Abtak Media Google News

આઈપીએસ સિધ્ધાર્થ ખત્રી, પિનાકી મેઘાણી, ડો.નિરંજન પરીખ અને પ્રવિણભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિ

રાજકોટ સ્તિ ૧૬૦ વર્ષ જૂની ઐતિહાસિક લેંગ લાયબ્રેરી (લેંગ લાયબ્રેરી ટ્રસ્ટ સંચાલિત અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલય) ખાતે કોર્નરની સપના થઈ હતી. નવી પેઢીને આપણી માતૃભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની મહામૂલી વિરાસતી પરિચિત-પ્રેરિત કરાવવાનો સુરક્ષા સેતુ સોસાયટી  રાજકોટ શહેર પોલીસ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસનનો આ પ્રેરક પ્રયાસ છે. જેમની ‘બાલ્યાવસ’ની લીલાભૂમિ રાજકોટ રહી છે તેવાં મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લેંગ લાયબ્રેરીની મુલાકાત લીધેલી તેી આનું સવિશેષ મહત્વ છે.    

Advertisement

ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૨માં લખેલ પ્રમ પુસ્તક કુરબાનીની કાઓથી લઈને ૧૯૪૭માં અવસાન થયુ ત્યારે અપૂર્ણ રહેલી નવલકા ‘કાળચક્ર’ ઉપરાંત તેમના અતિ લોકપ્રિય પુસ્તકો ‘યુગવંદના’, ‘સિંધુડો’, ‘રવીન્દ્ર-વીણા’, ‘વેવિશાળ’, ‘સોરઠ તારાં વહેતાં પાણી’, ‘માણસાઈના દીવા’, ‘સૌરાષ્ટ્રની રસધાર’, ‘સોરઠી બહારવટિયા’, ‘સોરઠી સંતો’, ‘રઢિયાળી રાત’, ‘સોરઠી સંતવાણી’ અહિ ખાસ ઉપલબ્ધ કરાયાં છે.

રાજકોટ શહેરના સંનિષ્ઠ અને સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી સયુક્ત પોલીસ કમિશ્નર સિર્ધ્ધા ખત્રી (આઈપીએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, લેંગ લાયબ્રેરીના ડો. નિરંજન પરીખ (પ્રમુખ), પ્રવીણભાઈ રૂપાણી (મંત્રી), ડો. નીતિન વડગામા (ઉપપ્રમુખ), દિનકર દેસાઈ (સહમંત્રી), રમેશ પીઠીયા, બિપીન મહેતા અને કલ્પાબેન ચૌહાણ (ગ્રંપાલ), નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક જે. એચ. જલુ, ઈતિહાસવિદ્-સંશોધક-લેખક ડો. પ્રદ્યુમ્ન ખાચર (જૂનાગઢ), શિક્ષણવિદ્ મુનાફભાઈ નાગાણી, આર્કીટેક્ટ ઈલ્યાસ પાનવાલા, લોકગાયક નીલેશ પંડ્યા, મનીષ રાવલ, નેશનલ યુ પ્રોજેક્ટના રાજેશ ભાતેલીયા, ભરત આડેસરા, વાલજી પિત્રોડા, ભરત કોટક (સાહિત્યધારા) સહિત મોટી સંખ્યામાં સાહિત્ય-પ્રેમીઓ અને ઉપસ્તિ રહ્યાં હતાં.

વિશ્વભરમાં વસતાં દરેક ગુજરાતી ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન ક્યારેય વિસરાશે નહીં તેવી ભાવાંજલિ સયુક્ત પોલીસ કમિશ્નર સિર્ધ્ધા ખત્રીએ અર્પી હતી. લેંગ લાયબ્રેરીની વિવિધ પ્રવૃત્તિઓ અને તેનાં પદાધિકારીઓનાં સંનિષ્ઠ પ્રયાસોને પણ તેઓએ બિરદાવ્યાં હતાં.

કાર્યક્રમ માટે લેંગ લાયબ્રેરીના પુસ્તક-પ્રેમી ગ્રંપાલ કલ્પાબેન ચૌહાણ અને સાથીઓએ જહેમત ઉઠાવી હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવા તા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસન સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.