Abtak Media Google News

સીએનજીનો ભાવ રૂ. 6.05 ઘટાડી રૂ. 74.29 કરાયો , જ્યારે પીએનજીનો ભાવ રૂ.5.06 ઘટાડીને રૂ. 49.83 કરાયો

અદાણીએ સીએનજી અને પીએનજીના ભાવમાં મોટો ઘટાડો કરાયો છે. સીએનજીના ભાવમાં પ્રતિકિલો 6.05 રૂપિયાનો ઘટાડો થયો છે. તો પીએનજીના ભાવમાં પ્રતિકિલો 5.06 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આજે સવારથી નવો ભાવ અમલી બનશે.

સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થતા જ અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા 6.05 રૂપિયા પ્રતિ કિલોનો સીએનજીના ભાવમાં ઘટાડો કરાયો છે. ગુજરાતમાં આજથી 74.29 રૂપિયા પ્રતિ કિલો સીએનજીનો ભાવ થયો છે. જો કે ગઈકાલ સુધીમાં સીએનજી  80.34 રૂપિયા પ્રતિ કિલો મળતો હતો અને હવે નવો ભાવ 74.29 થતા 6.05 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો થયો છે. તો સાથે જ પીએનજીમાં  5.06 રૂપિયાનો ઘટાડો થયો છે. ગુજરાતમાં 49.83 રૂપિયા પ્રતિ એસસીએમ પીએનજી માટે ચૂકવવાના રહેશે. સીએનજી અને પીએનજીના ભાવમાં કરાયેલો ઘટાડો આજથી લાગુ કરાશે.

1 એપ્રિલથી એપીએમ ગેસના ભાવ ભારતીય ક્રૂડ બાસ્કેટના માસિક સરેરાશના 10 ટકા પર હશે. જો કે આ પ્રકારના દર 8.57 ડોલર પ્રતિ એમએમબીટીયુના હાલના ગેસ મૂલ્યની સરખામણીમાં 6.5 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ પર કેપ કરાશે. દ્વિ વાર્ષિક સંશોધનની હાલની પ્રથાની જગ્યાએ દર મહિને દર નક્કી કરવામાં આવશે. ઓએનજીસી અને ઓઆઈએલના ક્ષેત્રોમાં નવા કૂવાઓ કે હસ્તક્ષેપોથી ઉત્પાદિત ગેસને એપીએમ મૂલ્યથી 20 ટકા વધુ પ્રીમિયમની અનુમતિ હશે. આ પગલાંથી ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી) અને પરિવહન માટે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)ના ભાવમાં ભારે ઘટાડો થશે.

અદાણી ટોટલ ગેસ લિમિટેડે શુક્રવારે 19 પ્રદેશોમાં કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને પાઇપ્ડ નેચરલ ગેસના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. નવો દર અપડેટ કરવામાં આવ્યો છે. કુદરતી ગેસના ભાવમાં આ ઘટાડો 8 એપ્રિલ 2023થી અમલી બન્યો છે.

કુદરતી ગેસના ભાવમાં આ ઘટાડો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કરી છે. આ નવી સિસ્ટમની જાહેરાત બાદ જ સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થયો છે. કેબિનેટનો આ નિર્ણય અર્થશાસ્ત્રી કિરીટ પરીખની આગેવાની હેઠળની નિષ્ણાત પેનલની ભલામણો પર આધારિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.