Abtak Media Google News

રાજ્યના ચાર શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું: રાજકોટનું લઘુતમ તાપમાન 10.7 ડિગ્રી, 18 કિમી પ્રતિ કલાકની ઝડપે બર્ફીલા પવન ફુંકાતા લોકોએ દિવસે પણ સ્વેટર પહેરવાની ફરજ પડી

રાજસ્થાનમાં કોલ્ડવેવની સ્થિતિથી ઉત્તર પૂર્વ તરફથી બર્ફીલા પવનો તીવ્ર ગતિએ ફુંકાતા અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીથી નાગરિકો ઠુંઠાવાયા હતા. બર્ફીલા પવનો ફુંકાતા જનજીવન પર વ્યાપક અસર પડી છે. મીની વાવાઝોડા જેવા ઠંડા પવનોને લીધે રાજ્યના તમામ શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. રાજ્યના ચાર શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે નોંધાયો. બે ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચુ તાપમાન જોવા મળ્યુ. જ્યારે અમદાવાદ 10, ભુજ 9 અને ડીસામાં 6.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

તો રાજકોટમાં પણ ઠંડીનો પારો 10.7 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમરેલીમાં ઠંડીનું તાપમાન 11.3 ડિગ્રી જ્યારે વલસાડ અને મહુવામાં ઠંડીનો પારો 13.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. સંઘ પ્રદેશ દિવમાં ઠંડીનો પારો 14.2 ડિગ્રી પર પહોંચ્યો છે. સુરતમાં 15.2 ડિગ્રી, વેરાવળમાં 14.9 ડિગ્રી, ભાવનગરમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયુ. તો દમણ અને પોરબંદરમાં ઠંડીનું તાપમાન 13.4 ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે દ્વારકામાં ઠંડીનો પારો 15.2 ડિગ્રી પર પહોંચ્યો.

કાતિલ ઠંડીથી સમગ્ર ઉત્તર ભારત ઠંડીથી ઠુંઠવાયું છે. દિલ્લીમાં શિયાળાની સીઝનનું સૌથી નીચુ 4.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. ભારે ધુમ્મસને લીધે વિઝિબિલિટી ઘટીને 200 મીટર પર આવી ગઈ હતી. ભારે ધુમ્મસને કારમે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. જ્યારે 25થી વધુ ટ્રેનો મોડી ચાલી રહી છે. ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં પણ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. દિલ્લી ઉપરાંત જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર પણ કાતિલ ઠંડીથી ઠુંઠવાયા હતા. રાજસ્થાનના ચુરૂમાં તાપમાન શૂન્યથી નીચે એટલે કે 0.9 ડિગ્રી પર પહોંચી ગયું હતું.

આ જ રીતે રાજ્યમાં ઠંડીની સાથે ૩૫થી ૭૦ ટકા ભેજ સાથે બર્ફીલા પવન ફૂંકાતા ધુ્રજાવી દેતા ઠારનો અનુભવ થયો હતો.આમ, સવારે ખાસ વધારે ઠંડી ન્હોતી પરંતુ, બપોર પછી તીવ્ર પવનોથી ઠંડી વધી છે.

પંજાબ-હરિયાણામાં રેડ એલર્ટ: દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે જે રાજ્યોમાં વધુ ધુમ્મસ હોય ત્યાં વાહન ચલાવવામાં સાવચેતી રાખવી કેમ કે તેનાથી અકસ્માતનું પ્રમાણ વધી શકે છે. અગાઉ ધુમ્મસને કારણે અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવી ચુકી છે. દિલ્હીમાં પાંચ ફ્લાઇટને જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. દિલ્હી ઉપરાંત જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર પણ ઠુંઠવાયા હતા. રાજસ્થાનમાં ચુરુમાં તાપમાન શૂન્યથી નીચે એટલે કે ૦.૯ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં બુધવારે અને શુક્રવાર માટે રેડ એલર્ટ જારી કર્યું છે. જ્યારે દિલ્હીમાં આગામી બે દિવસ માટે ઓરેંજ એલર્ટ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.