Abtak Media Google News

 

૧૨,૧૦૫ દર્દીઓ થયક સાજા: ૫૭,૫૨૧ એક્ટિવ કેસ, ૨૪૮ દર્દીઓની હાલત નાજુક

અબતક-રાજકોટ

ગુજરાતમાં કોરોનાએ ફરી ફુફાળો માર્યો છે જેમાં ગઈ કાલે વધુ ૩૫ દર્દીઓના વાયરસે ભોગ લીધા છે. જ્યારે વધુ ૬૦૯૭ નવા કેસ નોંધાયા છે. તો ૫૭,૫૨૧ એક્ટિવ કેસની સામે ૨૪૮ દર્દીઓની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં ફરી કોરોનાએ ઉછાળો માર્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬0૯૭ કેસ આવતા ચિંતાના મોજું ફરી વળ્યું છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં ૧૯૮૫ કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં ૨0૪ કેસ તો રાજકોટ શહેરમાં ૨૩૭ કેસ, વડોદરા શહેરમાં ૧૨૧૫ કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં ૨0૩ કેસ, ભાવનગર શહેરમાં ૭૭ કેસ સામે આવ્યા છે. કોરોના મધ્ય માસ પછી ગુજરાતમાં શાંત પડશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.

તો બીજી તરફ કોરોનાને લીધે ૩૫ દર્દીઓ એ જીવ ગુમાવ્યો છે. જ્યારે ૧૨,૧0૫ દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૫૭,૫૨૧ સુધી પહોંચી ગઈ છે. જેમાં ૨૪૮ દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.

તો બીજી તરફ કોરોનામાં સતત ૩0 થી વધુ દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં ૯ના મોત, વડોદરા અને ભાવનગર જિલ્લામાં પણ કોરોનાએ ફુફાળો મારતા ૫-૫ દર્દીઓના વાયરસે ભોગ લીધા છે. તો સુરત અને રાજકોટમાં ૩-૩ દર્દીઓના મોત નોંધાયા છે. તો મહેસાણા અને ભરૂચમાં ૨-૨ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કુલ ૩૫ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.