Abtak Media Google News

કોંગ્રેસ 125થી વધુ બેઠકો જીતી ગુજરાતમાં સરકાર બનાવશે :રાષ્ટ્રીય પ્રવક્તાનો દાવો

અબતક રાજકોટ

લોકશાહીના મહાપર્વ એવા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એવા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ 125થી વધુ બેઠકો સાથે જનતાની સરકાર બનાવશે તેવા પરિવર્તન સંકલ્પ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેર થયેલી તારીખો અંગે પ્રતિક્રિયા આપતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્માજીએ જણાવ્યું હતું કે, લોકતંત્રના મહાપર્વનું ચૂંટણી કમિશન દ્વારા ચૂંટણી તારીખોની જાહેરાત કરવામાં આવી છે, ગુજરાતની સાડા છ કરોડની જનતા કોંગ્રેસ પાર્ટીને જીતાડવા માટે થનગની રહી છે. ફાસીવાદી – તકવાદી – તાનાશાહી સરમુખત્યારશાહી તાકતોને હરાવવા ગુજરાતની જનતા મન બનાવી ચુકી છે.

ગુજરાતની 6.50 કરોડ જનતા તા.1, 5 ડીસેમ્બરના રોજ પરિવર્તન સંકલ્પ દિવસ અને તા. 8 ડીસેમ્બર, પરીવર્તન વિજય દિવસ તરીકે ઉજવવા માટે 52000 થી વધુ બુથ પર જંગી મતદાન સાથે જનસમર્થન – જનઆશીર્વાદ આપવા કોંગ્રેસ પક્ષને વોટ કરશે. ગુજરાતના નવા પ્રથમ વખત ચૂંટણી મતદાનમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા જનાર યુવાનોને કોંગ્રેસ પક્ષ શુભેચ્છા સાથે ગુજરાતના તમામ યુવાનોને રોજગાર મળે તે માટે કોંગ્રેસ પક્ષને મત આપે તેવી અપીલ કરે છે. માત્ર ધુમાડો નિકાળતી ડબલ એન્જીનવાળી ભાજપ સરકારના કુશાસનમાં મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને ખેડૂતો ઉપરના અત્યાચારોમાં ગુજરાતની જનતા પીસાઈ રહી છે. જ્યારે પણ સી.બી.આઈ., ઈ.ડી. અને ચૂંટણી આયોગ પર કોંગ્રેસ પક્ષ સવાલો ઉઠાવે ત્યારે ભાજપના નેતાઓ, આગેવાનો, પ્રવક્તાઓ તેમના લુલાબચાવમાં કેમ ઉતરી આવે છે ? તેનો જવાબ ગુજરાતની જનતા જાણવા માંગે છે. ગુજરાતની જનતા ભાજપના ગાલ ઉપર રાજનૈતિક તમાચો બુલેટ થી નહી પણ બેલેટથી કોંગ્રેસ પક્ષને વોટ આપી કરશે.

ગુજરાતની જનતા આ વખતે ખુબ જ સચેત છે અને ભાજપાની સરકારને ઉખાડી ફેંકશે. કોંગ્રેસ એક લોકતાંત્રિક પાર્ટી છે અને ઈલેક્શન કમિશનને નિવેદન કરે છે કે વર્ષ 2022ના ગુજરાત વિધાનસભાના ઈલેક્શનમાં નિષ્પક્ષ અને પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા કરાવે તે જરૂરી છે.

પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદારના ગુજરાત શાંતિ અને સલામતી માટે ઓળખાય છે પરંતુ ભાજપના શાસનમાં  આજે ડ્રગ્સનો બેરોકટોક કારોબાર અને ઠેરઠેર દારૂના અડ્ડાઓ ફુલ્યા ફાલ્યા છે રાજ્યમાં આજે હોમડીલીવરીથી દારૂ અને ડ્રગ્સનું વેચાણ થાય છે. જેણે ભાજપના ભ્રષ્ટ સરકારી તંત્રની પોલ ખોલી નાખી છે.

2002, 2007, 2012 અને 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ક્રમશ: કોંગ્રેસ પક્ષની સીટોમાં વધારો થયેલ છે. ગુજરાતની જનતાએ સતત કોંગ્રેસ પક્ષને આશીર્વાદ અને સમર્થન આપ્યું છે. ગુજરાત કોંગ્રેસ નવી ઉર્જા સાથે જનતાના વિશ્વાસ પર ખરી ઉતરશે. ભાજપના શાસનમાં કુદકેને ભુસકે વધેલ મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત ગુજરાતની જનતા 2022ની ચૂંટણીમાં પરિવર્તન ઝંખે છે ત્યારે કોંગ્રેસ પક્ષ એક માત્ર વિકલ્પ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.