Abtak Media Google News

૧૧મી સુધીમાં નવી જગ્યાએ હાજર થવા તાકીદ

જામનગર કસ્ટમ કમિશનરરેટ હેઠળ ફરજ બજાવતા ૩૦ ઈન્સ્પેક્ટરોની બદલીના આદેશ ગઈકાલે કરવામાં આવ્યા છે.

જામનગર કસ્ટમ વિભાગમાં લાંબા સમય પછી બદલીના આદેશો થયા છે. ગઈકાલે ૩૭ ઈન્સ્પેક્ટરોની બદલીઓ કરવામાં આવી હતી. જેમાં જામનગર હેડક્વાર્ટર્સના અમિત પ્રદિપને અને વિદ્યા ભૂષણ પાઠકને સ્ટેટ. હેડ ક્વાર્ટર્સમાં વિભોર ગોહિલને પોરબંદર કસ્ટમ હાઉસમાંથી કસ્ટમ ડિવિઝન (પોરબંદર) માં, જયતોષસિંઘને સલાયાથી જામનગર હેડ ક્વાટર્સમાં, પ્રતીકને પીપાવાવ કસ્ટમ  હાઉસથી બીજા હેડ ક્વાટર્સ જામનગર, નિશાંતસિંઘને શિપ બ્રેકિંગ યાર્ડ (અલંગ-ભાવનગર) થી કસ્ટમ ડિવિઝન-ભાવનગર, રાજેશકુમારને રાજકોટથી જામનગર હેડ ક્વાટર્સમાં, નરેશકુમાર રાયગરને વેરાવળને ત્યાં જ શોર ગાર્ડમાં મૂકવામાં આવ્યા છે.

રામસિંઘ યાદવને જામનગર કસ્ટમ હાઉસમાંથી કસ્ટમ ડિવિઝન-જામનગરમાં, રાધાકિશન મીનાને પીપાવાવમાં જ રાખવામાં આવ્યા છે. પ્રતીક જૈનને અલંગ શીપ બ્રેકીંગ યાર્ડથી લીગલ, હેડ ક્વાર્ટર જામનગર, બલરામ કુમારને કસ્ટમ હાઉસ-ભાવનગરથી કસ્ટમ ડિવિઝન-ભાવનગરમાં, રાધેશ્યામ મીનાને કસ્ટમ હાઉસ ઓખાથી શોર ગાર્ડ દ્વારકા, ભવાનીસિંગને સિક્કા કસ્ટમ હાઉસમાંથી સલાયા કસ્ટમ હાઉસ, રોહિતકુમાર ત્રિપાઠીને મોરબીથી જામનગર, રામેન્દુ ભાસ્કરને કસ્ટમ હાઉસ પીપાવાવથી એસઆઈઆઈબી પીપાવાવ, નિરજ દવેને જામનગર હેડ ક્વાટર્સથી સિક્કા કસ્ટમ હાઉસ, અનુજ ચૌધરીને કસ્ટમ ડિવિઝન પોરબંદરથી કસ્ટમ હાઉસ પોરબંદર, ગૌરવ તોમરને શહેર ગાર્ડ-દ્વારકાથી સલાયા, પરણાવગ્યાને વેરાવળ શોર ગાર્ડથી ઈ.પી.સી. વેરાવળમાં, રવિન્દ્ર પ્રતાપસિંઘને જામનગરથી મોરબી, જયદેવ ચરણને કસ્ટમ ડિવિઝન ભાવનગરથી દિવ (શોર ગર્ડ), પ્રદીપને જામનગરથી સિક્કા, દિપકકુમાર ઝાને પીપવાવમાં જ મૂકવામાં આવ્યા છે. અરૃણકુમારને પણ પીપવાવામાં જ રાખવામાં આવ્યા છે. સમીપ ધામેલિયાને જામનગરથી પીપાવાવ, અભિષેકકુમાર ગુપ્તાને જામનગરથી રાજકોટ, મનીન્દરને ભાવનગરમાં જ રાખી તેના ચાર્જમાં ફેરફાર કરાયો છે. કુમાર અભિષેકને કસ્ટમ ડિવિઝન જામનગરથી કસ્ટમ હાઉસ ઓખા, ઈશ્વરસિંઘ ધારીવાલને દિવથી અલંગ, એચ.બી. કુંડલને પીપીવાવથી જામનગર, નિલેશ ભટ્ટને ઈ.પી.સી. ભાવનગરથી કસ્ટમ હાઉસ ભાવનગર, હિમાંશુ કુમાર સિંઘને કસ્ટમ હાઉસ ભાવનગરથી અલંગ, અખિલેષ કુમારને પોરબંદરથી અલંગ, અજીતસિંઘને જામનગર (આર.એસ.ઈ.ઝેડ) થી કસ્ટમ ડિવિઝન જામનગર, હેમજ ચૌધરીને આર.એસ.ઝેડ. જામનગરથી હેડક્વાટર્સ જામનગર અને અંકુશ કુમારને પણ આર.એસ.ઈ.ઝેડ. જામનગરથી હેડ ક્વાટર્સ (આરઆરએ) માં મૂકવામાં આવ્યા છે. આ તમામ અધિકારીએ તા. ૧૧-૯-ર૦ર૦ સુધીમાં પોતાની બદલીના સ્થળે હાજર થવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.