Abtak Media Google News

ભારતના આશરે ૧૪ રાજયોમાં ઇસીગરેટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. તાજેતરમાં ગત તા. ૩-૭-૧૯ ના રોજ ગ્રાહક સુરક્ષા મંડળની લાંબા સમયની માંગણીને સ્વીકારી ઇસીગરેટ ઉપર પ્રતિબંધ મુકતું બીલ વિધાનસભામાં પસાર કરેલછે. આ બીલના અનુસંધાનમાં કોપટા એકટમાં સુધારો થનાર છે. અને ભવિષ્યમાં ગુજરાતમાં ઇસીગરેટ અને બીજી તમાકુ પ્રોડકસ વેંચાણ સામે પ્રતિબંધ મુકાશે. આ નિર્ણયને ગુજરાતની ૬૫૦ કરોડ જનતાએ આવકારેલ છે. આવો ઉમદા નિર્ણય કરવા બદલ ગુજરાતની જનતા વતી મંડળે અભિનંદન પાઠવ્યા છે.

તમાકુ ઉત્પાદનોને કારણે ગુજરતમાં દરરોજ કેન્સરના ર૧૧ કેસ નોંધાય છે જે પૈકી દરરોજ ૧૧ર દર્દીઓના મોત થાય છે. સને ૨૦૧૮ ના વર્ષમાં કેન્સરના ૮૦૮૨૦ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી ૪૦૮૭૩ દર્દીઓના એક વર્ષમાં મોત થાય છે. આમ કુલ દર્દીઓમાંથી ૫૦૫૭ દર્દીઓ મોતને ભેટે છે. ભારતમાં કેન્સરના દર્દીઓ નોંધાવાના ક્રમાક્રમા ગુજરાતનો આઠમો ક્રમાંક છે. ગુજરાતની ૬.૫૦ કરોડની જનતામાં ૧ વર્ષમાં ૮૦૮૨૦ કેન્સર ના દર્દીઓ નોંધાય તો નાનીસુની બાબત નથી. આ બધા જ આંકડાઓ નીતી આયોગ, ન્યુ દિલ્હી  દ્વારા પ્રસિઘ્ધ થયેલ છે. ગુજરાતમાં તમાકુ ઉત્પાદનોથી થતા રોગોને અટકાવવા પાછળ ગુજરાત સરકારનું મોટું બજેટ વપરાઇ જાય છે. જેની સામે તમાકુ ઉઘોગ તરફથી ઓછી આવક થાય છે. આમ ગુજરાત સરકાર અને ગુજરાતની જનતાને તમાકુ ઉત્પાદનોથી સતત અને ન સુધારી શકાય તેવું નુકશાન ચાલું રહે છે.

ગુજરાત રાજયના શૈક્ષણિક સ્કુલોની ૧૦૦ મીટરની ત્રિજીયામાં તમાકુ ઉત્પાદનોનુ વેચાણ કરવા કોપટા એકટ મુજબ પ્રતિબંધ છે. આમ છતાં સગીર અને નિર્દોષ બાળકોને વેપારીઓ શૈક્ષણિક સ્કુલોની નજીક તમાકુનુ વેચાણ રાત-દિવસ કરે છે. ગુજરાત રાજયમાં જાહેરમાં ધ્રુમપાન કરવાની મનાઇ હોવા છતાં અવિરત રીતે યુવાનો અને યુવતિઓ જાહેરમાં ધ્રુમપાન કરતા જોવા મળે છે. ગુજરાત સરકારને અત્યારે સુધીના નિષ્ઠાપૂર્વકના બધા જ પ્રયત્નો લગભગ નિષ્ફળ ગયા છે આવા સંજોગોમાં ઇસીગરેટ સામે પસાર કરવામાં આવેલ બીલ અસકારકાર રીતે ગુજરાત રાજયના ધ્રુમપાનને રોકી શકશે તેવી શ્રઘ્ધા છે. આવા પગલાને ચાલુ રાખી અસરકારક અમલ કવો અત્યંત જરુરી અને આવશ્યક છે.

શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ વર્લ્ડ હેથ્લ ઓગેનાઇઝેશન વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશ ઇન ઇન્ટરેસ્ટ ઓફ ક્ધઝયુમર એઝયુકેશન (વોઇસ) ન્યુ દિલ્હી સાથે વર્ષોથી તમાકુ મુકત ભારત મીશન ચલાવી રહેલ છે. અને ગુજરાતમાં ઇસીગારેટ ઉપર પ્રતિબંધ મકવા લેખીતમાં અને મૌખકમાં માંગણી કરેલ છે. અને માંગણીનો સ્વીકારે કરેલ જેથી અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.