Abtak Media Google News

ગુજરાત ગેસના સીએનજી માટે 78.52 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે: પીએનજી ભાવ વધીને રૂ. 50.43 એસસીએમ થયો: આજથી અમલી

પેટ્રોલ અને ડીઝલની મોંઘી કીંમતોથી પરેશન લોકોને વધુ એક ફટકો લાગ્યો છે. ગુજરાત ગેસ દ્વારા 4 જાન્યુઆરી, બુધવારે સીએનજી  અને પીએનજીના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસ દ્વારા વધારવામાં આવેલા ભાવ આજથી જ અમલમાં આવી ગયા છે. હવે ગુજરાત ગેસના સીએનજી માટે તમારે 78.52 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે. જયારે ગુજરાત ગેસનો પીએનજી ભાવ વધીને રૂ. 50.43 એસસીએમ થયો છે. આ વધેલા ભાવ ગુજરાતમાં અમલી બન્યા છે.

સતત મોંઘા થતા પેટ્રોલિયમ ઉત્પાદનોની સાથે હવે સીએનજીની વધતી કિંમતોનો પણ લોકો સામનો કરી રહ્યા છે. આજે ફરી એકવાર સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો છે. હકીકતમાં આજે ગુજરાત ગેસે સીએનજીની સાથે પીએનજીના ભાવમાં પણ વધારો કર્યો છે અને તેના વધેલા ભાવ આજથી અમલમાં આવી ગયા છે. તેમાં 5 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત ગેસનો પીએનજી ભાવ વધીને રૂ. 50.43 એસસીએમ થયો છે. આ સિવાય સ્થાનિક પીએનજીની કિંમત 1487.349 રૂપિયા પ્રતિ એમએમબીટીયુ થઈ ગઈ છે.

સીએનજી અને પીએનજી ગેસના બદલાયેલા ભાવ આજથી લાગુ થઈ ગયા છે. ત્યારે બીજી તરફ, ગુજરાત ગેસે ઔદ્યોગિક ગેસના ભાવમાં પ્રતિ એસસીએમ  રૂ. 7નો ઘટાડો કર્યો છે. નોંધનીય છે કે, સંસદમાં તાજેતરમાં જ પેટ્રોલિયમ ઉત્પાદનોની મોંઘવારીનો મામલો ઉઠાવવામાં આવ્યો હતો. તેના જવાબમાં પેટ્રોલિયમ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, ‘ગેસની કિંમતો ઘણા આધારો પર નક્કી કરવામાં આવે છે અને ભારત સરકારે કિંમતોને અંકુશમાં લેવા માટે ઘણા પગલાં લીધા છે. જાન્યુઆરી 2021થી નવેમ્બર 2022 વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં 327 ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે ભારતમાં સીએનજીની કિંમતોમાં માત્ર 84 ટકાનો વધારો થયો છે.’

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક કુદરતી ગેસની કિંમતો નક્કી કરવા માટે સરકારે પેટ્રોલિયમ ક્ષેત્રના નિષ્ણાત અને આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય કિરીટ પરીખની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ પોતાના સૂચનો પણ સરકારને સુપરત કર્યા છે. પોતાની ભલામણોમાં સમિતિએ સરકારને કહ્યું છે કે, ‘જ્યાં સુધી નેચરલ ગેસને જીએસટીના દાયરામાં લાવવાનો નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી સરકારે સીએનજી પર ઓછી એક્સાઈઝ ડ્યૂટી વસૂલવી જોઈએ. જેથી લોકોને મોંઘા સીએનજીમાંથી રાહત મળી શકે.’ આ રીતે સમિતિએ સરકારને સીએનજી પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની ભલામણ કરી છે.

ઔધોગિક ગેસના ભાવમાં ઘટાડો

ઔધોગિક ગેસના ભાવમાં ઘટાડા માટેની માંગ આખરે સરકારે સ્વીકારી લીધી છે. ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવોમાં 7 રૂપિયાનો ઘટાડો કરતા સિરામિક ઉદ્યોગકારો ખુશખુશાલ થયા છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપનીએ રૂ.7 નો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ડિસ્કાઉન્ટ અંગે ઉદ્યોગકારોને જાણ કરવામાં આવી છે. ગુજરાત ગેસ કંપનીએ રૂ.7 નો ઘટાડો કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.