ફિલ્મ ‘કાલી’ના વાંધાજનક પોસ્ટરને લઈને વિવાદ વકર્યો, અહી FIR નોંધાઈ

દિગ્દર્શક લીના મણિમેકલાઈએ તેમની આગામી ડોક્યુમેન્ટ્રી ‘કાલી’નું પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ પોસ્ટરમાં માતા કાળી બનેલી અભિનેત્રીને એક હાથમાં સિગારેટ અને બીજા હાથમાં LGBTQ ધ્વજ બતાવવામાં આવ્યો છે.

દેવીના આ રૂપને જોઈને દરેક વ્યક્તિ દંગ રહી જાય છે. કોઈએ નિર્માતાઓ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે તો કોઈ નિર્માતાની ધરપકડ કરવાની માંગ કરી રહ્યું છે. તે જ સમયે, સમાચાર આવી રહ્યા છે કે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં નિર્માતાઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.


યુપીના એક વ્યક્તિએ ફિલ્મ નિર્માતા વિરુદ્ધ FIR નોંધાવી છે. ANI અનુસાર, યુપી પોલીસે હિંદુ દેવી-દેવતાઓના અપમાનજનક ચિત્રણ માટે ફિલ્મ ‘કાલી’ની નિર્માતા લીના મણિમેકલાઈ સામે ગુનાહિત કાવતરું, પૂજા સ્થાન પર ગુનાખોરી, ઈરાદાપૂર્વક શાંતિ ભંગ કરવાના આરોપમાં FIR નોંધી છે. ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો.