Abtak Media Google News

સ્ત્રીધન ના મહિલાઓના હકને ધર્મ પરંપરા સામાજિક રિવાજ અને પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થામાં એક ખાસ રક્ષાનું કવચ આપવામાં આવ્યું છે દરેક ધર્મમાં સ્ત્રી ધનની સુરક્ષા એ ધર્મ અને સમાજની પ્રતિબદ્ધ આ પરંપરાનો એક ભાગ બનાવવામાં આવ્યું છે તમામ ધર્મ સંપ્રદાયો માં પણ સ્ત્રીધન ની સુરક્ષા માટે એક યા બીજી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે દીકરીને અપાતું કરિયાવર અને સોનુ એ સ્ત્રી ધન મા ગણાય છે પતિ અને પિતા ની સંપત્તિ માં પણ મહિલા ને ખાસ અધિકારો આપવામાં આવ્યા છે ભારતના બંધારણને સંવિધાનમાં પણ સ્ત્રીધન અને મહિલાઓની મિલકત ની સુરક્ષા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે ભારતમાં એક સમાન નાગરિક સંહિતા નથી અત્યારે વારસદાર અને મિલકતની વહેંચણી સંબંધિત બાબતો માં જુદી જુદી ધાર્મિક માન્યતાઓને લઈને સ્ત્રીધન માટે ખાસ કાયદાકીય જોગવાઈ કરવામાં આવી છે સ્ત્રીધન એટલે માત્ર “કરિયાવર “નું સોનુ અને પતિની મિલકત નથી મહિલા માટે એવી ઘણી મિલકતો છે જે મહિલાઓ હોવાના નાતે વિશેષ અધિકારો માં પ્રાપ્ત થાય છે લગ્ન થયા પછી માતા પિતા ની મિલકત નું વસિયતમાં ઉલ્લેખ ન હોય તો પણ દીકરી નો અધિકાર છે વડીલોની સંપત્તિ વિશેના ના મામા ઉલ્લેખ હોય કે ન હોય પરંતુ પૂર્વજોની સંપત્તિ પર મહિલા નો અધિકાર છે મહિલાએ પોતાની ખરીદેલી મિલકત લગ્ન પહેલાની કયામત પર મહિલાનો સંપૂર્ણ અધિકાર રહેલો છે પતિ દ્વારા ખરીદેલી પત્નીની મિલકત પર મહિલા નો પૂરેપૂરો અધિકાર છે લગ્ન ભંગ થાય અને પતિ સાથે વાંધો પડે તો પતિને મહિલા ને ઘરમાંથી કાઢી મૂકવાનો અધિકાર નથી પતિના મૃત્યુ પછી પતિની માલિકીની સંપત્તિ માં મહિલા નો પૂરેપૂરો અધિકાર છે વળી પતિનો કરજો કે બોજ મહિલાને નાખી શકાતું નથી ખાસ જોગવાઈ મુજબ જીવન વીમા પોલિસી માં પણ પત્ની અને બાળકો મા મહિલાનો અધિકાર છે કોઈપણ મિલકતમાં મહિલા ના પૈસા થી મિલકત ખરીદાયેલી હોય પતિ કે બાળકો ના નામે હોય તો પણ આ મિલકત માટે મહિલા કોર્ટમાં દાવો કરી શકે છે સ્ત્રીધન નું માત્ર ધાર્મિક પરંપરાગત અને સામાજિક ધોરણે મહિલા એકાધિકાર પૂરતું સીમિત નથી મિલકતોમાં પણ મહિલાઓને ખાસ અધિકાર આપવામાં આવ્યા છે મહિલાઓને સમાજના શક્તિ ના પ્રતીક તરીકે ગણવામાં આવે છે પરંતુ પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થાના નામે મહિલા ઓ નું શોષણ થાય છે ત્યારે બંધારણ અને સંવિધાનમાં પણ મહિલાઓને મિલકતોમાં ખાસ અબાધિત અધિકાર આપવામાં આવ્યા છે કાયદાની જોગવાઈ મા એવી ઘણી સંપત્તિઓ છે કે જેમાં પુરુષ કરતાં મહિલાઓ ના હક સવિશેષ જાળવવામાં આવ્યા છે પતિ માતા-પિતા બાળકો અને પોતાના નામની સંપત્તિ પર મહિલાનો સ વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે

Advertisement

મહિલાઓની સંપત્તિ ના અધિકારો અને વારસા ના અધિકારો નું સામાજિક ન્યાય અને ધાર્મિક ધોરણે મહત્વ છે પરંતુ પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં ક્યાંકને ક્યાંક મહિલાઓને બીજા નંબર નો દરજ્જો આપવામાં આવે છે મિલકતની પસંદગી વહેંચણી અને હસ્તાંતર માં મહિલાઓને માત્ર તારીખ ધોરણે પોતાના મંતવ્યો કે અધિકારોનો ઉપયોગ ની  છૂટ આપવામાં આવે છે પરંતુ સંવિધાનમાં પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા માં મહિલાઓનું જરાપણ મિલકત સંબંધી શોષણ ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને કેટલીક એવી સંપત્તિઓ છે જેમાં પુરુષ કરતાં પણ મહિલાઓ નો હક વધુ રાખવામાં આવ્યો છે માતા-પિતા અને પતિની સંપત્તિ ઉપરાંત પોતાના નામની સંપત્તિ અને પોતાની મદદથી ખરીદવામાં આવેલી પતિ અને બાળકો ની સંપત્તિ પર પણ મહિલાઓ નો ખાસ હક રાખવામાં આવ્યો છે ભારતનું સંવિધાન વિશ્વનું સર્વ શ્રેષ્ઠ સંવિધાન ગણવામાં આવે છે જેમાં તમામ ના અધિકારોને સુંદર રીતે જાળવવામાં આવ્યા છે સંવિધાન મહિલાઓની મિલકત સંબંધી જોગવાઇઓમાં મહિલાઓના અધિકાર ને પુરુષ સમોવડી બનાવવામાં આવ્યા છે સ્ત્રી અને મહિલા બલિદાન અને દયા નું પ્રતીક માનવામાં આવે છે સમાજમાંથી હંમેશા કંઈ ન લેવાની ભાવના ધરાવતી મહિલાઓ પોતાના પરિવાર માટે ક્યારે મિલકતની દાવેદાર બનતી નથી પરંતુ કપડા નારીને સમાજ દિવસ ન બનાવે તે માટે સંવિધાનમાં મહિલાઓને મિલકત સંબંધી અધિકારોનો સવિશેષ હક આપવામાં આવ્યો છે તે જ આપણા બંધારણની વિશેષતા ગણી શકાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.