Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબકકામાં આગામી 1 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની ૩૫ સહિત કુલ 89 બેઠકો માટે યોજનારા મતદાન માટે આજેઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આજે કચેરી ખુલતાની સાથે જ ઉમેદવારી કરવા ઇચ્છુક નેતાઓની કતાર લાગી જવા પામી હતી. દરમ્યિાન આવતીકાલે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ત્યારે આજ રોજ સમગ્ર ગુજરાતમાંથી તમામ પાર્ટીના નેતા શક્તિ પ્રદશન કરીને ઉમેદવારીફોર્મ ભરી રહ્યા છે.

ગુજરાતમાં કોણે ક્યાં સ્થળેથી ઉમેદવારી ફોર્મ ભરી ભર્યું ચાલો જાણીએ વિગતવાર:

જસદણ વિધાનસભા 72 કુંવરજી બાવળિયાએ ભર્યું ઉમેદવારીફોર્મ

Screenshot 1 28

જસદણ વિધાનસભા 72ના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા જનડા ગામ ખાતે પોતાના કુળદેવી માતાજીના દર્શન કર્યા, ત્યારબાદ જસદણ અને વિછીયા પંથકના સુપ્રસિદ્ધ ગઢડીયા ગામે મેલડી માતાજીના દર્શન કરીને રૈલી સ્વરૂપે ઉમેદવારી ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો જસદણના આટકોટ રોડેથી સેવા સદન ખાતે નીકળ્યા હતા, કુંવરજીભાઈ કોંગ્રેસમાં વર્ષો સુધી રહ્યા હતા અને ભાજપ જોડાતા જ તેમને સીધા મંત્રી બનાવ્યા હતા તેઓને જસદણથી ફરી રીપીટ કરાતા સ્થાનિક લોકોમાં આંનદની લાગણી છવાઈ હતી.

 

હિંમતનગરમાં કોંગ્રેસના ઉમેદવાર કમલેશ પટેલ ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા

Screenshot 5 11

હિંમતનગરમાં કોંગ્રેસના ઉમેદવાર કમલેશ પટેલ ઉમેદવારી પત્ર ભરવા પ્રસ્થાન કર્યું હતું. હિમતનગરના કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે કમલેશ પટેલ નીકળ્યા હતા. જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો રેલીમાં જોડાયા હતા. ડીજે, પ્લેકાર્ડ અબે બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી. રેલી છાપરિયા ચાર રસ્તા થઈને જિલ્લા કાર્યાલય થઈને ટાવર ચોક થઈને કલેકટર કચેરી પહોંચી હતી. અને કમલેશ પટેલે ફોર્મ ભર્યું હતું.

તિલક લગાવી ભાજપના જગદીશ મકવાણા ઉમેદવારી ફોર્મ ભરવા પહોચ્યા

Screenshot 6 11

ભાજપે વિધાનસભા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ ઉમેદવારો ઉમેદવારી નોંધાવા પહોચી ગયા છે.ત્યારે સુરેન્દ્રનગરમાં વઢવાણ બેઠક પર ભાજપના જગદીશ મકવાણાને ટીકીટ અપાતા તેઓ કાર્યકરો સાથે વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવા પહોચી ગયા છે.ભગવાનના દર્શન કરી તિલક લગાવ્યું હતું.સાથે જોડાયેલ સમર્થકો ગરબે ઘૂમી ખુશીનો માહોલ જમાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી ડો.મુંજપરા હિમાંશુ વ્યાસ સહિતના નેતાઓ સભામાં જોડાયા હતા.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભરશે

Screenshot 7 9

આજ રોજ રાજકોટમાં બાકી રહેલા ઉમેદવારો પોતાના ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવશે. રાજકોટની પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ આજે શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભરશે. તેઓ ફોર્મ ભરતા પહેલા સભા યોજશે. તેમજ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ધનિક ઉમેદવાર જાહેર થાય તો નવાઈ નહીં. 2017માં તેઓએ 141 કરોડ સંપતિ દર્શાવી હતી.

 

18 પાટણ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા આયાતી ઉમેદવાર ધોષિત કરાઈ તે પૂર્વે જ વિરોધ ભભૂક્યો

Screenshot 8 8

18 પાટણ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયાતી ઉમેદવાર ડોક્ટર રાજુલ દેસાઈ ના નામની જાહેરાત કરવામાં આવનાર છે તેવી શક્યતા ને લઇ શહેરના બગવાડા દરવાજા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદશન કરી સ્થાનિક ઉમેદવારને પાટણ વિધાનસભાની બેઠક પર ઉમેદવાર ધોશિત કરાય એવી માંગ સાથે કાર્યકર્તાઓએ ચીમકી આપી હતી. જો ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ વિધાનસભા બેઠક પર આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો ભાજપના સક્રિય કાર્યકર્તાઓ અને આગેવાનો સામુહિક રાજીનામાં ધરશે તેવો હુંકાર કરી પોતાની જ પાર્ટી વિરુદ્ધ દેખાવો કરી હાય હાય નાં નારા લગાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.