Abtak Media Google News
  • રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી સહિત 50થી વધુ આગેવાનોના અમરેલીમાં  ધામા: પરેશ ધાનાણી એ હકારાત્મક પ્રત્યુતર આપ્યો હોવાની ચર્ચા

રાજકોટ લોકસભા બેઠકનાં ભાજપના  ઉમેદવાર અને કેન્દ્રીય કેબીનેટ મંત્રી પરસોતમભાઈ રૂપાલા સામે ક્ષત્રીય સમાજમાં ભારે વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે. આ રોષ શાંત પડવાનુંનામ લેતોનથી કોંગ્રેસ  માટે થોડુ સારૂ વાતાવરણ બની રહ્યું હતુ. આવામાં કોંગ્રેસના  લડાયક નેતા અને વિધાનસભાનાં  પૂર્વ વિપક્ષી નેતા  પરેશભાઈ ધાનાણીને રાજકોટ બેઠકથી લોકસભાની ચૂંટણી લડવા માટે મનાવવા  માટે રાજકોટ શહેર કોંગ્રેસના  પ્રમુખ અતુલભાઈ રાજાણી સહિતના  50થી વધુ નેતાઓ આજે સવારે અમરેલી પહોચી ગયા હતા. પરેશભાઈએ હકારાત્મક  પ્રત્યુતર આપ્યો હોવાનું  જાણવા મળી રહ્યું છે.

ગુજરાતની લોકસભાની  26 બેઠકો પૈકી કોંગ્રેસ દ્વારા ઈન્ડિયા ગઠબંધનના  ભાગરૂપે  આમ આદમી  પાર્ટીને ફાળવવામાં આવી છે. બાકી રહેતી 24 પૈકી 20 બેઠકો માટે   કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકોટ, મહેસાણા, નવસારી અને અમદાવાદ પૂર્વ  બેઠક માટે ભાજપ દ્વારા ઉમેદવારોનાં નામો જાહેર કરવાના બાકી છે. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ ક્ષત્રીય સમાજ રૂપાલાની  ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે આંદોલન ચલાવી રહ્યું છે. આવામાં હાલ કોંગ્રેસ રાજકોટ બેઠક માટે  ઉમેદવાર જાહેર કરવામાં વેઈટ અને વોચની સ્થિતિમાં  છે. જો કોંગ્રેસ રાજકોટ બેઠક પર ઉમેદવાર  તરીકે પરેશ ધાનાણીને ઉતારે તો ભારે રસાકસી થવાની  પૂરેપૂરી ંભાવના જણાય રહી છે. જોકે પરેશભાઈ માનતા નથી.

દરમિયાન  લડાયક યુવા નેતા પરેશભાઈ  ધાનાણીને  રાજકોટ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવવા   માટે આજે સવારે  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલભાઈ રાજાણી,  રાજકોટ બેઠકના  પ્રભારી દિપેન્દ્રસિંહ જાડેજા, ગોપાલ અનડકટ, દિલીપ આસવાણી, જશવંત સિંહ  ભટ્ટી, જય કારીયા,  ડી.પી. મકવાણા, સંજયભાઈ અજૂડીયા, તુષાર નંદાણીયા,   પ્રવિણ કાકડીયા જીતેન્દ્ર  રૈયાણી અને  નયનાબા જાડેજા સહિત 50 જેટલા આગેવાનો સવારે અમરેલીપ હોચી ગયા હતા.

તેઓએ રાજકોટથી ભાજપના ઉમેદવાર  પરસોતમ રૂપાલા સામે  લડવા માટે પરેશભાઈ  ધાનાણીના   મનામણા કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં  પરેશભાઈ વિધાનસભાની  ચૂંટણીમાં જાયન્ટ કિલર તરીકે   ઉભરી આવ્યા હતા. અને ભાજપના કદાવર નેતા રૂપાલાને હરાવી ચૂકયા છે. આ ઈતિહાસનું  પુનરાવર્તન  થવાની પ્રબળ સંભાવના  જણાય રહી છે. ક્ષત્રીય સમાજનો વિવાદ સતત વધીરહ્યો  હોવાના કારણે ભાજપ માટે રાજકોટની બેઠક જીતવી  ધારે એટલી સરળ  રહેો નહી જો કોંગ્રેસમાંથી ધાનાણી ચૂંટણક્ષ લડવા માટે રાજી થઈ જાય તો ખરાખરીનો જંગ જામી શકે છે.

