Abtak Media Google News

ડાઇંગ ઉદ્યોગના લાલ પાણીનું પ્રદૂષણ કાબૂમાં રાખવા ‘કલેક્શન સંપ’ની કામગીરી પર પાણીઢોળના બનાવ સામે રોષ: પોલીસ ફરિયાદની તજવીજ

જેતપુરમાં હજ્જારોને રોજગારી અને કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાવી આપતા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગને બદનામ કરવાનું કાવતરૂં સામે આવતા ઉદ્યોગપતિ, વેપારીઓ અને સમાજના આગેવાનો અને પર્યાવરણપ્રેમીઓમાં ભારે કચવાટ સાથે રોષ ફેલાયો છે.

જેતપુરના ડાઇંગ પ્રિન્ટિંગ ઉદ્યોગ દ્વારા પ્રદૂષણને કાબુમાં કરવા માટે સતત પ્રયત્નશીલ છે, અને તે માટે પ્રિન્ટિંગ એસોસીએસન દ્વારા મોટી ક્ષમતાના 2 સીઇટીપી બનાવેલ છે અને તમામ વિસ્તારના કારખાને આવરી ને વેસ્ટ વોટર કલક્સન સંપ દ્વારા પ્રદૂષિત અને કેમિકલ યુક્ત પાણી ભેગું કરીને ક્યાંય પણ પ્રદૂષણ ના ફેલાય તેવી વ્યવસ્થા કરેલ છે અને જે યોગ્ય રીતે કામ કરવામાં આવી છે.

આ વ્યવસ્થાને લઈને જેતપુરની પ્રદૂષણ સમસ્યા સમાપ્ત થઈ છે, ત્યારે જેતપુરના ઉદ્યોગને બદનામ કરવા માટે કોઈ હિતશત્રુઑ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે જેતપુરમાં થી પસાર થતી ભાદર સીંચાઈની કેનાલના વહેતા પાણીમાં કોઈ અજાણીયા શકશો દ્વારા કલરનું ડ્રમ નાખી ને રંગીન કરી નખાયુ હતું. આ બનાવ શહેરથી 10 કિલોમીટર દૂર ચાંપરાજપૂર અને બોરડી સમઢીયાના જવાના રસ્તે આવેલ કેનાલમાં કલરનું ડ્રમ નાખી ને કેનાલના પાણી ને લાલ બનાવી દીધું હતું અને તે કલરનું ડ્રમ કેનાલના પાણીમાં તણાતું દેખાતા એક કારખાના માલિક દ્વારા બહાર કાઢવામાં આવ્યું હતું.

જે જગ્યા એ ડ્રમ નખાયું ત્યાં કારખાના આવેલ નથી એ વિસ્તારમાં કોઈ કલર કામ થતું નથી. કોઈ તોફાની શકશોએ જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગને બદનામ કરવા માટે આ કૃત્ય કરેલ છે,

જેતપુર પ્રિન્ટિંગ ઉદ્યોગ દ્વારા પ્રદૂષણને તમામ સ્તરે કાબુમાં લીધેલ છે ત્યારે જેતપુરના પ્રિન્ટિંગ ઉધ્યોગને બદનામ કાવ્ય માટે કરેલ આ કૃત્યને જેતપુરના ઉધ્યોગપતિઓ અને એસોસીએસનને વખોડ્યું છે.

જેતપુરના ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસીએસનના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયાંના જણાવ્યા મુજબ આ બાબતે પોલીસ ફરિયાદ કરી ને આવા તત્વોને પકડીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સિંચાઇ વિભાગને પણ કેનાલ ઉપર સખત સુપરવીઝન કરવા સાથે માંગ કરેલ છે.

ડબલુ કલર વાળું તણાતું તણાતું આવે છે ચાપરાજપુર મતલબ કે સમઢીયાળાના પુલ ઉપરથી કોકે ઘા કરેલ છે. આપણા ડાઇંગ એસોસિએશનને નામ ખરાબ કરવા આ કોઇકે દુરસ્કૃત્ય કરેલ છે એવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.