Abtak Media Google News

police શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના અધ્યક્ષસ્થા હેઠળ ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ પોલીસ કમિશ્નર ઝોન-1 પ્રવિણકુમાર,નાયબ પોલીસ કમિશ્નર ઝોન-2 મનોહરસિંહ જાડેજા અને રાજકોટ શહેરના તમામ મદદનીશ પોલીસ કમિશ્નર તથા તમામ પોલીસ સ્ટેશન/બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતાં.

કાઇમ કોન્ફરન્સ દરમિયાન રાજકોટ શહેર પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૧ દરમિયાન રાજકોટ શહેર પોલીસે લોકોમાં જાગુતા ફેલાય તેમજ જાહેર લોકો દ્વારા કાયદાનું સંપૂર્ણ પાલન કરવામાં આવે તેમજ ગુન્હાહીત પ્રવૃતી સાથે સંકળાયેલ વ્યકિતઓ ઉપર સતત વોચ રહે તેમજ તેઓની ગુન્હાહીત પ્રવૃતી સદંતર બંધ થાય તે માટે તમામ અધિકારીઓને તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવાની થતી તમામ કામગીરી બાબતે સુચનાઓ આપવામાં આવી હતી.

રાજકોટ શહેર જે ખુબ જ વિકસીત શહેર છે, જેમાં બહારથી લોકો રાજકોટમાં રહેણાંક માટે આવતા ટ્રાફીકની સમસ્યામાં વધારો થતો રહે છે અને જે ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે લોકોને ટ્રાફીક નીયમોથી વાકેફ કરી જાગૃતા ફેલાવવા તેમજ અકસ્માત ઝોન વિસ્તારમાં સાઇનબોર્ડ લગાવી તેવા વિસ્તારમાં ટ્રાફીક વ્યવસ્થા જાળવવી તેમજ રાજકોટ શહેરની જાહેર જનતા ટ્રાફીક નીયમોનું પાલન કરે તે માટે જરૂરી વ્યવસ્થા કરવા સુચનાઓ આપવામાં આવી હતી.

શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ટ્રાફીક પોઇન્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારી/ટ્રાફીક બ્રીગેડ ફરજની સુપરવિઝન કરવા ડીવીઝનના એ.સી.પી. તથા દરેક પો.સ્ટે. ના પો.ઇન્સ. ની જવાબદારી નકકી કરવામાં આવી છે. રાજકોટ શહેર વિસ્તારમાં બનતા અકસ્માત અંગે એનાલીસીસ કરી અકસ્માત ઘટાડવા માટે શું શું કાર્યવાહી કરવાથી ઘટી શકે તે માટે સુચના આપવામાં આવી છે. તેમજ દંડ અંગે કેશ લેસ કઈ રીતે થઇ શકે તે અંગે સુચનાઓ આપવામાં આવી છે.સાયબર ક્રાઇમ હાલના સમયમાં વધુ પ્રમાણમાં થઇ રહેલ હોય જેને અટકાવવા સારૂ પોલીસ કર્મચારીઓને તાલીમ આપવામાં આવેલ તેમજ સાયબર ક્રાઈમને લગત અરજીઓમાં શું છે કાર્યવાહી કરવાથી આવા ગુન્હામાં ગયેલ નાણા પરત મેળવી શકાય તે અંગે સુચના આપવામાં આવી હતી.

“મહા કવચ” એપ્લીકેશન દ્વારા રાજકોટ શહેરના જાણીતા ગુનેગારોની હીસ્ટ્રીશીટર,એમ.સી.આર, ટપોરી, બુટલેગર્સ વિગેરે માહીતી દરેક રાજકોટ શહેર પોલીસના મોબાઇલ એપમાં રહે છે આ એપ્લીકેશન દ્વારા ગુન્હાખોરીને અંકુશમાં લાવવા અને આવા ગુન્હેગારોને કંટ્રોલમાં રાખવા આ એપ્લીકેશનનો વધુમાં વધુ ઉપયોગ કરવાથી પોલીસને ઘણી મદદ મળેલ છે. તેમજ આ “પોકેટ કોપ” એપ્લીકેશન અને આઇ.આઇ.એફ. ફોર્મ-૨ માં વધુમાં વધુ કામગીરી કરવા સુચના આપવામાં આવી.

