Abtak Media Google News

ખાનગીકરણ વિરૂધ્ધના માસ્ક અને વાહનોમાં સ્ટીકર લગાવી વિરોધ નોંધાવ્યો

સરકારના બેંક ખાનગીકરણ સામે બેંક સંગઠનની વિરોધની મુવમેન્ટ ગતિ પકડી રહી છે. બેંક કર્મચારીઓએ ખાનગીકરણ વિરુદ્ધના માસ્ક પહેરીને તેમજ વાહનો પર ખાનગીકરણ વિરુધ્ધનાં સ્ટીકર લગાવી વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આગામી 15 તેમજ 16 માર્ચના બેંક સંગઠન દ્વારા હડતાલનું એલાન કરાયું છે. 13 માર્ચ બીજો શનિવાર, 14 માર્ચ રવિવાર હોવાથી બેંકો ચાર દિવસ બંધ રહેશે.  આ હડતાળમાં બેંક ગ્રાહકો તેમજ પ્રજા સહકાર આપે અને શકય હોય તો જોડાય કારણ કે ખાનગીકરણ જનસામાન્ય માટે પણ ઘાતક પુરવાર થઈ શકે છે. બેંક ખરીદનાર બિઝનેસ હાઉસનો મુખ્ય ઉદ્દેશ સેવા નહીં પણ નફો હશે તે નિર્વિવાદ વાત છે ખાનગીકરણ બાદ ખેડૂતો, નાના વેપારીઓને કેવી સેવા મળશે તે જોવું રહ્યું તેમ બેંક કર્મચારી અને બેંક સંગઠનના સક્રિય સભ્ય ભાવેશ આચાર્યની યાદી જણાવે છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.