Abtak Media Google News

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ 16 જિલ્લા-શહેર, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ 8 જિલ્લા-શહેર અને સહપ્રભારી સુધીર ગુપ્તા 7 જીલ્લા-શહેરોમાં સ્નેહમિલનમાં હાજરી આપશે

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે એક વર્ષથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપે ફરી ગુજરાત ફતેહ કરવા જોશ-શોરથી તૈયારીઓ શરુ કરી દીધી છે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલે એક એક મત અંકે કરવાની ગણતરી સાથે વિવિધ સેલની રચના કરવામાં આવી રહી છે. રાજયમાં નેતૃત્વ પરિવર્તન પણ કરવામાં આવ્યું છે. હવે ભાજપ સંપૂર્ણ પણે ઇલેકશન મોડમાં આવી ગયો છે. દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ ફરી કાર્યકરો ઉત્સાહમાં આવી જાય તે માટે ભાજપ દ્વારા આજથી સળંગ ર1મી નવેમ્બર સુધી અલગ અલગ જિલ્લાઓ અને શહેરોમાં સ્નેહ મિલન યોજાશે.

Advertisement

જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને સંગઠન સહ પ્રભારી સુધીર ગુપ્તા હાજર રહી કાર્યકરોનો ઉત્સાહ વધારશે આજે કચ્છના ભુજમાં બપોરે યોજનારા સ્નેહ મિલનમાં મુખ્યમંત્રી ઉ5સ્થિત રહી કાર્યકરો અને નાગરીકો સાથે નવા વર્ષની શુભ કામનાની આપલે કરશે.વિક્રમ સંવત 2078ના નવા વર્ષ નિમિતે સ્નેહ મિલન કાર્યક્રમ રાજયના વિવિધ જિલ્લામાં યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા ગુજરાત રાજય સહપ્રભારી સુધી ગુપ્તાજી દરેક કાર્યકરો અને પ્રજાને નવા વર્ષની શુભકામનાનું આદાન-પ્રદાન કરશે.

સ્નેહ મિલન કાર્યક્રમ આજથી ર1મી સુધી જુદા જુદા જિલ્લામાં યોજાશે. જેમાં પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ તા. 1ર થી ર1 દરમિયાન નવસારી, સુરત જિલ્લો, અમરેલી, કર્ણાવતી શહેર, ભાવનગર જિલ્લો, જામનગર શહેર, જામનગર જિલ્લો, વલસાડ ખાતે ઉ5સ્થિત રહેશે જયારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજ થી લઇ 16મી દરમિયાન કચ્છ, તાપી, નર્મદા, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર જિલ્લો, કર્ણાવતી શહેર, ગીર સોમનાથ, જુનાગઢ શહેર ભાવનગર, શહેર,

પંચમહાલ મહિસાગર, વડોદરા શહેર ખાતે ઉ5સ્થિત રહેશે. જયા સહપ્રભારી સુધીર ગુપ્તાજી તા.  12 થી 15મી દરમિયાન ભરુચ, પાટણ, ગાંધીનગર, ભાવનગર અને રાજકોટ ખાતે ઉ5સ્થિત રહેશે. વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કાર્યકરોમાં નવા જ ઉત્સાહનુ સંચાર કરવામાં આવશે. પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી અને સહ પ્રભારી અલગ અલગ જિલ્લા અને શહેરોમાં જઇ પક્ષની સ્થિતી અંગે પણ સમીક્ષા કરી લેશે.આગામી 17મી નવેમ્બરના રોજ ગુજરાત પ્રદેશ ભાજપની કાર્યકારીણી યોજાશે. જેમાં તાજેતરમાં યોજાયેલ રાષ્ટ્રીય કાર્યકારીણીમાં પસાર કરવામાં આવેલા ઠરાવને બહાલી આપવામાં આવશે. ત્યારબાદ પક્ષનું ફોકસ વિધાનસભાની ચૂંટણી પર રહેશે. એક એક મત અંકે કરવા માટે પેજ કમિટીની રચનાનું કામ ફરીથી શરુ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.