પોલીસના કર્મચારીઓમાં શીસ્ત ટર્ન આઉટ અને ડ્રીલ બાબતે સારી તાલીમ આપી શકાય તે હેતુથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ડ્રીલ નર્સરી બનાવવામાં આવી છે. જેમાં સોલ્ડર લોક, શેલ્યુટ કરેકટર, સ્ટેમ્પીંગ કરેકટર, કવીક માર્ચ કરેકટર (તેજ ચાલ), સ્લો માર્ય કરેકટર (ધીરે ચાલ), સાવધાન-વીશ્રામ કરેકટર, આર્મ્સ સ્વીંગ કરેકટર, અબાઉટ ટન કરેકટર (પીછે મુડ), ફેસીંગ કરેકટર જેવી આઇટમો છે, જેમાં સેરેમોનીયલ તથા પી.ટી પરેડમાં ડ્રીલનું ધોરણ સુધારવા સારૂ પણ આ નર્સરીનો ઉપયોગ કરવા સુચના આપવામાં આવી છે.

રાજકોટ શહેર વિસ્તારના દરેક પોલીસ સ્ટેશનમાં સીનીયર સીટીઝનોની એક યાદી બનાવવા માટે એક કાયમી રજીસ્ટર નીભાવવું અને પોલીસ અધિકારી/કર્મચારીઓ તેઓની અવારનવાર મુલાકાત લે અને તેમને કોઇ મુશ્કેલી હોય તો તે બાબતે ચર્ચા કરી નિવારણ લાવવા અને સમયાંતરે માહિતી અપડેટ કરવી તેમજ દરેક સીનીયર સીટીજનને સુરક્ષીતા એપ્લીકેશન ડાઉનલોડ કરાવી જાગૃતી કેળવવી, કાઉન્સેલીંગ કરવું અને પૂર્ણ રૂપે મદદ કરવા સુચના આપવામાં આવી હતી.

શહેરના જુદા-જુદા ગુન્હાઓમાં રાજકોટ શહેરા ગુજરાત રાજયના/રાજય બહારના નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા અલગ-અલગ ટીમો બનાવી નાસતા-ફરતા આરોપીઓની હકીકત મેળવી પકડવા માટે સુચના આપવામાં આવી હતી. તમામ પોલીસ સ્ટેશનો દ્વારા ઓનલાઇન પ્લીકેશનનો ઉપયોગ કરી જે કામગીરી કરવામાં આવેલ હતી. તે કામગીરીના ડેટા ઉપરથી મુલ્યાંકન કરી માહે જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૧ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનો માંથી પ્રથમ ક્રમાંક મેળવનાર માલવીયાનગર પોલીસ સ્ટેશન તથા દ્વિતીય ક્રમાંક મેળવનાર બી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા કવચા કે.પી.આઇ/ ઇ-ગુજકોપા ઇ-પોર્ટલ એપ્લીકેશનોમાં ડેટા એન્ટ્રીઓ પુર્ણ કરી શ્રેષ્ઠ કામગીરી કરેલ હોય જેથી ઉમદા કામગીરી કરવા તથા કરાવવા બદલ બન્ને પોલીસ સ્ટેશનને પ્રોત્સાહીત કરવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ દ્વારા “પોલીસ સ્ટેશન ઓફ ધ મંથ”નું પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.

તેમજ રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન બ્રાન્ચ તેમજ પો. હેડ કવા. માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી કે જેઓએ માહે જાન્યુઆરી-ફેબુઆરી ૨૦૨૧ ના માસમાં પોલીસ સ્ટેશન બ્રાન્ચ તેમજ પો. હેડ કવા. લેવલે સારી (બેસ્ટ) કામગીરી કરેલ હોય જેથી રાજકોટ શહેર ના અલગ-અલગ પોલીસ સ્ટેશન બ્રાન્ચ તેમજ પો. હેડ કવા. ના કુલ-૧૭ પોલીસ કર્મચારીઓ “કોપ ઓફ ધ મંથ” પત્ર એનાયત.

Ba686Db7 A077 4A92 Af3B Df816162A5B7

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.