Abtak Media Google News

અંતે…રાહુલ ગાંધી ‘પોઝિટિવ’ થયા… કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોનાં મહામારી, વધતાં જતાં કેસ, દર્દીઓના મોત તો ઓક્સિજનની અછત અને રસીકરણ જેવા મુદ્દે સતત મોદી સરકારને ઘેરતાં નેતા રાહુલ ગાંધી જ “પોઝિટીવ” થયા છે. પણ જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી હજુ કોરોનાની ઝપેટમાં આવ્યા નથી. કોરોનાના આ કપરાકાળમાં સરકાર વિરુદ્ધ નેગેટિવિટી ફેલાવનાર આજે પોઝિટીવ આવ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સંક્રમિત થયાની જાણકારી આપી હતી તેમજ સંપર્કમાં આવેલા તમામ લોકોને રિપોર્ટ કરાવવાની અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની બીજી લહેરમાં કેસ ઝડપથી વધતા મૃત્યુઆંક પણ વધ્યો છે આવા સમયમાં પશ્ચિમ બંગાળ સહિત અસમ, તમિલનાડુ, પોંડેચરી અને કેરળમાં વિધાન સભાની ચૂંટણી ચાલી રહી છે. એમાં પણ ટીએમસીના ગઢ ગણાતા એવા પશ્ચિમ બંગાળ પર સૌ કોઈની નજર છે. ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો દ્વારા રેલી, સભા મેળાવળાઓ યોજવામાં આવી રહ્યાં છે. કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળની તમામ ચૂંટણી રોલીઓને રદ કરી દીધી છે. છતા આજરોજ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોરોનાથી સંક્રમિત થયા છે.

રાહુલગાંધીએ તાજેતરમાં ચૂંટણી રેલી, મેળાવળા, સભા ન યોજવાની જાહેરાત ટ્વિટના માધ્યમથી કરી હતી. રાહુલ ગાંધીએ તમામ રાજનેતાઓને પત્ર લખીને આવી સ્થિતિમાં મોટી જાહેર સભાઓ યોજવાના પરિણામ વિશે વિચારવાની સલાહ આપી હતી. રેલીઓ રદ કરવાની જાહેરાતના થોડા સમય પહેલા રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.

દેશમાં કોરોનાની ભયાવહ પરિસ્થિતિને લઈને રાહુલ ગાંધી પાછલા ઘણા દિવસોથી સતત કેન્દ્ર પર પ્રહાર કરી રહ્યા છે. તેમણે પ્રધાનમંત્રી મોદી પર એક ટ્વીટ કરીને લખ્યું, ‘બીમાર અને મૃત લોકોની ભીડને આ રીતે પહેલી વાર જોઈ ‘. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીની રેલીઓમા થતી ભીડ અંગે આ કટાક્ષ કર્યો હતો. કોરોના વચ્ચે બંગાળમાં પીએમ મોદીની રેલીઓમાં ભારે ભીડ જોવા મળી હતી.

મહત્વપૂર્ણ છે કે આ પહેલા અરવિંદ કેજરીવાલના પત્ની કોરોના પોઝિટિવ આવ્યા હતા, જેને કારણે અરવિંદ કેજરીવાલ આઇસોલેટ થયા છે. આ પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ કોરોના સંક્રમિત થતા AIIMSમાં સારવાર હેઠળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.