Abtak Media Google News

ભાજપે કિરીટસિંહ, કોંગ્રેસના કલ્પનાબેન મકવાણા, આપના મયુર સાકરીયાએ રોડ શો યોજી ઉમેદવારી ફોર્મ ભર્યુ

લીંબડી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કિરિટસિંહ રાણા એ ભારે જન મેદની સાથે રોડ શો યોજી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું જેમાં લીંબડી ચુડા અને સાયલા તાલુકામાં થી મોટી સંખ્યામાં ભાજપ ના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો સાથે સાથે મોટી સંખ્યામાં નગરજનો ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા તો કોંગ્રેસ ના ઉમેદવાર કલ્પનાબેન મકવાણા અને આમ આદમી પાર્ટી ના ઉમેદવાર મયુર સાકરીયા બંને ઉમેદવારો ફોર્મ ભરવા ના અંતિમ દિવસ એટલે કે સોમવારે ફોર્મ રજૂ કરશે.

સૌરાષ્ટ્ર નું પ્રવેશદ્વાર ગણાતા આ લીંબડી ની 61 વિધાનસભા બેઠક મા ત્રણ તાલુકા નો સમાવેશ થાય છે લીંબડી ચુડા અને સાયલા.. વિસ્તારની દ્રષ્ટિએ રાજ્ય મા બીજા નંબરની વિધાનસભા એટલે લીંબડી જ્યાં કોંગ્રેસ ના ગઢમાં ગાબડું પાડી હંમેશા ભાજપનો દબદબો રહ્યો છે. લીંબડી વિધાનસભા બેઠક પર શરૂઆત થી કોળી પટેલ મતદારો નુ પ્રભુત્વ રહ્યું છે.

જ્ઞાતિવાદ ના સમિકરણો મુજબ દ્રષ્ટિ કરીએ તો 61 લીંબડી બેઠક વર્ષોથી આમતો શરૂઆતમાં કોંગ્રેસ નો ગઢ ગણાતી હતી. પરંતુ ગુજરાત રાજ્યમાં જ્યારે ભાજપ ની પાંચ કે છ બેઠકો આવતી હતી ત્યારે લીંબડી માં કોંગ્રેસ પાસે થી ભાજપના તત્કાલીન ધારાસભ્ય સ્વ જીતુભા કેશરીસિંહ રાણા એ આંચકી કોંગ્રેસ ના ગઢમાં ગાબડું પાડયું હતું.ગુજરાત માં પ્રથમ વખત ચુંટાઈ ને આવેલી ભાજપ નીપાંચ બેઠકો માં લીંબડી નો સમાવેશ થયો હતો.

આમ તો  લીંબડી વિધાનસભા બેઠક કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાયમ રસાકસી જોવા મળી છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી એ કોળી પટેલ સમાજમાં સારૂ એવું પ્રભુત્વ ધરાવતા મયુર સાકરીયા ને ટિકિટ આપતા કોળી પટેલ મતદારો નુ વિભાજન નો સીધો ફાયદો ભાજપને ફાળે જાય તેવુ દેખાઇ રહ્યું છે. તો બે વખત તેમણે વિધાનસભા ચૂંટણીમાં જ્ઞાતિવાદ ના સમિકરણો ભાગ ભજવી જતા ચુંટણી માં હાર નો સામનો કરવો પડ્યો છે. રાજકીય દ્રષ્ટિકોણ જોતા લીંબડી વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે.

જેના લીધે કિરિટસિંહ રાણા અગાઉ પણ એક વખત પશુપાલન મંત્રી તો બીજી વખત વન અને પર્યાવરણ નાં તરીકે મંત્રી તરીકે રહી ચૂક્યા છે. આ વખતે ભુપેન્દ્રભાઇ પટેલ ની સરકાર બની ત્યારે મંત્રી મંડળની રચનમાં પણ  નો રિપીટ થિયરી નો કડક અમલ હોવા છતાં લીંબડી વિધાનસભા બેઠક ને કેબિનેટ માં સ્થાન મળ્યું અને કિરિટસિંહ રાણા ને ફરી એકવાર કેબિનેટમાં વન અને પર્યાવરણ મંત્રી નો પોર્ટફોલિયો સોંપવામાં આવ્યો.

ભાજપ ના કાર્યકાળ દરમિયાન લીંબડી તાલુકાના ગામડે ગામડે ખેડૂતોને ખેતરે ખેતરે  નર્મદાના નીર સિંચાઈ માટે પાણી મળતા ઝાલાવાડના ખેડૂતો અને ખેતી બંનેનો વિકાસ થયો છે. તદુપરાંત લીંબડી નગરજનો શહેરમાં 48 કિમી નવા રોડ દરેક નાની મોટી શેરીઓમાં સીસી  પાકા રસ્તા, શહેરમાં નિયમિત પીવાનું પાણી વિતરણ વ્યવસ્થા ઉપલબ્ધ થતાં પાણી ની સમસ્યા નો કાયમી ધોરણે ઉકેલ આવ્યો છે. લીંબડી ચુડા અને સાયલા ગ્રામ વિસ્તારોમાં અધતન સુવિધા પુર્ણ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ નિર્માણ પામી છે.લીંબડી શહેરમાં વિકાસની વાત કરી એ તો શહેર મધ્યમાં આવેલા દોલત સાગર તળાવ બ્યુટિફીકેશન,લીંબડી ચુડા અને સાયલા શહેરમાં નવા  સુવિધા સભર એસ.ટી બસડેપો, ઔદ્યોગિક તાલીમ આપતું નવુ વિશાળ આઇટીઆઇ ભવન, જિલ્લા નુ સૌથી મોટુ રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર સ્પોર્ટસ સંકુલ, નવુ સેવા સદન, અને લીંબડી સિવિલ હોસ્પિટલમાં 100 બેડને સુવિધા મળે એવા બે ઓક્સિજન પ્લાન્ટ ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે.આ વખતે લીંબડીમાં ત્રિપાંખીયા જંગ જામશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.