Abtak Media Google News

જીએસટીના નવા સપના બતાવતા પહેલા નોટબંધી પર બતાવેલા સપનાનો ભાજપ જવાબ આપે નોટબંધીથી શું ફાયદો થયો: સાગઠીયા-કાલરીયા

રાજકોટ મહાનગરપાલીકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા ઉપનેતા મનસુખભાઈ કાલરીયાએ જણાવ્યું છે કે નોટબંધીની જેમ જીએસટીમાં પણ પ્રથમ તબકકે જ કાચુ કપાયું છે અને પૂરા આયોજન અને તૈયારી વિના જીએસટી લાગુ કરી દેવાતા અનેક નાના વેપારીઓની સામે જે રીતે લૂંટવાનું શ‚ કર્યું છે. જેને કારણે વેપાર ધંધા ઠપ્પ થશે મોંઘવારી બેકાબુ છે. વધુ ભડકશે શુક્રવાર મધરાતથી સરકારે જીએસટી દાખલ કરી સુત્ર આપ્યું કે ‘એક દેશ એક કર’ પરંતુ મહાનગરપાલિકાએ વ્યવસાય વેરો નાબુદ કરવાની જાહેરાત કરી જ નથી.

જીએસટીના મુદે વેપારીઓને હથેળીમાં ચાંદ બતાવતા મેયર અને ભાજપના મંત્રીઓ જીએસટીમાં સપના બતાવે છે. પરંતુ નોટબંધીથી સરકારને ફાયદો થયો નથી! લોકશાહીમાં શાંત રીતે જીએસટીનો વિરોધ કરનારા વેપારીઓને ધકકાઓ મારી લાઠીચાર્જ કરનારા શાસકોની નીતિ રીતિને વખોડી કાઢી રાજકોટમાં માર્કેટીંગ યાર્ડ પરાબજાર, દાણાપીઠના આંદોલનાત્મક વેપારીને કોંગ્રેસના ઉપરોકત બંને નેતાએ ખૂલ્લો ટેકો જાહેર કરી જણાવ્યું છે કે વેપારીઓની જે વ્યાજબી માંગ છે. તેનો સરકાર વહેલામાં વહેલી તકે ઉકેલ લાવે એવો અનુરોધ કર્યો છે. હાથીના દાંતની જેમ દેખાડવાના જુદા અને ચાવવાના જુદા તેમ સરકારે અગાઉ ૧૪ ટકાનો વિરાષધ કરી હાલ ૨૮ ટકા જીએસટી ઠપકારી દીધો છે. કાપડ પર તોતીંગ વેરો ભરી સરકાર કપડા કઢાવવા માંગે છે કહેવાતી હિન્દુવાદી સરકારે ભગવાનના પ્રસાદને પણ છોડેલ નથી અને તેમાં પણ જીએસટી લાગુ કરતા સખ્ત શબ્દોમાં વશરામભાઈ, મનસુખભાઈએ વખોડી કાઢેલ છે.

જેના મતોથી નરેન્દ્રભાઈ આજે દેશના વડાપ્રધાન છે. ત્યારે આ દેશના મધ્યમવર્ગના લોકો નાના વેપારીઓ અને ખેડૂતોને હિસાબે સતા પર બેઠા છે. ત્યારે તેમણે એ ન ભૂલવું જોઈએ કે આ દેશનાં મુળ માલીકો આ પ્રજા જ છે અને તમે તો ફકત એક ચોકીદાર છો. ચોકીદારે કયારેય પણ માલીક સામે બળવો કરવો ન જોઈએ આ દુનિયામાં કયારેય કોઈ ચોકીદારનું તેના માલીકો સામે કાંઈ ચાલ્યું હોય તેવું બન્યું નથી. જેના માટે ભાજપે ઘોર ખોદી છે. તેવા નાના અને મધ્યમવર્ગનાં વેપારીઓ અને લોકો ભાજપનો ૨૦૧૭માં ગુજરાતમાંથી અને ૨૦૧૯માં આ દેશમાંથી ફેંકી દે છે.અને ભાજપે ખોદેલી ઘોરમાં જ ભાજપને દફનાવી દેશે હજુ પણ ચોકીદાર સુધરી જાયતો સા‚ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.