Abtak Media Google News

સંક્રમિત ૧૧૩ દર્દીઓ સારવાર લઈ સાજા થયા

જામનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની દરરોજ સદી નોંધાઈ રહી છે. ગઈકાલે પણ જિલ્લામાં વધુ ૧૦૭ લોકો કોરોના સંક્રમિત બન્યા હતાં, જ્યારે ૧૧૩ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જ્યારે આજ બપોર સુધીમાં આઠ દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતાં.

Advertisement

જામનગર જિલ્લામાં કોરોના વાઈરસ તંત્રના અંકુશ બહાર પહોંચી ગયો છે. દરરોજ એકસોથી વધુ લોકો આ મહામારીનો ભોગ બની રહ્યા છે. ગઈકાલે પણ જામનગર શહેરમાં ૯૪ અને ગ્રામ્ય વિસ્તારના ૧૩ મળી જિલ્લામાં કુલ ૧૦૭ પોઝિટિવ કેસ નોંધાયા હતાં.

જ્યારે જામનગર શહેરના ૧૦પ અને ગ્રામ્ય વિસ્તારના ૮ મળી કુલ ૧૧૩ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જો કે જિલ્લામાં ગઈકાલે એક પણ મૃત્યુ થયું નહતું તેવો રિપોર્ટ તંત્રએ જાહેર કર્યો છે, જો કે તે સત્ય નથી.

જામનગર શહેરમાં ૩ર૩ અને ગ્રામ્ય વિસ્તારના ૬૩ મળી જિલ્લાના કુલ ૩૮૬ એક્ટિવ કેસ હોવાનું પણ તંત્રએ જાહેર કર્યું છે.

જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૯,૬૦૩ લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે આંકડાઓ જાહેર થયા છે તે સરકારી હોસ્પિટલમાં છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

આ ઉપરાંત જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ર૬ દર્દીઓના મૃત્યુ થયાનું જાહેર કરવામાં આવ્યું છે. હકીકતે છેલ્લા ત્રણ દિવસમાં જ આથી વધુ મૃત્યુ થયા છે, પરંતુ સરકારની સૂચનાથી તંત્ર દ્વારા કુશળતાપૂર્વક મૃત્યુના આંકડાઓ ફેરવી-તોળવીને રજૂ કરવામાં આવી રહ્યા છે અને સારૃ ચિત્ર જળવાઈ રહે તેવા પ્રયાસો પણ થઈ રહ્યા છે. દરમિયાન મળતી માહિતી મુજબ છેલ્લા ર૪ કલાકમાં જામનગરમાં આઠ દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યા છે.

કોરોનામાં મૃત્યુ કેસના સાચા આંકડા જાહેર કરવા માંગ

તંત્ર દ્વારા કોરોનાના મૃત્યુની સંખ્યા છૂપાવવામાં આવી રહી છે, તો ધન્વન્તરિ રથ પણ આયોજન વગર દોડી રહ્યા છે. જામનગરની થિંકિંગ ટુ ગેધર સંસ્થાના સંયોજક કિશોરભાઈ સોનીએ એક નિવેદમાં જણાવ્યું છે કે, જામનગરમાં કોરોનાના કારણે અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, પરંતુ મૃત્યુનો સાચો આંકડો જાહેર કરવામાં આવતો જ નથી. સરકાર દ્વારા વ્યાપક સગવડો સુવિધા વધારવામાં આવી છે, પરંતુ મૃત્યુનો આંક ઘટતો નથી. ૯૦ ટકાથી વધુ માનવતા સાથે શ્રેષ્ઠ ફરજ બવો છે, પરંતુ માત્ર અમુક લોકોની ઉદાસીનતાના કારણે જામનગરમાં કોરોનાએ ભરડો લીધો છે. જામનગરના ધન્વન્તરિ રથ દોડાવવામાં આવી રહ્યું છે, પરંતુ તેના આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. તેમ પણ આક્ષેપ ઊભો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.