રાજકોટમાં જીલ્લા ગાર્ડનમાં બગીચાના ભોગે શાળાનું બાંધકામ…!

શહેરના વોર્ડ નં.૧૪માં જીલ્લા ગાર્ડનમાં શાળા બનાવવાનું કામ ચાલી રહ્યું છે.જે શાળા બાંધવાનું કામ છેલ્લા તબક્કામાં હોય ત્યારે આ શાળાના બાંધકામની બાજુમાં આવેલ ગાર્ડનને કમ્પાઉન્ડ વોલ કરવામાં આવી રહી છે જેનો સ્થાનિક લત્તાવાસીઓ દ્વારા વિરોધ અને રજૂઆત કરાતા આજે વિરોધપક્ષ નેતા ભાનુબેન સોરણીએ રૂબરૂ સ્થળ મુલાકાત લીધી હતી.

 

તાત્કાલિક શાળાનું બાંધકામ અટકાવવા વિપક્ષીનેતાની માંગણી

લોકોએ જણાવ્યું હતું કે,આ બગીચો વર્ષો જુનો છે અને આ બગીચો રાજાશાહી વખતમાં કસરત માટે બનાવેલો છે.સ્થાનિકો નિયમિત કસરત અને વોકિંગ કરવા આવે છે. આ બગીચાને બંધ ન કરવામાં આવે તેવી રજુઆત વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી દ્રારા કરવામાં આવી છે.

આ સ્થળે અનેક લોકો દરરોજ મુલાકાત લેતા હોય, વૃદ્ધો-યુવાનો સવાર સાંજ કસરત માટે આવતા હોય છે અને આજુબાજુના કારખાનાઓમાં કામ કરનારા શ્રમિકો બપોરે ભોજન કરવા માટે આ બગીચામાં જતા હોય ત્યારે આ બગીચો બંધ ન થવો જોઈએ. સ્થળ પર કમ્પાઉન વોલનું કામ બંધ કરવવા માંગણી કરી છે. તેમજ આ જગ્યા શાળાને ન સોંપવા અને શાળાના જુના પ્લાન મુજબ જ કામ કરવા અનુરોધ કર્યા છે.