ષકો સમક્ષ સેન્સ દરમિયાન દાવેદારી કરનાર અઢળક નામોમાંથી વિધાનસભાની બેઠક વાઇઝ ત્રણ-ત્રણ નામોની પેનલ બનાવવામાં આવશે. પાર્લામેન્ટરી બોર્ડ પૂર્વ નિરિક્ષકો તથા જિલ્લા અને મહાનગરોના

હોદ્ેદારો વચ્ચે સંકલન સમિતિની એક બેઠક યોજશે. જેમાં બેઠક વાઇઝ પેનલ બનાવવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. જો પેનલ બનાવવા માટે કોઇ સુચના પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા આપવામાં આવશે નહીં તો જે કાર્યકરોએ ચૂંટણી લડવા માટે નિરીક્ષકો સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી છે. તેઓના નામોને અગ્રતા ક્રમ આપી પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. રાજકોટ જિલ્લાનો વારો આવતીકાલે 4:30 કલાકે છે. આ પૂર્વ નિરિક્ષક કિર્તીસિંહ વાઘેલાના નિવાસસ્થાને સંકલન સમિતિની બેઠક મળશે. જેમાં જિલ્લાની ચાર બેઠક ધોરાજી, ઉપલેટા, જેતપુર, જામકંડોરણા, જસદણ, વિછીંયા અને ગોંડલ વિધાનસભા બેઠક માટે સંભવિત ઉમેદવારોના નામની પેનલ બનાવવામાં આવશે. તેમ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયાએ જણાવ્યું હતું.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ જણાવ્યું હતું કે આવતીકાલથી ત્રણ દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે. જેમાં ઉમેદવારોની પસંદગી અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજકોટ પૂર્વ, પશ્ર્ચિમ અને દક્ષિણ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય બેઠક માટે સેન્સ દરમિયાન નિરિક્ષકો સમક્ષ આવેલા નામોની ચર્ચા કરવામાં આવશે. આ પૂર્વ નિરિક્ષકો અને સ્થાનિક સંકલન સમિતિ વચ્ચે બેઠક મળશે. બેઠક વાઇઝ ત્રણ-ત્રણ નામોની પેનલ બનાવવા કોઇ જ સુચના પ્રદેશ દ્વારા આપવામાં આવી નથી. નિરિક્ષકો સમક્ષ આવેલા તમામ નામો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. પાર્લામેન્ટરી બોર્ડના પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓનો વારો આવી જાય તેવી સંભાવના જણાય રહી છે.

તમામ નામોને લઇ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ 6 અને 7 નવેમ્બરના રોજ દિલ્હી દરબારમાં જશે. ઉમેદવારોના નામ દિલ્હીથી જાહેર કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.