Abtak Media Google News

સમગ્ર સૌરાષ્ટ્રને અસર કરતા મહત્વના પ્રશ્ને કોંગ્રેસનું કલેકટરને આવેદન

જવાબદાર એજન્સીઓ અને આ કામનું સુપરવિઝન રાખતા સરકારી અધિકારીઓ અને તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેમજ જનહિતને ધ્યાને લઈ આ રોડનું કામ પૂર્ણ કરવાની તારીખ જાહેર કરવામાં આવે તેવી માંગ

રાજકોટ – અમદાવાદ હાઈવે નવીનીકરણના કામમાં અક્ષમ્ય બેદરકારી બાબતે સરકાર દ્વારા સીટ નીમી આ કામની જવાબદાર એજન્સીઓ અને આ કામનું સુપરવિઝન  રાખતા સરકારી અધિકારીઓ અને જવાબદાર સામે તપાસ કરી ન્યાયોચિત કાર્યવાહી કરે તેમજ રાજયની પ્રજાનાં વ્યાપક જનહિતને ધ્યાને લઈ આ રોડનું કામ પૂર્ણ કરવાની તારીખ જાહેર કરે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન અપાયું હતું. જેમાં ગાયત્રીબા એ. વાઘેલા- ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તેમજ પૂર્વ વિરોધપક્ષના નેતા- મહાનગરપાલિકા સંજયભાઈ અજુડીયા, કાર્યકારી પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ અતુલભાઈ રાજાણી જોડાયા હતા.

આવેદનમાં જણાવાયું હતું કે રાજકોટ અમદાવાદ હાઈવે રોડના નવીનીકરણનાં કામનાં પ્રોજેકટમાં ચાલતા લોલમલોલ, ભ્રષ્ટાચાર, ખનીજ ચોરી અને રોડ ઉપર ઠેર ઠેર પડેલ ગાબડાઓના કારણે અનેક અકસ્માતોને ટ્રાફીક સમસ્યાઓ સર્જાય છે. રાજયના મુખ્યમંત્રીને તેમજ મંત્રીઓની અનેક વખત સમીક્ષા બેઠકો છતાં પણ આ રોડનું કામ કરતી એજન્સીઓ અને આ કામના જવાબદાર સરકારી વિભાગનાં ઈજનેરો અને કર્મચારીઓ સરકારને પણ ગાંઠતા નથી, જેના કારણે આ પ્રોજેકટમાં અક્ષમ્ય બેદ2કારીઓ ઉડીને આંખે વળગે છે. ત્યારે એક સક્ષમ વિપક્ષ તરીકે અમોએ રાજકોટથી બગોદરા સુધી મોટર માર્ગે જઈ આ રોડના કામમાં જયાં – જયાં ત્રુટીઓ છે તેની માહિતી એકત્રીત કરેલ છે. જે સરકારના -પ્રતિનિધિ તરીકે આપના મારફત આપના અભિપ્રાય સાથે સરકારને મોકલવા અમારી રજુઆત છે.

રાજકોટથી અમદાવાદ સીક્સ લેન પ્રોજેકટ અબજો રૂપિયાનો પ્રજાના ટેક્ષના પૈસા ખર્ચી કરવામાં આવી રહ્યો છે. આ રોડથી ઔદ્યોગિક ક્ષેત્રો, કૃષિક્ષેત્ર સહિતના ક્ષેત્રોને વધુ ફાયદો થાય. પ્રજાજનોને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા મળી રહે તેવી ઉમાદ હેતુથી આ પ્રોજેકટ અમલમાં મુક્યો હતો. આ પ્રોજેકટમાં કામ કરતી એજન્સીઓ અને પ્રોજેકટનું સુપરવિઝન કરતા સરકારી બાબુઓની લાપરવાહી અને ઘોર બેદરકારીના કારણે જે પ્રોજેકટ 2018 માં પૂર્ણ થવાનો હતો અને ત્યારબાદ નિયત મુદ્દત 2020 સુધીમાં પણ આ કામ પુરૂ કરાવી શક્યા નહી અને આજે 2023 અડધુ વીતી ગયું હોવા છતાં સરકારની ઉદાસીનતાના કારણે આ રોડના કામમાં અનેક સમસ્યાઓ જયાંની ત્યાં છે. તેના કારણે આ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અનેક સમસ્યાઓનો સામનો કરે છે. રોડનું કામ ખરાબ હોવાના કારણે 15 થી 44 જેટલી વાહન મેન્ટેનન્સ, પેટ્રોલ, ડીઝલ સહીતની કોસ્ટ વધી જાય છે.

રાજકોટ જુના જકાતનાકા પાસે કુવાડવા પોલીસ ચોકી પાસે પોરબંદર બાયપાસ પુલ નીચેનો સર્વિસ રોડ, ગ્રીનલેન્ડ ચોકડી રોડ બ્રીજના નીચે પાણીના ખાબોચીયા તેમજ રાજકોટ રીંગ રોડથી નવાગામ સુધી ડાયવર્ઝન રોડ અતિ ખરાબ નિયમ અનુસાર ડાયવર્ઝન રોડની કામગીરી કરવામાં આવેલ નથી.કુવાડવા ગામ પાસે આપવામાં આવેલ ડાયવર્ઝન રોડ અતી ખરાબ – નિયમ મુજબ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું નથી. કુવાડવા – વાંકાનેર પાસે અતી ખરાબ, રોડના ડાયવર્ઝનની વચ્ચે મોટા મોટા પાણીના ખાડા ભરેલા છે. ત્યાંથી ગુજરાત ગેસ પંપ સુધી રોડ ખરાબ – રીંગ રોડ નં. 2 500 મીટર દૂર લખેલ બોર્ડથી આપવામાં આવેલ ડાયવર્ઝનમાં મોટા મોટા ખાડા છે. પ્રભુ ફાર્મ રીસોર્ટ પાસેના નદીના પુલનું ડાયવર્ઝન અતી ખરાબ છે.

માલધારી ટી સ્ટોલ પહેલા ટોલનાકાનો રોડ અતી ખરાબ છે. ઠિકરીયાળી – વાંકાનેર તાલુકા આઉટ પોસ્ટ પોલીસ ચોકી રોડનું નાલુ જોખમકારક અને રોડ ધોવાઈ ગયો છે. અમદાવાદ તરફથી આવતા પેટ્રોલ પંપ ચોકડીથી ચોટીલા આખો રોડ ખરાબ છે.ચોટીલા ખેતીવાડી ઉત્પાદન સમિતિ હાઈમાસ્ક થાંભલા પાસેના સર્કલ ઉપરનો રોડ ઉપર મોટા મોટા ગાબડા, ત્યાંથી લઈ આખો રોડ ઉદયરાજ હોટલ, જલારામ મંદિર ત્યાંથી નવા બનેલ ઓવર બ્રીજ સુધી રોડ બિસમાર અને ભયગ્રસ્ત. નવા બનેલ બ્રીજ ઉપર ડીવાઈડરમાં ઠેર ઠેર માટીના ઢગલા છે.

આ મુદ્દાઓને ધ્યાને લઈ રાજયની જનતાના વ્યાપક જનહિત સલામતી અને સુરક્ષા અકસ્માતો નિવારણ માટે અને સારી સુવિધા પ્રાપ્ત થાય તે હેતુને ધ્યાને લઈ કાર્યવાહી કરવાની અને આ રોડનું કામ ક્યારે પૂર્ણ થશે તેની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે તેવી સરકાર પાસે કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.