Abtak Media Google News

ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 797 લોકો કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે. છેલ્લા 225 દિવસોમાં આ સૌથી વધુ દૈનિક કેસ છે. 19 મે 2023ના રોજ 865 કેસ રજીસ્ટર થયા હતા. હાલ દેશમાં ટોટલ એક્ટિવ કેસની વાત કરીએ તો તે 4,091 છે. આ ડેટા હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા શેર કરવામાં આવ્યો છે. ગઈકાલે કોરોનાને લીધે 5 લોકોના મોત નિપજ્યા છે. જેમાંથી 2 લોકોના મોત કેરળ તો એક-એક મહારાષ્ટ્ર, પુડુચેરી અને તમિલનાડુમાં થયા હતા. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,74,246 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 603 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4091 પહોંચી છે.

કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.