Abtak Media Google News

અસ્તિત્વ ઉપર ઉભા થયેલા પડકારોને નાથવા કોંગ્રેસ ભવિષ્યની ટિમ બનાવવાની દિશામાં

કોંગ્રેસ માટે છેલ્લા અનેક વર્ષો કપરા સાબિત થયા છે. સૌથી જૂની પાર્ટીમાં નેતાઓ પણ જુના જમાના છે. ત્યારે હવે પાર્ટીને યુવાન બનાવવા પાર્ટી તેને સંલગ્ન સંગઠનોમાં 75 ટકા જગ્યા યુવાનો માટે અનામત રાખવા બાબતે કમર કસી રહી છે.

કોંગ્રેસ હવે ધીમે ધીમે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે. ભાજપ સફળતાની દિશામાં સતત આગળ ધપી રહ્યું છે. તેવામાં કોંગ્રેસનું અસ્તિત્વ બચાવવાના પણ પુરજોશમાં પ્રયાસો થઈ રહ્યા છે. ભાજપે આવતા દિવસોની ટિમ તૈયાર કરવા નો રિપીટ થિયરી યુવા નેતાઓને મહત્વની જવાબદારી સહિતના અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા છે.સામે કોંગ્રેસ જુના નેતાઓની પાર્ટી તરીકે ઓળખ ધરાવે છે.

જો કે હવે કોંગ્રેસ પણ ભાજપના રસ્તે આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસ પોતાના પક્ષને યુવાની અપાવવા માંગે છે. જે માટે કોંગ્રેસ પોતાના સંલગ્ન સંગઠનોમાં 75 ટકા જગ્યા યુવાનોને અનામત રાખવા વિચારણા કરી રહ્યું છે.  જેમાં 50 વર્ષથી ઓછી ઉંમરના સભ્યોની વર્ચસ્વ સાથે સંસ્થાની સામાજિક પ્રોફાઇલને સંપૂર્ણપણે બદલી શકે છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ કોંગ્રેસના 50% પદાધિકારીઓ ભવિષ્યમા 50 વર્ષથી ઓછી વયના હશે, પાર્ટી હવે વય-સંબંધિત ક્વોટા અને સામાજિક જૂથો માટેના મિશ્રણ પર વિચાર કરી રહી છે.

અંબિકા સોનીની આગેવાની હેઠળની એઆઈસીસી બંધારણ સુધારા સમિતિ દ્વારા આ વિકલ્પ પર ચર્ચા કરવામાં આવી રહી છે, અને રાયપુરમાં આગામી પૂર્ણ સત્રમાં પાર્ટીના કાયદામાં અંતિમ ફોર્મ્યુલા દાખલ કરવામાં આવશે. એઆઈસીસીના બંધારણ મુજબ, તમામ સ્તરે સમિતિઓની રચનામાં 33% મહિલાઓ અને 20% ફરજિયાત હોવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.