Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય કક્ષાના વેપાર મેળા માટે એકિસબિશન સેન્ટરની પણ તાતી જરૂરીયાત: સૌરાષ્ટ્ર વેપાર ઉઘોગ મહામંડળની મુખ્યમંત્રીને રજુઆત

સૌરાષ્ટ્રમાં ઉઘોગો ઝડપથી વિકાસ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના ઉઘોગોના વિકાસને વધુ વેગવાન બનાવવા માટે રાજકોટ ખાતે iNDEXTb ની ઓફીસ શરુ કરવા સૌરાષ્ટ્ર વેપારી ઉઘોગ મહામંડળે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. ગુજરાત સરકાર દ્વારા iNDEXTb નામની સંસ્થા છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે. સરકાર દ્વારા ચાલવામાં આવતી આ શ્રેષ્ઠ વ્યાપારી ઉઘોગના વિકાસ માટે અત્યંત મદદરુપ સંસ્થા છે. હાલ આ સંસ્થાની ઓફીસ ગાંધીનગરમાં આવેલ છે. છેલ્લા દશકામાં સૌરાષ્ટ્રનો વ્યાપાર ઉઘોગ ક્ષેત્રે અચંબિત કરી દે તેવો વિકાસ જોવા મળ્યો છે.

અહિંના લોકોની સાહસવૃત્તિ અને હોશિયારીઓ  સૌરાષ્ટ્રની શિકલ ફેરવીછ નાખી છે. હાલના તબકકે સૌરાષ્ટ્રના ઉઘોગ સાહસિકો અને વેપારીઓએ iNDEXTb ની સેવાઓ નો લાભ લેવા ગાંધીનગર સુધી જવું પડે છે. આનાથી પૈસા, સમય અને શકિતનો વ્યથ થઇ રહેલ છે. આના લીધે ઉઘોગોોના વિકાસ ઉપર અસર પડે છે. એસવીયુએમ ના મઘ્યાહ્મ થી ઉઘોગકારોની સરકારને વિનંતી છે કે iNDEXTb ની પેટા ઓફીસ રાજકોટમાં ખોલવામાં આવે. આવું કરવાથી સૌરાષ્ટ્રના વેપાર ઉઘોગોની વિકાસની ગતિ ખુબ જ ઝડપથી વધશે.

સૌરાષ્ટ્ર વેપાર ઉઘોગ મહામંડળ છેલ્લા સાત વર્ષથી સૌરાષ્ટ્ર કચ્છના નિકાસ વેપારને વેગવાન બનાવવા માટે રાજકોટ ખાતે આંતર રાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરે છે. અન્ય સંસ્થાઓ પણ વેપાર મેળાનું આયોજન કરે છે ત્યારે આંતર રાષ્ટ્રીય કક્ષાના આયોજન માટે જરુરી એવા એક એકિઝબીશન સેન્ટરની ખુબ જ જરુરીયાત છે. દેશ વિદેશથી આવનારા લોકોમાં એક નકારાત્મક છબી રાજકોટ સ્માર્ટ સીટી ની લઇને જાય છે. તદુપરાંત આયોજક સંસ્થા માટે આયોજન પણ ખુબ જ તકલીફ દાયક અને ખર્ચાળ બની જાય છે.

ગુજરાત સરકારના 2016ના બજેટમાં  રાજકોટના એકિઝબીશન સેન્ટર માટે બજેટ ફાળવણી થયેલ છે. આ બાબત જો તુરંત કાર્યવાહી કરવામાં આવે તો ખરેખર આજે આંતર રાષ્ટ્રીય  સ્તરે ચાઇનાને સીધી સ્પર્ધામાં સૌરાષ્ટ્રના ઉઘોગકારો ને લાભ થશે.

ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગરમાં એકિઝબીશન સેન્ટર બની ગયા છે. ફકત રાજકોટજી બાકી છે તો મુખ્યમંત્રી નેતૃત્વમાં કાર્ય થઇ શકે તેમ છે.

એકિઝબીશન સેન્ટર માટે એનએસઆઇસી ખાતે પુરતા પ્રમાણમાં જમીન ઉપલબ્ધ છે અને તે સ્થળ પણ એકિઝબીશન માટે સૌથી ઉત્તમ કહી શકાય.

સંસ્થા દ્વારા આજીવન સભ્યપદની યોજના બનાવવામાં આવેલ છે જે અંતર્ગત સભ્ય થનાર ને આંતર રાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળો સાથે મુલાકાત વિદેશી વેપાર માટેની તક, પ્રદશનમાં સ્ટોલમાં પ0 ટકા ડિસ્કાઉન્ટ, વિદેશ દેશમાં પ્રવાસ માટે વિઝા માટે ભલામણ પત્ર, બિઝનેસ નેટવકીંગ સહીતના અનેક  લાભ આપવામાં આવી રહ્યા છે.

સૌરાષ્ટ્ર વેપાર ઉઘોગ મહામંડળ નું અમદાવાદ ચેપ્ટર ટુંક સમયમાં શરુ કરવામાં આવશે જેથી પ્રવૃતિઓ નો વ્યાપ વધારી શકાય.

સંસ્થાને મજુબત બનાવવા માટે ઉપપ્રમુખ મહેશભાઇ નગદીયાની આગેવાની હેઠળ કમીટી કાર્ય કરી રહેલ છે. જેમાં કેતન  વેકરીયા, નિશ્ર્વલ સંઘવી, નીતીન રૂપાણી, તીર્થ મકાતી, મયુર ખોખર, લવ પીઠવા, વિરલ રૂપાણી, મૌકતિક ત્રિવેદી, દિનેશભાઇ વસાણી, દીવેન પડિયા, મહર્ષિ નિમાવત, અભય પાટડીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. ઉપરોકત આગેવાનોએ આ રજુઆતને સફળ બનાવવા ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.