કોંગ્રેસ તરફી માહોલ બની રહ્યો હોવાના કારણે શહેર કોંગ્રેસના હોદેદારો  ભારે ઉત્સાહિત છે. પરેશ ધાનાણીના  મનામણા કરવા આજે અમરેલી  સુધી પહોચી ગયા હતા.

કાર્યકરોની લાગણી એવી છે કે પરેશભાઇ રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડે: નિદત બારોટ

સૌરાષ્ટ્રના કોંગ્રેસના પ્રવકતા ડો. નિદત બારોટે આ મુદ્દે જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠક પરથી ચુંટણી લડવા માટે પક્ષના પાંચ આગેવાનો દ્વારા ઇચ્છા વ્યકત કરવામાં આવી છે. પાર્ટીની સ્ટ્રેટજી એવી છે કે રાજકોટ બેઠક પર ભાજપના કડવા સમાજના ઉમેદવાર સામે કોંગ્રેસ લેઉવા સમાજના ઉમેદવારને ટિકીટ આપે આટલું જ નહી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો અને આગેવાનોની પણ એવી લાગણી છે કે પરેશભાઇ ધાનાણી રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડે જેના ભાગ રુપે આજે અતુલભાઇ રાજાણી સહિતના આગેવાનો અમરેલી રુબરુ પરેશભાઇને મનાવવા ગયા છે. તેઓ ચુંટણી લડવા રાજી થાય તો રાજકોટ બેઠક પર રોમાંચક જંગ જામે ઇત્તર જ્ઞાતિને ટિકીટ આપવામાં આવે ડો. હેમાંગભાઇ વસાવડાનું નામ આગળ ચાલી રહ્યું છે. કડવા સામે કડવા નહી ઉતારવાની પક્ષની એક વ્યુહ રચના છે.

હિતેશ વોરાએ દાવેદારી પાછી ખેંચી લેતા કોંગ્રેસ માટે નવી ઉપાધી

રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના  પ્રતિક  પરથક્ષ ચૂંટણી લડવા માટે પાંચ દાવેદારો મેદાનમાં છે. ભાજપે  કડવા પાટીદાર સમાજને  ટિકિટ  આપતા કોંગ્રેસે કડવા પાટીદારને મેદાનમાં ઉતારવાની  વ્યુહ રચના અપનાવી છે. દરમિયાન ગત વર્ષ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડેલા હિતેશભાઈ વોરાએ  લોકસભા   લડવા ઈચ્છા વ્યકત  કરી હતી. બે દિવસ  પૂર્વ તેઓએ દાવેદારી પરત ખેંચી લેતા કોંગ્રેસ માટે નવી ઉપાધી શરૂ થઈ છે.   જો પરેશભાઈ ધાનાણી  નહી માને તો સ્થાનીક   લેઉવા પટેલ  ઉમેદવાર  શોધવો  ભાજપ માટે મુશ્કેલ બની જશે. આવા સંજોગોમાં  ઈતર જ્ઞાતી પર  પસંદગીનું કળશ ઢોળાય શકે છે.

કડવા પટેલ સામે લેઉવા પટેલ ઉમેદવારને ઉતારવાની પક્ષની   ગણતરી:  ડો. વસાવડા

પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો. હેમાંગભાઈ  વસાવડાએ ‘અબતક’ સાથેની  વાતચિત દરમિયાન  જણાવ્યું હતુ કે, રાજકોટલોકસભા બેઠક પર   ભાજપ દ્વારા કડવા પાટીદાર સમાજમાંથી આવતા પરસોતમભાઈ  રૂપાલાને   ઉમેદવાર  જાહેર કર્યા હોય ગુજરાત પ્રદેશ કોંગ્રોસ સમિતિ દ્વારા ચૂંટણી લક્ષી વ્યુહ રચનાના ભાગ રૂપે રાજકોટ બેઠક પરથી લેઉવા પટેલ સમાજના  ઉમેદવારને ટિકિટ  આપવાનું મત બનાવવામાં આવ્યું છે.  લેઉવા પટેલ સમાજન કોઈ સ્થાનિક નેતાઓ ચૂંટણી લડવા તૈયાર નથી જેના કારણે પરેશભાઈને મનાવવામાં આવી રહ્યા છે.  આપને પાર્ટી ચૂંટણી લડવાનો આદેશ આપશે તો શું કરશો? તેવા સવાલના  જવાબમાં ડો. હેમાંગ વસાવડાએ  જણાવ્યું હતુ કે મારા માટે પાર્ટીનો આદેશ હંમેશા સર્વોપરી છે.   હાલ અમે પરેશભાઈ જ  લડે તેવા પ્રયાસ કરી રહ્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.